________________
-
- -
-
-
જવલનને થયેલ નિધાન પ્રાપ્તિ.
[ ૨૩૩ ]
“જેવી વાસના હોય, તે જ પ્રમાણે જેને સુખ દુખ પ્રાપ્ત થાય છે. સભ્યપ્રકારે તેને વિચાર કરીએ તે તે સુખ દુઃખ પરમાર્થથી સત્ય નથી. ગૃહસ્થીઓ ખેતી અને સેવા વિગેરેને વિષે આસક્ત થઈને પણ સારું સુખ માને છે, અને મસ્તકને લેચ તથા ભૂમિશયન વિગેરેને દુઃખરૂપ માને છે. પરંતુ પરલોકના સુખમાં આસક્ત થયેલા મુનિઓ તેને વિપરીત કહે છે, તથા પરમાર્થ દષ્ટિવડે તે જ પ્રમાણે (વિપરીતપણે ) અનુભવે છે. અન્યથા સારગુંજની જેમ એકચિત્તવાળા થઈને અગ્નિમાં પ્રવેશ કરે અને યુદ્ધમાં ભાલાને પણ કમળના નાળની જેવા કમળ કેમ છે?” આ પ્રમાણે તે મહાત્મા બ્રાહ્મણ મનમાં જૂદા પરિણામવાળો થઈને આ ભવ સંબંધી અર્થને વિષે જેમ તેમ જ્યાં ત્યાં સંતેષને પામતે હતે. પછી એક વખત રાત્રિએ છેલા પહેરમાં સ્વપ્નમાં આ પ્રમાણે તેણે જોયું કે કોઈ એક મનુષ્ય ચારે દિશામાં સિંહ, વરૂ, સર્પ અને શાર્દૂલવડે અત્યંત બ્રાંતિ પામેલા અને મોટા ભયથી પીડા પામેલા પિતાના આત્માને લાકડી વડે સિંહ વિગેરે ધાપદને હણને, ભય તથા શંકાને દૂર કરીને મોટા પર્વતના શિખર ઉપર ચડાવ્યું. આ પ્રમાણે સ્વપ્ન જોઈને મોટા સંતેષને ધારણ કરતા તે જવલન જાગે. અને તેણે વિચાર કર્યો કે-“આ સ્વપ્નને શો પરમાર્થ છે? તે નિશ્ચયથી જાણી શકાતું નથી. સામાન્યથી તે જણાય છે કે કલ્યાણને હેતુ છે. ” એમ વિચારીને તે પ્રભાતે વખપાઠકની પાસે ગયે. તેની પાસે કાંઈક ફળ મૂકીને આદર સહિત તેણે સ્વપ્નનું ફળ પૂછયું ત્યારે સ્વપ્ન પાઠકે પણ સારી રીતે વિચારીને કહ્યું કે-“હે બ્રાહ્મણ ! હું તને કહું છું કે આ વપ્ન સામાન્ય નથી. થોડા દિવસમાં જ તને કેઈ મહાપુરુષને સંગમ થશે, આ કારણથી જ તારા અનર્થનું નિસ્તરણ થશે.” ત્યારે “બહુ સારું” એમ કહીને જવલને તે અંગીકાર કર્યું અને મનમાં સંતુષ્ટ થઈ પિતાને ઘેર ગયો. પછી કઈક દિવસે તે ઘરના આંગણામાં બેઠો હતો ત્યારે મોટા વેગના લશથી રેણુના સમૂહને ઉછાળ અને ગુંજારવને કરતો મેટા વાયુનો સમૂહ તે પ્રદેશમાં આવ્યા. તે વાયુએ મંડળની લતા ભાંગી નાંખી ત્યારે વ્યાકુળ ચિત્તવાળો તે પણ લતાને લાવીને તેને ખોદવાને નિમિત્તે તે પ્રવર્યો. કેશવડે તે જમીનના દરને દવા લાગ્યું. તે વખતે તાંબાના ઘડાના કાંઠા ઉપર તે કેશ લાગવાથી તડતડ કરીને ખટકી ગઈ (પડી ગઈ છે. તે વખતે “આ શું છે?” એમ વિસ્મય પામેલા તેણે પાસેનો ભાગ શોધતાં એક માટે નિધાનને કલશ પ્રાપ્ત કર્યો. તેને બહાર કાઢીને પિતાના ઘરમાં નાખ્યા અને તેને ઠેકાણે લતાને આરોપણ કરી મંડપને ઊભો કર્યો. પછી
ગ્ય સમયે તે નિધાનના મુખને ઉઘાડીને તેમાંથી દશ સ્ત્રીઓના સર્વ અંગને યોગ્ય મોટા મૂલ્યવાળા અલંકાર, અમૂલ્ય રત્નનો સમૂહ અને કેટલાક મોટા જાય કાંચનને સમૂહ બહાર કાઢ્યો. તે વખતે મોટા સંતેષને પામેલ તે વિલન વિચારવા લાગ્યો કે“તે મહાપુરુષ અને કાત્યાયની દેવીએ સત્ય જ કહ્યું હતું, કે સત્વ રહિત મનુષ્યને કોઈપણ