________________
[ ૨૪૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા :
મારે
ધ્યાયની સમાધિને વિષે મેાટા વિનયવડે ગુરુને પ્રણામ કરીને જવલન મુનિએ પૂછ્યું કે “તમારી જેવા પ્રકારની રૂપસંપદા છે, અને સર્વ લક્ષણેાએ કરીને સહિત આ દેહલતા છે, તેવા પ્રકારની સુખેથી લાલન કરેલા બીજા કાઇની દેખાતી નથી. તા યા નિમિત્તે કરીને નવીન યુવાવસ્થામાં પણ આવા પ્રકારનું કાયર મનુષ્યજનાને વ્યાકુલ કરનારું ચારિત્ર તમે ગ્રહણ કર્યું ? તે વિષે મને માઢુ કૌતુક છે, માટે સર્વથા પ્રકારે તમે કહેા.” ત્યારે સાધુએ કહ્યું કે “ હું મહાનુભાવ ! વીતી ગયેલી વસ્તુના કહેવાથી શું ફળ ? ” ત્યારે જ્વલન મુનિએ કહ્યું કે “તમે કહેા છે તેમજ છે, પરંતુ પેાતાના માલની નમ્રતાપૂર્વક પ્રાર્થનાને પૂર્ણ કરવી એ ગુરુને ઉચિત જ છે. ” ત્યારે ગુરુએ કહ્યુ કે“ જો એમ હોય તા તું સાંભળ. વિદેશા નામની નગરીમાં ધનવડે આચ( મોટા ) ધન નામના સા વાહ હતા. તેના વિજયાનંદ નામના સુપ્રસિદ્ધ પુત્ર છુ, હું ક્ષમાના સ્થાનરૂપે, સારા શીલવાળી, અત્યંત પ્રીતિવાળી અને જિને ધર્મને વિષે આસક્ત નવતી નામની ભાર્યો હતી. એકદા મહાનુભાવવાળી તેણીના શરીરમાં કાઈ પણ પ્રકારના ચિરકાળના ઉત્પન્ન થયેલા કર્માંના દેષે કરીને દુષ્ટ કુછ( કાઢ ) નામના મહાવ્યાધિ ઉત્પન્ન થયા. તેથી થાડા દિવસમાં જ સુવણૅની ક્રાંતિ જેવી શરીરની કાંતિ છતાં પણુ ભમરાના સમૂહ, કાયલ, ગવલ અને અંજનના જેવી થઇ ગઇ. એઇ અને નાસિકારૂપી વાંસ નષ્ટ થયા, આંગળીએ ગળી ગઈ, હાથ પગ વલય રહિત થયા, પરૂના પ્રવાહ શરીરમાંથી વહેવા લાગ્યા, અતિ દુઃસહ દુર્ગંધ ઉત્પન્ન થયા, અણુઅણુાટ કરતી માખીએના સમૂહના મુખ( ચાંચ )વડે શરીરમાં ત્રણના( છિદ્રના ) સમૂહ થયા. તેથી મંનમાં મરણુના નિશ્ચય કરીને મને આ પ્રમાણે કહેવા લાગી કે હું પ્રિયતમ ! દયાને પામેલા તમે જો મારું પ્રિય કરવાને ઇચ્છતા હા, તેા ચતુર્વિધ આહારના ત્યાગવડે મને અનશન આપે।. આવા પ્રકારની આપત્તિને પામેલી મારે હવે જીવવાથી શું ફળ છે? માટે હવે તે ત્રણ ભુવનમાં એક સારભૂત પંચ નવકાર જ મારું શરણુ છે. ’” ત્યારે હૈ સુતનુ ! ઔષધ આપવા વગેરેવડે હું તે પ્રકારે કરીશ કે, જેથી શીવ્રપણે તારું શરીર સારું થશે. આ પ્રમાણે તુ કાયર કેમ થાય છે ? ” આ પ્રમાણે મેં તેણીને કહ્યા છતાં પણ જવાબ આપ્યા વિના જ અનશનમાં સ્થિર રહી. ત્યારે પાસે રહેલા મેં તેણીને પંચ નવકાર મંત્ર આપ્યા. પછી અવસાન સમય પ્રાપ્ત થયા ત્યારે મેં પ્રેમ સહિત તેણીને આ પ્રમાણે કહ્યું.કે-“ દેવપો ઉત્પન્ન થયેલી તુ મને દર્શન આપજે, ” ત્યારે તેણીએ એ અંગીકાર કર્યું. પછી મનમાં સંવેગ પામેલી તે સમ્યક્ પ્રકારે પંચ પરમેષ્ઠીમત્રનું સ્મરણ કરતી મરણુ પામી. પછી સૌધર્મ દેવલેાકને વિષે મનેાહર દેવલક્ષ્મીને પામીને તત્કાળ અવધિજ્ઞાનવર્ડ પ્રિયતમને આપેલા પ્રતિવચન( ઉત્તર )ને જાણીને તત્કાળ ઉદય પામેલા બારે સૂર્ય કરતાં પણ અધિક તેજવડે દિશાઓના સમૂહને પ્રકટ કરતી તે મારી પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગી. “ હું આ પુત્ર ! તમે મને ઓળખેા છે. કે નહીં? તે હું તમારી ભાર્યા પૂર્વે કહેલુ