________________
[૧૬૮ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો
પ્રથમ વયમાં વર્તનારા, તથા(માતાપિતાવડે) અપાતા પણ રાજ્યને, રાષ્ટ્ર(દેશ)ને, અંત:પુરને અને અત્યંત સનેહી બાંધવજનને ત્યજીને સુર, અસુર અને મનુષ્યવડે સ્તુતિ કરાતા (તે ભગવાન) પૂર્વે બનાવેલી શિબિકા ઉપર ચડ્યા, અને કનક તથા મણિના બનાવેલા પૂર્વ દિશામાં સ્થાપન કરેલા સિંહાસન ઉપર બેઠા. તેની બન્ને બાજુએ નીહાર (હિમ) જેવા વેત બે ચામરને વીંઝતી તથા મનહર શણગાર અને નેપથ્યને ધારણ કરનારી કૃતિકાઓ રહી, અને ભગવાનની ઉપર સૌધર્મેન્દ્ર પોતે જ ક્ષીરસાગરના ઉછળતા ફણના સમૂહ જેવા વેત છત્રને ધારણ કર્યું.
પછી પ્રથમ સ્નાન કરેલા, હરિચંદનથી વિલેપન કરાયેલા પવિત્ર નેપથ્યને ધારણ કરેલા, દક્ષ અને બળવાન, તથા મોટા સંતોષવડે ઉછળતા રોમાંચવાળા અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હજાર (સંખ્યાવાળા) પુરુષોએ તે શિબિકા ઉપાડી, તથા મણિના બનાવેલા દર્પણાદિક આઠ મોટા મંગલ નેત્રના માર્ગમાં ચલાવ્યા. આ પ્રમાણે જગદગુરુ ચાલ્યા ત્યારે સૌથી પ્રથમ ભદ્ર જાતિવાળા, સાતે અંગે પ્રતિષ્ઠાવાળા, સુવર્ણના કેશવડે બાંધેલા દાંતવાળા, સપુરુષની જેમ નિરંતર દાન(મદ)ને વરસાવતા એક સો ને આઠ, મોટા હાથી ચાલ્યા, ત્યારપછી (તે હાથીની પાછળ) સુવર્ણના નિગ(ચેકડા)વડે યુક્ત, જાતિવંત સુવર્ણના અરિસાવડે શોભતી કટિવાળા, ઉત્તમ પુરુષની જેમ શ્રીવત્સના ચિન્હવાળા અને વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા એક સો ને આઠ શ્રેષ્ઠ અંક ચાલ્યા. ત્યારપછી વિવિધ પ્રકારના શાસ્ત્રના સમૂહવડે ભરેલા, રણુરણાટ શબ્દ કરતા કિંકિણીના સમૂહવડે વ્યાસ, વજ પટના આટોપે કરીને મને હર, મોટા રાજાની જેવા સારા છત્રવાળા, જયપતાકાવાળા, અને તેરણવાળા એક સો ને આઠ રથે ચાલ્યા. ત્યારપછી લોઢાના મજબૂત સંનાહ( બખતર )વડે શોભતા શરીરવાળા, હાથને વિષે વિકરાળ ખ, કુંત, કષણિ, અને ચાપ (કામઠું) વિગેરેને ધારણ કરનારા અને મહામુનિરાજની જેમ ચરણ (ચરિત્ર-પગ) ને વિષે જ એકાગ્ર મનવાળા એક સો ને આઠ સુભટે ચાલ્યા. ત્યારપછી અનેક અશ્વના સૈન્ય, હાથીના સૈન્ય, રથના સૈન્ય અને પદાતિના સૈન્ય ચાલ્યા. ત્યાર પછી ઘણા મુંડીઓ (નાપિત), શિખંડીઓ ( શિખાબદ્ધ), દંડિઓ (દંડ ધારણ કરનારા), હાંસી કરનારાઓ, ક્રીડા કરનારા, કલહ કરનારા, ગાયન કરનારા, નાચ કરનારા. હાસ્ય કરનાર અને જય જય શબ્દ કરનારા અનેક જનો ચાલ્યા. રાજ પણ હાથી ઉપર ચડે, સ્વજનાદિક સહિત, કમળવડે સરોવરની જેમ વિમાનના સમૂહવડે પૂર્ણ થયેલા આકાશના વિસ્તારને, ભુવનેંદ્ર અને વ્યંતરંદ્રવડે અત્યંત ભરેલા પૃથ્વીતલને તથા એકજ ઠેકાણે મળેલા ત્રણ ભુવનની જેમ તે સર્વને સંતોષવડે “જેતા તથા આવા પ્રકારનાં મોટા ઉત્સવને હું ફરીથી જોઈશ નહિં એમ શોક કરતે આ રીતે એકી જ વખતે હર્ષ અને ખેદવડે વ્યાકુળ ચિત્તવાળે અત્યંત દુઃખ પામેલી વામા દેવીની સાથે જ ગૃહમાંથી નીકળતા જિનેશ્વરની પાછળ રહીને અશ્વસેન રાજા ચાલ્યા, પછી જગદગુરુ સહિત