________________
રાજાને ઉત્પન્ન વૈરાગ્ય ભાવના.
[ ૨૯૫ ].
પંચાગ્નિ તપ ગ્રહણ કરવા માટે શીધ્રપણે કલિંગ દેશમાં ગયા. ત્યાં જઈને પૂર્વ કાળના વૈરાગ્યને વહન કરતે તે ત્રિપુરમધ્યાકાર નામના વનમાં ગયે. તે વન નંબ, જબિર, નિબ, તાલ, તમાલ વિગેરે મોટા વૃક્ષોના અમૂહવડે શોભતું હતું તથા રિઝ, કલકંઠ, શુક, સારિકા, જીવંજીવ અને કપિંજલ વિગેરે પક્ષીઓના સમૂહના કૈલાહલે કરીને વ્યાપ્ત હતું. તે વનમાં પોતાની ચારે દિશાના ભાગમાં રચેલા અગ્નિના મોટા ચાર કુંડમાંથી નીકળતી મટી વાળાના સમૂહવડે તપ અને મસ્તક ઉપર પ્રચંડ સૂર્યમંડળના કિરણના સમૂહવડે વિશેષ કરીને કપાળતલમાં વૃદ્ધિ પામતા તાપવાળે તે તાપસ કદાપિ પાંચ દિવસને છેડે, અને કદાપિ આઠ દિવસને છેડે પારણું કરતો હતો. આ પ્રમાણે દુખે કરીને આચરી શકાય તેવા વિશેષ તપને અંગીકાર કરીને તે રહેવા લાગ્યું. તે વખતે તે પ્રદેશમાં રહેલા નગર અને આકર વિગેરેમાં તેની પ્રસિદ્ધિ પ્રસરી. દુષ્કર તપાનુષ્ઠાન સાંભળવાથી ઉલ્લાસ પામતી મોટી ભક્તિના સમૂહથી ભરપૂર મનવાળા રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરેવડે જેના ચરણ સેવતા હતા તે તે દિવસોને નિર્ગમન કરવા લાગ્યા.
શિવધર્મ રાજા પણ તે દિવસથી આરંભીને વિષયમાં વિરક્ત ચિત્તવાળો થઈને વિચાર કરવા લાગે કે-“ ચિરકાળ સુધી યથાકત (શાસ્ત્રમાં કહેલી) નીતિવડે આ પૃથ્વીતળનું કલંક રહિતપણે પાલન કર્યું, દુખે કરીને નિગ્રહ કરી શકાય તેવા અને મનુષ્યને કલહ ઉત્પન્ન કરવામાં ઉદ્દભટ (ઉદ્ધત) એવા ચરટેને (ધાડ પાડનાર) પણ નિગ્રહ કર્યો, તથા સમ્યગદષ્ટિપણુએ કરીને સાધુઓને પણ ગ્ય આચારને વિષે જેડયા, ધર્મને વિરોધ દરથી નાશ કર્યો અને બીજું પણ મારી ભૂમિકાને ઉચિત કાર્યને સમૂહ સંપૂર્ણ કર્યો. હવે જે કંઈ પણ પ્રકારે મારે સુગુરુની સાથે સંગ થાય, તે તેણે કહેલા ધર્મવિધિને અંગીકાર કરીને હું આત્માના હિતને આરંભ કરું.” આ પ્રમાણે તે વિચારવા લાગ્યા. આ અવસરે સૂર્ય અસ્ત પામે અને રાત્રિરૂપી મોટા સમુદ્રના કલેકેની જાણે શ્રેણિ હોય તે સમૂહ પ્રસર્યો. કાળના પરિણામવાળા મોટા મના પુચ્છની છટાના આરે છોટનવડે કુટેલા આકાશના વિભાગરૂપી છીપલીને સંપુટથી ઉછળેલા મતીના સમૂહ જે તારાને સમૂહ પ્રગટ થયા. ત્યારે પ્રદેષની ક્રિયા કરીને તે રાજા સુખશયામાં સૂતે. તેણે પ્રભાતસમયે સ્વમમાં કિરણેના સમૂહથી વિકાસ પામેલા અને તત્કાળ કમળના સમૂહને વિકસ્વર કરનાર સૂર્યને જો. તે અવસરે મૃદંગ, મર્દલ, ઉદામ અને ભેરીને શબ્દના સમૂહવડે બીજા શબ્દોને મંદ કરનારા મંગળ વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે રાજા જાગૃત થયે; પછી પ્રભાતનું કાર્ય કરીને તે સભામંડપમાં બેઠા, મંત્રી અને સામંતે વિગેરે તેની પાસે આવ્યા અને યોગ્ય સ્થાને બેઠા. રાજ્યના કાર્યોનું ચિંતવન કર્યું. જનપદના વિસંવાદ( તકરાર)ને છેદ્યા, અનીતિ માર્ગે જનારાને શિક્ષા કરી. આ અવસરે હસ્તતળમાં વસ્ત્ર રાખીને તથા “અન્યાય અન્યાય” એમ મોટી વાવડે બોલતો એક પુરુષ રાજાની દષ્ટિમાર્ગ પડ્યો. ત્યારે પ્રતિહારને રાજાએ પૂછયું કે-“અરે ! આ