________________
રાજપુત્રે શાકિનીના પાશથી મુક્ત કરેલ કુલપુત્ર.
[ ૧૯૫ ]
તે ખાલી કે—“ હે પુત્ર! તું જે કહીશ, તે હું હવે કરીશ. કેમ તું મને મારે છે ? ” રાજપુત્રે કહ્યું કે-“ જો એમ હાય, તેા આ કુલપુત્રને જીવતા કરીને મને આપ. ” તેણીએ તે અંગીકાર કર્યું, તથા તેણીએ કાઇપણ રીતે તેવી રીતે બીજી શાકિનીએને સમજાવી, કે જેથી તેઓએ પણ પાતપાતાના ભાગ આપવાનુ` અંગીકાર કર્યું. તે વખતે અક્ષત ( પરિપૂર્ણ ) શરીરવાળા કુલપુત્ર ઊભા થયા. તે વખતે “ તમારે આનુ હવે પછી કાંઇપણ અનિષ્ટ કરવું નહીં ” એ પ્રમાણે તેઓને ત્રણ વાર સેાગન ખવરાવીને રાજપુત્ર તે કુલપુત્રને પેાતાને ઘેર લઇ ગયા. તેને જોઇ તેનું કુટુંબ તુષ્ટમાન થયુ અને સ્વજન વર્ગ આશ્ચર્ય પામ્યા. પછી મનમાં અત્યંત આશ્ચર્ય પામેલ રાજપુત્ર વિચારવા લાગ્યા, કે“ અહેા ! વિધાતાના વિલાસ જરા પણ જાણી શકાય તેવા નથી. તે આ પ્રમાણે—
ܕܐ
જે જોયા છતાં પણ ઘટતું ન હાય, જે કહ્યા છતાં પણ વિરુદ્ધ લાગતું હાય, સારા નિપુણ પુરુષાએ ઘણીવાર જોયા છતાં પણ શકા પ્રાપ્ત થાય છે, અને જે કહ્યા છતાં પણ અસંભવિતપણાને લીધે તેને કહેનારા લજ્જા પામે છે, તેવું પણ વિધાતા દેખાડે છે. એ મોટું આશ્ચર્ય છે. આ જગતમાં ઉપકારી માણસે દુ:ખી માણસાને જોતા છતાં પણ જો ઉપકાર કરવાને શક્તિમાન ન થાય, તેા તેના જીવવાનું શું ફળ છે? આ જગતમાં સત્પુરુષાના તે જ જીવતરને હું સફળ માનુ છું, કે જેએ દુઃખથી તાપ પામેલા જનાના ઉદ્ધાર કરે. આ જગતમાં કાણુ કાણુ ઉત્પન્ન નથી થયા? અથવા કાને લક્ષ્મીનુ' બળ પ્રાપ્ત નથી થયુ? પરંતુ તે જે પરોપકાર રહિત હાય, તેા તેનાથી શું ફળ ? ’” આ પ્રમાણે તે રાજપુત્ર વિચાર કરતા હતા, તે વખતે ઘરના માણસોએ તે કુલપુત્રને પૂર્વના સ વૃત્તાંત નિવેદન કર્યાં, ત્યારે ‘ આ મારા જીવિતદાતા છે, 'એમ જાણીને રાજપુત્રના પગમાં તે પડ્યો, અને આ પ્રમાણે કહેવા લાગ્યા—“ તારા ઉપકારના મઠ્ઠલા વાળવામાં આખી પૃથ્વીનું દાન કરાય તે પણ મને અતિ તુચ્છ ભાસે છે, તા પછી ખાહ્ય વસ્તુના દાનાદિકને સત્કાર કરાય તે શું માત્ર છે ? તા પણ હૈ મેટા ભાગ્યવાળા ! તારા કાઇ પણ કાર્યને વિષે મારા શરીરના, ઘરના માણસાના અને સર્વ દ્રવ્યાદિક પદાર્થના તુ ઉપયેાગ કર. હરિશ્ચંદ્રાદિક રાજાઓએ પણ આશ્ચર્ય ભૂત આવા પ્રકારનું કાર્ય કાંઈ પણ કર્યું નથી. તથા પુરાણુ અને લૌકિક આગમને વિષે પણ સંભળાતુ નથી. ” આ પ્રમાણે કુલપુત્ર ખેલ્યા, ત્યારે પાતાની પાસે જ પેાતાની પ્રશંસા થવાથી તે રાજપુત્ર લજ્જા પામ્યા, અને નીચા મુખવાળા થઈને કહેવા લાગ્યા, કે—“ હૈ સુખકારક ! મેં તારા ઉપર થોડાક જ ઉપકાર કર્યો છે, તા પશુ તું તેને માટેા કરે છે. અથવા તેા સત્પુરુષાની એવી જ પ્રકૃતિ હૈાય છે. ” આ પ્રમાણે ત્યાં કેટલાક દિવસા રહીને પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખતા તે રાજપુત્ર કુલપુત્રને કાંઈ પણ વાત કહ્યા વિના જ ત્યાંથી ગુપ્ત રીતે નીકળી ગયા, અને ગનપુરમાં ગયા. તે વખતે મધુ ( ચૈત્ર ) માસ આવ્યા હતા, તેથી આમ્રવૃક્ષેા કુલ્યા હતા, કકૈલી