________________
. પિતાની શિખામણવડે અનંતકેતુને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ભાવના.
[ રપપ ]
જેમ પ્રવજ્યા ગ્રહણ કરીને ઘરમાંથી તત્કાળ નીકળી ગયે, અને ત્યારપછી સિંહની જેમ જાવજીવ સુધી તેણે વિહાર કર્યો. તેથી હે મહાનુભાવ! વત્સ ! મહાસત્વવાળા કેટલાક પુરુષ વિદ્યમાન મોટા અંત:પુરને પણ ત્યાગ કરે છે, અને બીજા પુરુષો બીજાને આધીન થયેલા અંત:પુરને હઠવડે ગ્રહણ કરવા ઈચ્છે છે. સનેહ કી અથવા રતિ કઈ? આવી સ્થિતિને વિષે સદભાવ કર્યો? તે પણ તેમાં જ રતિ હોય છે. અથવા તે કામદેવ કેને વિડંબના કરતો નથી?” આ પ્રમાણે વિદ્યાધરેશ્વરે ઉપદેશ આપે ત્યારે અનંતકેતુ પિતાના વિલાસને લીધે લજજાના ભારથી મીંચાયેલા નેત્રવાળે અને જાણે પિતાનું સર્વસવ હરણ કરાયું હોય તેમ અત્યંત કાંતિ રહિત મુખની શોભાને ધારણ કરતા પિતાના આત્માને નિંદવા લાગે, કે-“અરે ! પાપી જીવ! આ પ્રમાણે ઉત્તમ પુરુષનું ચરિત્ર સાંભળતે તું હજુ સુધી પિતાના ચરિત્રરૂપી મોટા પર્વતથી દબાયે છતાં પણ રસાતળમાં કેમ જ નથી ? અથવા પિતાના સત્કારપણાને કેમ અંગીકાર નથી કરતા? અહે! તારું વાગ્રંથિના જેવું કઠોરપણું કેવું છે? અહે! સદ્ધર્મની અપેક્ષા રહિતપણું કેવું છે? તથા દુર્ગતિમાં વસવાનું લાલસાપણું કેવું છે?” આ પ્રમાણે ઘણા પ્રકારની ભાવનાને ભાવતે તે રાજ પુત્ર તેવા કોઈ સંવેગના આવેગને પાયે, કે જેથી તરતજ પંચમુષ્ટિ લેચને કરીને દેવતાએ આપેલ, રજોહરણ અને પ્રતિગ્રહ વિગેરે સાધુવેશને ધારણ કરીને મેટા સવિડે આશ્રિત થયેલા ભવનની જેમ સર્વ સંગને ત્યાગ કરીને નીકળવા લાગે. તે વખતે તેના ચરણમાં પડીને વિદ્યાધર રાજાએ કહ્યું, કે-“હે વત્સ! કેમ આ પ્રમાણે અકસ્માત જ આ ન કહી શકાય તેવું, મેરુપર્વતને ઉપાડવા જેવું, હાથવડે મહાસમુદ્રને તરવા જેવું તથા ધારાવડે ભયંકર ખ જેવા સિંહને આક્રમણ કરવા જેવું દુષ્કર વ્રતનું ગ્રહણ આ પ્રથમ વયમાં જ તે કેમ આરંગ્યું ? હે વત્સ! શું તું નથી જાણતું ? કે કામદેવના બાણેની શ્રેણિ દુધર છે, ઇંદ્ધિરૂપી મહારાજેદ્રની શ્રેણિ દઈમ છે, મોટા સમુદ્રના મોટા કલોલની પરંપરાની જેમ દરેક ક્ષણે થતી શંકાની પરંપરા દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવી છે, તથા તર્ક વિના જ (અકસ્માત) આવી પડેલે કષાયરૂપી ભિલના ભાલાને સમૂહ દુઃખે કરીને રક્ષણ કરી શકાય તેવો છે, તેથી હે વત્સ! પાછલે કાળે કેટલાક લાંબા વખત સુધી અતિ કઠેર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપના કરવાવડે આત્માની તુલના કરીને તથા ભાવનાના સમૂહને ભાવીને વિચારીને) આ પ્રવજ્યા વિધાનનું આચરણ યોગ્ય છે.” તે સાંભળીને અનંતકેતુએ કહ્યું કે-“હે મહારાજા ! કુમાર્ગમાં પ્રવતેલા મારા મનને સન્માર્ગમાં જેડીને હવે વિક્ષેપને ઉત્પન્ન કરનારા વચનવડે તમે પ્રતિકૂલતા ન કરો. તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે, તે બીજે કંઈપણ ઉપકાર કરી શકે તેમ નથી.
રાજ્ય, લક્ષ્મી અને સ્ત્રી જન આ સર્વ કામઉપભેગની સામગ્રી આપ્યા છતાં પણ તે દુર્ગતિના ફળવાળી છે, તથા પરિણામે અત્યંત વિરસ છે. વળી તે ખેચર રાજા! વૃદ્ધિ પામતા અનંત કલ્યાણવાળી સદ્ધર્મની બુદ્ધિ કયા કયા અભ્યદયનું કારણ અવશ્ય ન થાય?