________________
[ ૧૮૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
બાજુએ શ્રેષ્ઠ કલશ સ્થાપન કર્યાં. આ પ્રમાણે જાણે કે સને આશ્ચર્યમય હાય, કલ્યાણમય હાય અને જગતની લક્ષ્મીમય હાય તેવું તથા ભયથી પીડા પામેલાને શરણભૂત સમવસરણુ દેવાએ મનાવ્યું. ત્યારપછી ત્યાં દેવ અને દાનવના સમૂહવડે સ્તુતિ કરાતા ભુવનપતિ ‘તીર્થ ને નમસ્કાર હૈ। ' એમ કહીને સિંહાસન ઉપર પૂ દિશાની સન્મુખ બેઠા. પછી બીજી ત્રણે દિશામાં વ્યંતર દેવાએ ભગવાનના પ્રતિબિંબ સ્થાપન કર્યા, તે જાણે એક વખતે જ દાનાદિક ચાર ધર્મની દેશનાને માટે સ્થાપન કર્યા હાય તેમ શૈાભતા હતા. પછી તુષ્ટમાન થયેલા સૌધર્મ ઇંદ્ર અને ઇશાન ઇંદ્ર વિનયવર્ડ નમ્ર થઇને પોતાના હાથમાં શ્વેત ચામર ધારણ કરીને સ્વામીની એ બાજુએ સારી રીતે ઊભા રહ્યા. આજે તીર્થના આરંભ છે તેથી સુગંધને લીધે મળેલા ભમરાના શબ્દના મિષવડે જાણે મંગળને ગાતી હાય તેમ પુષ્પવૃષ્ટિ દેવાએ પ્રભુની પાસે કરી. આ અવસરે જલદીથી આવેલા ઉદ્યાનપાલકાએ અંત:પુર સહિત અશ્વસેન મહારાજાને જિનેશ્વરના કેવળજ્ઞાનના લાભનું નિવેદન કરવાવડે વધામણી આપી. ત્યારે અસાધારણ આન ંદના સમૂહને ધારણ કરતા તે રાજાએ વધામણી આપનાર માણસાને પાશ્તિાષિક દાન ( ઇનામ ) અપાવીને પોતાના પુરૂષોને આજ્ઞા કરી, કે—“ અરે! આ આખી વાણારસી નગરીમાં સર્વ ઠેકાણે પડતુ વગાડવાપૂર્વક જિનેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કેવલજ્ઞાનના મહેાત્સવ પ્રવર્તાવા. ” ત્યારે આદરપૂર્વક રાજાની આજ્ઞાને અંગીકાર કરીને તે પુરુષોએ તે પ્રકારે શુદ્ધ રીતે સર્વ તૈયારી કરી. સ ઠેકાણે શ્વેત ધ્વજાએ ઊંચી કરી, સુગંધી જળ છાંટીને રાજમાર્ગ શુદ્ધ કર્યા, નૃત્યના ઉપચાર પ્રત્યે, સારા નેપથ્ય ( પહેરવેશ ) વાળી સ્રીએ ઇચ્છા પ્રમાણે ફરવા લાગી, નગરના મેટા જનાએ સારી શણગાર કર્યાં, તથા દરેક ઘરના દ્વારમાં વિકસ્વર વદનમાળાએ બાંધી. આ રીતે આખુ નગર શાભાવાળું કર્યું. રાજાએ પણ તત્કાળ સ્નાનના ઉપચાર કર્યા, અખંડિત અને નિ`ળ દુકૂલ ( રેશમી) વસ્ત્ર પહેર્યું, શ્રેષ્ઠ શણગાર રચ્યા, પછી મેાટા હર્ષોંના સમૂહથી વિકસ્વર નેત્રવાળી વામાદેવી વગેરે અંત:પુરના જનાવર્ડ પરિવરેલા, સામત રાજાએ, મ`ત્રીએ, સેનાપતિ, માટા શેઠીયા, સાÖવાહ અને પુરાહિત વિગેરેવર્ડ પરિવરેલા, તે રાજા મેટા હાથીના કાંધ ઉપર ચડ્યો, તેના મસ્તક ઉપર ચંદ્રમંડળ જેવું શ્વેત છત્ર ધારણ કર્યું, અને પડખે રહેલી વારવેશ્યા શ્વેત ચામર ઢાળવા લાગી. આવી રીતે જાણે સાક્ષાત્ દેવેન્દ્ર હાય તેમ શેશભતા તે રાજા ભગવાનને વાંઢવા માટે આશ્રમ નામના ઉદ્યાન તરફ ગયા. ત્યાં જાણે ત્રણે ભુવના એકઠા થયા હાય તેમ સુર, અસુર અને મનુષ્યના સમૂહના મેળાપ જોઇને તે રાજાએ વામાદેવીને અને પદ્માવતી વહુને કહ્યું, કે—
ભુવનના એક રૂપ આ ભગવાનની ઉદાર સમૃદ્ધિના સમૂહને તમે જીએ. આવા પ્રકારની વિભૂતિ ( સમૃદ્ધિ ) સ્વપ્નમાં પણ કાને હાઇ શકે ? અથવા દેવા દાસની જેમ સર્વ પ્રયત્નાવર્ડ કાની પાસે આ પ્રમાણે પ્રવર્તે ? અથવા કાણુ આ પ્રમાણે સ્તુતિ
66