________________
-
-
-
-
-
-
-
-
શુભદત્ત ગણધરને પૂર્વભવ વૃતાંત.
[ ર૦૯ ]
તીણ નવડે તેને આખી રાત્રિ ઉપસર્ગ કર્યો, તે પણ સારી રીતે આધ્યાત્મિક આત્માવાળા તે જયમંગળ મુનિ જરા પણ ધર્મધ્યાનથી ચલાયમાન થયા નહીં. તે પણ કારણ વિના જ વૈરવાળી અને પાપ પ્રકૃતિવાળી તેણીએ તે મહાત્માને સમુદ્રની મધ્યે નાંખવાને પ્રારંભ કર્યો. આ અવસરે અવધિજ્ઞાનના બળથી જયમંગળ મુનિને વ્યતિકર જાણીને કુવલયચંદ્ર દેવ અય્યત ક૫થી મનને જીતનારા મોટા વેગવડે તેની પાસે આવ્યા, ત્યાં મોટા કોપના સંરંભથી ઉગ્ર અને દુષ્ટ ચેષ્ટાવાળી તે વ્યંતરીને કાઢી મૂકીને ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક હર્ષ સહિત મુનિના ચરણકમળને વિષે પડ્યો. સાધુ પણ સૂર્યમંડલ ઉદય પામે સતે, પ્રચંડ અંધકારને માટે સમૂહ નાશ પામે છે અને દિશાને સમૂહ પ્રગટ થયે સતે કાયોત્સર્ગને પારીને ઉચિત સ્થાને બેઠા. ત્યારે ફરીથી તે દેવે તેને વંદના કરી. ત્યારે સાધુએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કોણ છે? અથવા તેં આ બિચારીને કેમ કાઢી મૂકી? પૂર્વે મેં કરેલા દુષ્કૃતને ખપાવવામાં તે ખરેખર સહાય કરનારી છે. તેથી પરમાર્થથી તે તે સન્માન કરવાનું જ સ્થાન છે.” ત્યારે તે દેવે કહ્યું કે-“હા, એમજ છે, પરંતુ ઉત્તમ ચારિત્રવડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા અને શત્રુ મિત્રને સમાન ગણનારા તમારી જેવાને આવા પ્રકારના ઉપસર્ગોને સમૂહ કરવાથી તે બિચારી દુરંત સંસારરૂપી અરણ્યના ભયંકર, મોટા અને તીક્ષણ દુઃખનું સ્થાનરૂપ ન થાઓ એમ ધારીને મેં તેણીને કાઢી મૂકી છે, પરંતુ તેણીના કરેલા ઉપસગવડે દુઃખી થતા તમારા મનને સારું (શાંત) કરવા માટે કાઢી મૂકી નથી.” ત્યારે ભગવાને કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ તમે ક્યા દેવલોકમાં વાસ કરનાર છો ? અને તમારું નામ શું છે? તે તમે કહે. આ બાબત મને મોટું કૌતુક છે.” ત્યારે તે દેવે પિતાને સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો, ત્યારપછી તે કુવલયચંદ્ર દેવ એક ક્ષણવાર ભગવાનની પર્યુંપાસના (સેવા) કરીને, નાટ્યવિધિ દેખાડીને ચલાયમાન મણિ કુંડલવાળો સ્વર્ગની સન્મુખ મરકતમણિના થાળ જેવા શ્યામ આકાશતળમાં ઉપડ્યો. સાધુ પણ ક્રમે કરીને અંતને પામેલા આયુષ્યને જાણીને સંમેરૂ પર્વતના શિખર ઉપર ચડ્યા. ત્યાં ભક્ત પ્રત્યાખ્યાન કરીને, મરણ પામીને જયંત વિમાનમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં મોટા સુખના સમૂહને અનુભવીને, ત્યાંથી આવીને આ જ જંબુદ્વિપ નામના દ્વિીપને વિષે દક્ષિણ ભરતાઈ ક્ષેત્રમાં ક્ષેમપુરી નામની નગરીમાં ધનંજય નામના સામંતની લીલાવતી નામની ભાર્યાના ગર્ભમાં શુભ સર્વપનથી સૂચવેલ પુત્રપણે ઉત્પન્ન થયા અને ઉચિત સમયે પ્રસળે. તે વખતે વધામણી થઈ. પછી બાર દિવસ ગયા ત્યારે તેનું શુભદત્ત નામ પાડયું. પૂર્વ જન્મમાં જ્ઞાનની આરાધનાના ફલવડે નિર્મલ બુદ્ધિને પ્રકર્ષ ઉત્પન્ન થવાથી થોડા કાળમાં જ સમગ્ર કળાઓને સમૂહ તેણે પ્રાપ્ત કર્યો. અનુક્રમે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરીને યુવાવસ્થાને પામ્યો. ઈચ્છતા નહીં છતાં પણ મોટા કષ્ટ કરીને દારા(સ્ત્રી)ને સંગ્રહ '૨૭