________________
[ ૨૮૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થો :
પર્વતના પણ પરમાણુઓને નિપુણપણાએ કરીને હરણ કરે છે, તે યમરાજરૂપી પવનનું પ્રતિવિધાન (ઉપાય) શી રીતે કરાય? જેમ પક્ષીએ એક વૃક્ષ ઉપર રાત્રિએ રહીને પ્રભાતસમયે પિતાપિતાની ઈચ્છાને અનુસરીને કોઈ પક્ષી ક્યાંઈ પણ જાય છે, તે જ પ્રમાણે અન્ય અન્ય સ્થાનથી એક કુટુંબમાં આવેલા છે યમરાજરૂપી સૂર્યના ઉદયકાળ બીજી બીજી નિને વિષે જાય છે. આ પ્રમાણે વિચારીને તેના અનુમાન વડે સમગ્ર પદાર્થોનું ક્ષણભંગુરપણું સારી રીતે જાણીને ધર્મને માટે જ ઉદ્યમ કરો.” આ પ્રમાણે સાંભળીને રાજા અને રાજપુત્ર શેકને ત્યાગ કરી તથા મુનિવરના ચરણને નમીને આ પ્રમાણે કહેવા લાગ્યા, કે-“મોહરૂપી અંધકારમાં પડેલા અને કૃત્ય અકૃત્યને નહીં જાણતા અમને સન્માર્ગ દેખાડનારા તમેએ માર્ગને વિષે સ્થાપન કર્યો. જે મોહરૂપી અંધકારને સમય સૂર્ય ચંદ્રવડે પણ હણવાને શક્તિમાન ન થવાય. તે અમારો મોહરૂપી અંધકાર હે ભગવાન! તમે વચનરૂપી કિરવડે અત્યંત હર્યો. ચિર કાળે કરેલા સુકૃતવાળા જીવોને તમારી જેવા મુનિઓ જોવામાં આવે છે, કેમકે ચિંતામણિ રત્ન કદાપિ અપુણ્ય વાનના હાથમાં શું રહે છે?” આ પ્રમાણે ચિરકાળ સુધી તે મુનિવરની સ્તુતિ કરીને તથા મોહના સંમોહને દૂર કરીને રાજા અને કુમાર વિગેરે પોતપોતાના કાર્યમાં ઉદ્યમી થયા. પછી તે સાધુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. ત્યાર પછી કેટલાક લાંબા દિવસો ગયા ત્યારે ચંપકમાળા દેવીને પણ વિવિધ પ્રકારના રોગનો સમૂહ પ્રાપ્ત થયેલ અને ગ્લાન પણાને પામી. ત્યારે વૈદ્યોને બોલાવ્યા. તેઓએ તેણીને ચિકિત્સા વિધિ પ્રારંભે, પરંતુ કાંઈ પણ વિશેષ (ફેરફાર) ન થયું. ત્યાર પછી ત્રિક, ચતુષ્ક અને ચર્ચરને વિષે પડહ વગાડવાપૂર્વક આ પ્રમાણે આઘોષણા કરાવી, કે-“જે માણસ આ દેવીને નીરાગ શરીરવાળી કરે, તેને રાજા મનવાંછિત અર્થ આપશે.” તે સાંભળીને કલિંગ દેશમાં જન્મેલે એક વૈદ્ય ત્યાં આવ્યું. તેને રાજકુળમાં લઈ ગયા. તેણે દેવીને જોઈ. રોગનું નિદાન ( કારણ ) સાંભળ્યું. ત્યારે પોતાની બુદ્ધિવડ રેગની શાંતિના મોટા ઓષધનો નિશ્ચય કરીને તે વૈદ્ય કહ્યું, કે–“હે મહારાજા ! જે આ દેવી માત્ર સાત રાત્રિ સુધી જ મદિરાની સાથે પંચુંબરીના ફળને ખાય, તે સારા શરીરવાળી થઈ જાય.” ત્યારે આ હકીકત ચંપકમાળાને કહેવરાવી. ત્યારે સર્વજ્ઞના ધર્મમાં નિશ્ચય સ્થાપન કરેલા મનવાળી તેણીએ કહ્યું, કે મોટા પવનથી ચંચળ થયેલા કમલિનીના પત્રના અગ્રભાગમાં લાગેલા જળબિંદુની જેવા આ ચંચળ જીવિતને માટે કર્યો ડાહ્યો માણસ આવું અકાર્ય કરે ? એમ કર્યા છતાં પણ કદાચ વીજળીની જેવું ચપળ જીવિત નાશ પણ પામે જે કદાચ તે જીવિત શાશ્વત થતું હોય, તે તેવું કરવું પણ શોભે. શ્રી વિતરાગના ધર્મને જાણીને તથા જીવિતનું અનિત્યપણું જાણીને કે માણસ આવું પાપ કરીને પિતાના આત્માને છેતરે? તેથી ભલે કાંઈ પણ થાઓ. હવે તે હું પંચ પરમેષ્ઠીના ચરણકમળને છોડીને બીજા કેઈનું પણ સ્મરણ નહીં કરું, વંદન નહીં કરું, અને પૂજન નહીં કરું. આ પ્રમાણે કરેલા