________________
•
ગર્જનપુરમાંથી જયમંગલનું પિતાને મળવા માટે પ્રયાણ.
[ ૨૦૧]
આદરસત્કાર કર્યો, અને સમીપે આપેલા આસન ઉપર તેઓ બેઠા. પછી તેઓએ પંચાંગ પ્રણામ કરવાપૂર્વક તેને તેના પિતાને ગુપ્ત લેખ(કાગળ) આપે. તે લઈને જયમંગળ વાં. તેને ભાવાર્થ તેણે જાયે. તે આ પ્રમાણે-“મારા શરીરનું સર્વ બળ નાશ પામ્યું છે, મારી દષ્ટિ પણ જોવાલાયક પદાર્થને વિષે મહાકથી પ્રવર્તે છે, પ્રાયે કરીને મારું આયુષ્ય પૂર્ણ થયું છે, મારા પ્રાણે પરાણાની જેમ હમણાં જ જવાની ઈચ્છા કરે છે, તેથી જે મને જોવાની તારી ઈચ્છા હોય, તે તું નિઃશંકપણે એકદમ અહીં આવ.” આ ભાવાર્થને વિચારતા તેના અંત:કરણમાં મોટા શોકને સમૂહ ઉત્પન્ન થવાથી નેત્રમાંથી અશ્રુનું જળ નીકળવા લાગ્યું. આવા પ્રકારના તે જયમંગલને જોઈને કુવલયચંદ્ર રાજાએ તેને કહ્યું કે-“હે મહારાજા ! સર્વ દુઃખી અવસ્થાઓમાં મહાપુરુષોનું હૈયે જ અલંકારરૂપ છે, તે પછી મહાસાગરની મર્યાદાના ઉલંઘન જેવું અને મેઘની કચરાની વૃષ્ટિ જેવું આ શું થયું?” તે વખતે શોકના સમૂહથી ગળાની સેર રૂંધાઈ જવાથી બલવાને અશક્ત થયેલા જયમંગળ કુવલયચંદ્રને તે લેખ આપે. તે તેણે વાંચો અને તેનો ભાવાર્થ જા. તેથી અહો ! આને રૂદનનો આરંભ થયો તે યોગ્ય જ છે” એમ વિચારતા કુવલયચંદ્ર તેને કહ્યું કે-“હે મહાયશવી! તું કેમ સંતાપ કરે છે? આ મોટું કાર્ય છે, તેથી કાળનો વિલંબ કર નથી. કેમકે દ્રવ્યને વિસ્તાર, રાજ્ય અને સ્નેહીજન વિગેરે સર્વ સુલભ જ છે, પરંતુ માતાપિતાનું દર્શન દુર્લભ છે, તે ફરીથી સંભાવશે નહીં. પુત્રના દર્શનની ઈચ્છાવાળા માતાપિતાનું મરણ થવાથી અને તેનું દર્શન નહીં થવાથી હૃદયમાં ખટકતું (વ્યાત થએલું) તે દુઃખ જન્માંતરને વિષે પણ વિરામ પામશે નહીં. તેથી હે મહાભાગ્યવાન ! હમણાં આ કાર્ય કાળના વિલંબને સહન કરશે નહીં, તેથી વ્યામોહ ત્યાગ કરીને કાળને યોગ્ય આચરણ કરવું એગ્ય છે. ” આ પ્રમાણે કુવલયચંદ્ર કહ્યું ત્યારે “ કાર્યને નિર્ણય કરવામાં નિપુણ બુદ્ધિવાળો આ (રાજા) ઉચિત કહે છે” એમ મનમાં નિશ્ચય કરીને જયમંગળ કહ્યું કે-“હે મહારાજા! તમે સત્ય કહ્યું છે, પરંતુ પ્રેમના અનુબંધને ઉલ્લંઘન ન કરાય તેવા જેમ પિતા છે, તે જ તું પણ છે. આ પ્રમાણે ડેાળાયમાન ( વ્યાકુલ) મનવાળો હું શું કરું? ” ત્યારે કુવલયચંદ્રે કહ્યું કે—-“આ એમ જ છે, પરંતુ માતાપિતાના પ્રેમનો ભંગ બીજા પ્રજનના ભંગથી અત્યંત અધિક( માટે) છે. તેથી શીધ્રપણે પ્રયાણ કર. કેવળ હું પણ તારી સાથે આવીશ, તે બાબત તારે પ્રતિ કૂળ કરવું નહી.” ત્યારે જયમંગળ કહ્યું કે-“હે મહારાજા! તું એમ ન બોલ, કેમકે નાયક વિનાનો આ દેશ પાછળથી પશ્ચાત્તાપવાળ કેમ ન થાય ? દીક્ષા લેવાની ઈચ્છાવાળા મહારાજા(પિતા)નું શિક્ષાવચન શું તને યાદ આવતું નથી ? તેથી કેટલાક દિવસ સુધી તું પ્રજાનું પાલન કર. અને હું પિતાને જોઈશ અને શરીરની સ્થિતિ પૂછીશ.” આ પ્રમાણે મોટા કષ્ટવડે તેની ગર્જનપુરના રક્ષણ માટે સ્થાપના કરી, પિતાના કેટલાક પ્રધાન રાજ
૨૬.