________________
[ ૨૦૨].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે :
પુત્ર સહિત અને જાતિવંત (સારા) અશ્વ અને ઉંટ વિગેરે ઉતાવળા વાહન સહિત જયમંગળ ત્યાંથી નીકળે, અને વિલંબ રહિત (શીધ્ર) પ્રયાણ કરીને જો તે કોસાંબીપુરીએ પહેપે. તેનું આવવું જાણીને પિતાએ નગરીમાં મહોત્સવ કરાવે. નગરના મોટા જાવડે અનુસરતા તે રાજપુત્રે ઘરમાં પ્રવેશ કર્યો. રાજાને (પિતાને) જેયા અને તેને પ્રણામ કર્યા. તે વખતે રને હવટે વિકસ્વર થયેલા નેત્રવાળા તે રાજાએ આદર સહિત તે રાજપુત્રને આલિંગન કરીને પિતાના ઉલ્લંગમાં (ખોળામાં) બેસાડ્યો, અને પૂર્વને વૃતાંત પૂછયે. ત્યારે લજજાવડે મીંચાયેલા નેત્રકમળવાળા તેણે યથાર્થ વૃત્તાંત કહ્યો. આ પ્રમાણે જૂદી જૂદી કથાવડે એક ક્ષણ ગુમાવીને તે રાજપુત્રને પિતાના મકાનમાં જવાને વિદાય કર્યો. પછી તેણે સ્નાન ભેજનાદિક કાર્ય કર્યું. પછી ઉચિત સમયે ફરીથી રાજાએ તેને બેલા, અને તેને આસન આપ્યું તેના ઉપર તે બેઠો. ત્યારપછી પ્રેમ સહિત તેને કહ્યું કે-“હે વત્સ! આ રાજયને તે અંગીકાર કર. અમે માત્ર પાંચ રાત્રિ સુધી જ જીવિતવાળા છીએ, તેથી હવે અહંદન ગણિની પાસે સંથારક પ્રવજ્યાને અંગીકાર કરીને અનશન ગ્રહણ કરવાપૂર્વક આરાધના કરવાને ઈચ્છીએ છીએ.” આ પ્રમાણે સાંભળીને હૃદયમાં ન માય તેવા સંતાપવાળો થઈને “હવે મારે શું કરવું?” એમ વિચારીને શ્યામ મુખવાળો અને નીચી દષ્ટિવાળો તે જેટલામાં કાંઈ પણ બોલ્યો નહીં, તેટલામાં રાજાની કુટિ ઊંચી કરવા માત્રથી જ તૈયાર થયેલા રાજાના પ્રધાન જનેના હાથમાં આપેલા સુવર્ણકળશના મુખમાંથી ઝરત તીર્થજળનો પ્રવાહ તેના મસ્તક ઉપર પડ્યો. ત્યારે “હે પિતા! આ શું? આ શું?” એમ બોલતા રાજપુત્રને રાજાએ કહ્યું કે-“હે વત્સ! આ વખતે આ જ ઉચિત છે, કેમકે પરંપરાથી પિતાની જાતે જ આવેલા પદાર્થોથી અવળા મુખને કરનારા પુરુષ શોભતા નથી, તેથી હે પુત્ર! હવે તું સારી રીતે પૂર્ણ પુરુષોની સ્થિતિવડે વર્તજે (રહેજે) અને સર્વ વ્યવહારને જણાવવામાં નિપુણ બુદ્ધિવાળા અને તારી પીઠના સેવક જેવા (આ પ્રધાન જન) માત્ર તને ઉપદેશની પરંપરારૂપ છે. ” આ પ્રમાણે કહીને તે કાળને ઉચિત ખામણા વડે અંત:પુરને, પુરના લોકોને અને સામતાદિક જનને ખમાવીને તે રાજા અહંદર ગણિની પાસે ગયો. ત્યાં સંથારક દીક્ષા ગ્રહણ કરી, અત્યંત સમાધિને વિષે મનને સ્થાપન કર્યું, અને સાધુ ઓની સમીપે થઈને આરાધના સૂત્રનું પરિવર્તન શરૂ કર્યું. ગુરુમહારાજે પણ કમળ અને મધુર વાણીવડે ઉપદેશ આપે. આ પ્રમાણે તે વિજયઘોષ રાજર્ષિ તે કાળને ઉચિત સર્વ કાર્ય કરીને નિરંતર પંચ નમસ્કારનું સ્મરણ કરતા મરણ પામીને સર્વાર્થસિદ્ધિને વિષે દિવ્ય દેવઋદ્ધિને પામે. જયમંગળ રાજા પણ પરાભવ ન પામે તેવા પ્રતાપવડે સામંત સમૂહને વશ કરીને, જિનશાસનની પ્રભાવનામાં તત્પર રહીને અને સારા સાધુઓના ચરણકમળની સેવામાં એકચિત્તવાળે થઈને અશ્વ અને હાથીએ કરીને દેદીપ્યમાન રાજલક્ષમીને ભેગવવા લાગે, પરંતુ તેની પત્ની (ઓરમાન) માતા પદ્માવતી