________________
[ ૭૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરતાવ ૩
દેશમાં ગયા. ત્યાં શ્રામાદિકને વિષે એક એક દિવસ રહેવાવડે કેટલાક દિવસો નિર્ગમન કરીને કોઈપણ દિવ્ય વેગથી ભમતા ભમતા અનેક વૃક્ષોના સમૂહવડે સૂર્યના કિરણોના વિસ્તારને રૂંધતી અને ઊંચા મોટા પર્વતના ઊંચા શિખરના શૃંગારવડે સૂર્યના રથના અને સ્કૂલના પમાડનારી કાદંબરી નામની મોટી અટવીમાં ભુવનગુરુ પ્રાપ્ત થયા. ત્યાં કલિ નામના પર્વતના એક પ્રદેશમાં કાર્યોત્સર્ગ રહ્યા. તે પર્વતની પાસે કુંડના આકરપણાએ કરીને પ્રસિદ્ધ કુંડ નામનું એક સરોવર હતું. તેના જળનો સમૂહ, કલહાર અને શતપત્રવડે સુગંધી અને નિર્મળ હતો. ઘણી જાતના પક્ષીના સમૂહના ચાલવાવડે તે રમણીય હતું, અને તરફ રહેલા (પરિવરેલા) ઘણા પ્રકારના વૃક્ષોના સમૂહવડે શેભિત હતું. ત્યાં અનેક કારભ (હાથીના બાળક) અને હાથણીઓના ટેળાથી પરિવરેલે મહીધર નામનો મોટો હાથી પાણી પીવા માટે શીધ્રપણે આવતો હતો. તેણે પર્વતના કટક ઉપર કાયેત્સ રહેલા સ્થિર લેશનવાળા ભગવાનને જોયા. તે વખતે “આવા પ્રકારના મહામુનિને મેં કેઈપણ ઠેકાણે જોયા છે.” એમ ઈહાપેહ(તર્કવિતર્ક)ના માર્ગમાં પ્રવર્તેલા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે તેણે વિચાર કર્યો, કે –“હું પૂર્વ જન્મમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે શરીરવડે વામન (નીચે), સર્વ લેકેને હસવા લાયક હેમધર નામને કુલપુત્ર હતે. ત્યાં પિતાના અપમાનવડે ઘરમાંથી બહાર નીકળી આમતેમ ફરતે હું પ્રવજ્યા લેવાની ઈચ્છાથી ગુરુની સમીપે ચાલેલા સુપ્રતિષ્ઠ નામના વણિકપુત્રને મળે. તેની સાથે મારો સનેહ થયે, તે મને ગુરુની સમીપે લઈ ગયો, અને ત્યાં ગુરુએ મને દેવતત્વ, ગુસ્તાવ અને ધર્મતત્વ સંભળાવ્યું. તેમાં દેવતત્વ આ પ્રમાણે- ''
દેવ અરિહંત જ છે, કે જે રાગાદિક દેષના સમૂહવડે રહિત છે, પ્રાણીઓ ઉપર કરુણાવાળા, માર્ગને પ્રગટ કરનારા, શરણ કરવા લાયક, ઉર:સ્થળમાં શ્રીવત્સના લાંછનવાળા, મેઘની ગર્જના જેવા મનોહર નિર્દોષવાળા, દેવોના સમૂહે પૂજવા લાયક, ઉપમા રહિત અને પ્રશાંત દેવ છે. તથા ગુરુતત્વ આ પ્રમાણે છે-ત્રત અને છકાયની રક્ષા કરવામાં સર્વદા ઉદ્યમવાળા, અકM (દષવાળી) વસ્તુનો ત્યાગ કરવામાં તત્પર, સંગનો ત્યાગ કરનાર, પાંચ પ્રકારના શ્રેષ્ઠ આચારમાં શુદ્ધ વ્યાપાર કરનાર, તથા પાંચ ઇન્દ્રિય અને ચાર કષાયને જીતવામાં તલ્લીન થયેલા ગુરુ જાણવા. તથા ધર્મતવ આ પ્રમાણે–સમગ્ર જીવની રક્ષાના સારવાળે, ત્યાગ કરેલા વિષયોના વ્યાપારવાળે, આદિ, મધ્ય અને છેવટે એકત્વ ભાવને પામેલજીવહિંસાદિક પાપના સ્થાને જેમાં ત્યાગ છે, તે ધ્યાનાદિકના વિધિવાળો ધર્મ અત્યંત લાઘા કરવા લાયક છે.” આ પ્રમાણે દેવાદિક તત્વના આ સ્વરૂપને મેં જોયું, પરંતુ વામન હોવાથી હું સાધુ ધર્મને અગ્ય છું, તેથી ગુરુએ દેવપૂજાની પ્રવૃત્તિ જેમાં મુખ્ય છે એવા શ્રાવકધર્મને વિષે પાંચ અણુવ્રતાદિક જણાવીને મને સ્થાપન કર્યો. અને તે શ્રાવકના પુત્રને સર્વવિરતિ આપી. પરંતુ હું તે પાપકર્મવાળો હેવાથી અરિહંત ભગવાનને નિરંતર પૂજતા છતાં પણ તેવા પ્રકારના બાળકને વડે નિરંતર “આ વામન