________________
પાના અનુરાગનું પૂર્વવૃતાંત.
[૨૬૩]
અનુરાગવાળા થયા. આ પ્રમાણે અત્યંત અયોગ્ય છતાં પણ, દુર્ગતિમાં જવાને કોલ કરાર આવ્યા છતાં પણ, મોટી નિંદાને પામ્યા છતાં પણ, તથા પિતાના રાજ્યથી ભ્રષ્ટ થયા છતાં પણ તે નરવાહન રાજા ફરીથી મોટી ઉન્નતિ(અસ્પૃદય)ને, ઉદાર ધર્મને અને સુગતિને જે પાયે, તે સદ્દગુરુના ઉપદેશનું માહાસ્ય જ છે. સમ્યફ પ્રકારે સમાધિ મનવાળા ગુરુઓ ધન્ય જીવોને પાપરૂપી કાદવમાં ખૂચેલા પ્રાણીઓના સમૂહને ટેકારૂપ લાકડીના જેવી અનુશિષ્ટિ(શિખામણ ) આપે છે. સદ્દગુરુના ચરણના પ્રસાદે કરીને એવું કાંઈ પણ દુય નથી, કે જે જાણી ન શકાય, તથા એવું કોઈ દુર્લભ નથી, કે જે પ્રાપ્ત ન થાય. આ પ્રમાણે હે વિજયવેગ વિદ્યાધર રાજા! અને હે મહાગ રાજ પુત્ર! તમે મને નરવાહન રાજાનું જે આખ્યાન પૂછયું હતું, તે આ મેં તમને જણાવ્યું.” આ સાંભળીને ઘણું લેકે પ્રતિબંધ પામ્યા, અને પિતાપિતાની શક્તિ પ્રમાણે તપ-નિયમની ક્રિયા કરવા પ્રવર્યા પછી રાજા વિગેરે સર્વ લેકે ઉઠીને ગુરુના ચરણને પ્રણામ કરીને જેમ આવ્યા હતા તેમ ગયા.
પછી બીજા દિવસે ફરીથી રાજા વિગેરે સર્વ લેકે આવ્યા. ગુરુએ ધર્મકથાનો પ્રારંભ કર્યો. પછી અવસરને પામીને ઉત્પન્ન થયેલી શંકાવાળા રાજપુત્રે ગુરુના ચરણકમળને પ્રણામ કરીને પૂછ્યું કે-“હે ભગવાન રૂપાદિક ગુણવડે અધિક એવા પણ બીજા રાજ પુત્રના સમૂહને મૂકીને માત્ર મારા પ્રતિછંદ(છબી-ફેટા)ને જ જઈને બરાબર સ્વરૂપને નહીં જાણવા છતાં પણ પડ્યા રાજપુત્રી માટે વિષે અનુરાગ પામી, તેનું શું કારણ? અથવા તો તે સર્વ વ્યતિકર (વૃત્તાંત) જાણતા છતાં પણ તમે તેમાં વિક્ષેપ કર્યો, તેનું શું કારણ?” ત્યારે સૂરિએ અવધિજ્ઞાનના બળથી પૂર્વભવનું સર્વ વૃત્તાંત જાણીને કહ્યું કે-“હે રાજપુત્ર! તું આ વૃત્તાંત સમ્યફ પ્રકારે સાંભળ:–
આ જ જંબુદ્વીપને વિષે અર્ધ ઐવિત ક્ષેત્રની પૃથ્વીના અલંકારરૂપ કુડિનપુર નામનું નગર છે. ત્યાં ષકર્મ કરવામાં તત્પર તથા પિંડને આપવાવડે અને ગાદિકના વિધાનવડે પ્રાણીઓના ઉપકારને કરેતો અર્જુન નામનો એક બ્રાહ્મણ રહે છે. તેને સારા શીલવાળી અને ધર્મમાં તત્પર સુષેણું નામની ભાર્યા છે. તથા બાલ્યાવસ્થાથી જ સાથે ધૂળની ક્રીડા કરતો કેલિદત્ત નામને મિત્ર છે. આ સર્વ (ત્રણે) સ્વભાવથી જ પ્રાણુંએને વિષે અનુકંપા કરવામાં તત્પર હતા, સ્વભાવથી જ દાક્ષિણ્ય અને દાન આપવાના શીલવાળા હતા, સજજને નિંદા ન કરે તેવા અને કુશળ પુરુષ હસે નહીં તેવા વ્યવ હારવડે વર્તતા તેઓ કાળને નિર્ગમન કરવા લાગ્યા. કેવળ અર્જુને બ્રાહ્મણ તેના (કોમના અને ઈર્ષાના) વિપાકને જાણતા છતાં પણ અત્યંત કોપવાળો અને ઈષ્યવાળો હો, સુષેણ સારા શીલવાળી અને માનવાળી હતી, તથા કેલિદત્ત પણ અંગીકાર કરેલાનું પાલન કરવામાં વ્યસનવાળો અને સ્વચ્છ (નિર્મળ) સ્વભાવવાળ હતું. આ પ્રમાણે કેટ