________________
-
દ્રોણે સ્વીકાલે ગૃહસ્થ ધર્મ
[ ૨૧૭ ]
દેવબુદ્ધિને, અગુરુને વિષે ગુરુબુદ્ધિને અને અધર્મને વિષે ધર્મબુદ્ધિને ત્યાગ કરીને અઢાર દેષથી રહિત જિનેશ્વર જ ગુરુ છે, દશ પ્રકારના ધર્મમાં એકાગ્ર બુદ્ધિવાળા સાધુવર્ગ જ ગુરુ છે, અને સમગ્ર પ્રાણીઓના સમૂહની રક્ષા કરવામાં પ્રધાન અને ક્ષાંતિ સારવાળે જ ધર્મ છે એમ જાણી તે ત્રણેને અંગીકાર કરીને જીવદયાદિક નિત્યકર્મને વિષે ક્રીડા કર, તેમ કરવાથી તું અપાર સંસારસાગરને તરી જઈશ.
દેવ, મનુષ્ય અને અસુર સહિત આ જગતને વિષે એનાથી બીજે કઈ પણ નિરવદ્ય ગુણવાળો સંસારને તારનાર પ્રગટ ઉપાય છે જ નહીં. જે કોઈ પણ જીવ કર્મના ક્ષયને કરે છે, કરતા હતા અને કરશે, તે સર્વે આ જ ઉપાયવડે છે, અન્યથા નથી. ચાર ગતિએ કરીને ગહન આ સંસારરૂપી મોટી અટવીરૂપી કડાઈમાં ભમતા (ઉકળતા) છને મનુષ્યપણુ વિગેરે સામગ્રી મળવી દુર્લભ છે. મનુષ્ય ક્ષેત્ર, સારી જાતિ, ઉત્તમ કુળ, સારું રૂપ, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, પિતાના મનને નિગ્રહ, શ્રદ્ધા અને સંયમ આ સર્વ અત્યંત દુર્લભ છે. ઘણુ કાળથી નહીં પામેલા પણ પિતાના મનનો નિગ્રહ વિગેરેને કઈ પણ કુશળ કર્મના ઉદયવડે પામીને હવે તેના લાભને માટે તું યત્ન કર, આ પ્રાપ્ત થવાથી સર્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું, કેમકે આનાથી રહિત છને અનંત ભવમાં - શમણ કહ્યું છે. વિલાસવાળી સ્ત્રી, રાજ્ય અને ધનને વિસ્તાર કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય છે, પરંતુ ફરીથી પ્રાપ્ત ન થાય તેવા ક્ષમાદિક ગુણ, સાધુ અને સદ્ધર્મની સામગ્રી પ્રાપ્ત થતી નથી. આ સામગ્રીને પામીને પણ જે જીવ તુચ્છ અને નીરસ સંસારના અર્થમાં આસક્ત થઈને કઈ પણ પ્રકારે તેને શિથિલ કરે, તે દુઃખરૂપી દાવાનળથી બળતા તે શોક કરે છે. જે પિતાના આત્માનું હિત કરવાના મનવાળો હેય, અને જે જરા પણ દુઃખને ઈચ્છતો ન હોય, તે જીવે સમગ્ર પાપવ્યાપારનો ત્યાગ કરીને આમાં જ અત્યંત ઉદ્યમ કરવો જોઈએ.” આ પ્રમાણે એકાગ્ર ચિત્તવાળો દ્રોણ સાંભળીને મુનિના ચરણને નમીને કહેવા લાગ્યો કે-“હે ભગવાન! હવેથી મારે સર્વથા પ્રકારે તમારા ચરણકમળની સેવા જાવજીવ સુધી કરવી યોગ્ય છે, પરંતુ માત્ર કાંઈક કુટુંબની સારવારરૂપી બંધનવડે બંધાયેલ છું, તેથી કેટલાક દિવસ તેની સારસંભાળ કરીને હું સંયમ કરવા (ચારિત્ર લેવા) ઈચ્છું છું.” ત્યારે મુનિએ કહ્યું કે-“જે એમ હોય, તે મિથ્યાત્વાદિકને ત્યાગ કરીને યથાશક્તિ અંગીકાર કરેલા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપી કલંક રહિત ગૃહીલને હર્ષ સહિત અંગીકાર કર.” તે સાંભળીને “બહુ સારું” એમ કહીને ગ્રતાદિકના વિસ્તારવાળા ધર્મકૃત્યને ભાવપૂર્વક સારી રીતે જાણીને જેમ દોર્ગત્યરૂપી શિલાના સમૂહવડે પીડા પામેલે પ્રાણી રનના નિધાનને પામે, તથા મેટા રોગથી પીડાયેલો માણસ જેમ દિવ્ય ઔષધને પામે, તેમ દ્રોણે તે ગ્રહીમ પ્રાપ્ત કર્યો. ત્યારથી આરંભીને તે મહાત્મા ત્રણે સંધ્યાએ જિનેશ્વરનું વંદન, પૂજન તથા અણુવ્રતાદિકની ભાવનાને વિષે * ૨૮