________________
[ ૨૨૬]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૪છે :
(સુકૃત વિનાના) દૂર દેશમાં જાય તો પણ બીજાનાં ચાકરપણાને પામે છે, તેથી હે ભદ્ર! તમે સર્વ પ્રયત્નવડે સુકૃતને માટે જ ઉદ્યમ કરે અને પેટા વિક૯૫થી વ્યાકુળ મનવાળા થઈને ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે. આ પ્રમાણે તે મુનિએ ધર્મપ્રધાન ઉપદેશ કર્યો ત્યારે આપણે પ્રતિબંધ પામ્યા, અને તેની જ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી વિવિધ પ્રકારની તપસ્યા કરીને છેવટે અનશન કરીને મરણ પામીને તું અને હું દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવ સંબંધી સુખ ભેળવીને આયુષ્યને ક્ષય થયો ત્યારે ચવ્યા. પછી હું પોતનપુર નગરમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયે અને કેટલાક વર્ષો સંસારનું સુખ ભોગવીને આ ભગવાન ગુણધરસૂરિની પાસે મેં દીક્ષા ગ્રહણ કરી. અને હમણાં તને જોવાથી મને જાતિમરણ ઉત્પન્ન થયું.” આ પ્રમાણે અતીત(પૂર્વ) વૃત્તાંત કહેવાથી પૂર્વે અનુભવેલા સર્વ વ્યતિકરનું કથન શ્રવણના વિષયમાં આવવાવડે દ્રોણને પણ જાતિ સ્મરણ થયું. હસ્તતળમાં રહેલા મુક્તાફળ(મોતી)ની જેમ પૂર્વે અનુભવેલું સર્વ પ્રત્યક્ષ થયું. પછી સૂરિમહારાજના પગમાં પડીને તે કહેવા લાગ્યું કે-“હે ભગવાન! ઘણા દિવસથી મૂકી દીધેલી કુટુંબની ચિંતાના વશથી મારું મન સંયમ ગ્રહણ કરવા ઉત્સુક થાય છે, પરંતુ બીજું કાંઈ કારણ નથી. તેથી મારે અહીં શું કરવું એગ્ય છે?” ત્યારે સૂરિએ કહ્યું કે
આ અનંત સંસારમાં વિવિધ પ્રકારની યોનિને વિષે ભમતા પ્રાણીઓને પિતા, માતા અને પુત્ર વિગેરેપણાએ કરીને કણ કણ ઉત્પન્ન નથી થયા? અથવા કોના અર્થ ઉપાર્જન વિગેરે વ્યાપાર કેણે નથી કર્યા? અને પિતાના આત્માને અત્યંત દુષ્કર વ્યવસાયમાં કે નથી નાંખ્યો? તથા ક્યા દુષ્કર્મો નથી કર્યા? અથવા ધન મેળવવા માટે મલિન ચિત્તવડે મુગ્ધજનેને છેતરવાના કયા પ્રકારે નથી પ્રારંભ્યા? તથા સ્વજનાદિકને વિનાશ થાય ત્યારે નેહને વશ થયેલા અને તેના વિરહથી દુઃખી થયેલા કેણે પોતાનો આત્મા અગ્નિમાં નથી નાંખે? અને તેની પ્રતીતિવાળા ચિરકાળના વિવિધ પ્રકારના વિડંબનાના કયા સમૂહ આ અનંત કાળના સંસારરૂપી ભવનને વિષે પૂર્વે નથી અનુભવ્યા? જે આ સંસારમાં સ્વજનાદિક પરિમિત (ઘેડ) હોય, તો તેના વિષયવાળી કાંઈક ઉચિત એવી પણ સુખ, દુઃખના નિર્વાહની ચિંતા હોઈ શકે છે. પરંતુ ત્રણે ભુવનને વિષે પરજન કઈ પણ નથી, તેથી કોને ઉપચાર કરવો? અથવા કોને ન કરે? આ જગતમાં તે કોઈ પણ જીવ નથી, કે જે પુત્રાદિકપણે થયે ન હોય, તથા જે તારા પિતાદિકપણે ઉત્પન્ન થયા ન હોય, તેવા પણ નથી. આ પ્રમાણે પરસ્પર સ્વજનપણું સર્વ પ્રાણીના વિષયવાળું હોવાથી સર્વને વિષે સનેહ અથવા અનેહ કરવો યોગ્ય છે. તથા સર્વ પ્રાણના વિષયવાળો નેહ ત્રિવિધ ત્રિવિધ કરીને રક્ષણ કરવાથી જ થાય છે. અને તે રક્ષણ જિને. શ્વરની દીક્ષાને પામેલા ચિત્તવાળાને જ સંભવે છે તેથી હે ભદ્ર! જે સ્વજનાદિકને વિષે ઉપચાર રહિત સ્નેહને તું ધારણ કરતા હોય તે તેના ઉપચાર(ઉપકાર)ને માટે તું દીક્ષા ગ્રહણ કર.” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે યથાર્થ બોધ ઉત્પન્ન થવાથી કુટુંબના