________________
[૧૯૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ૪ છે?
(અશક) વૃક્ષો માંજરવાળા થયા હતા, અને મલ્લિકા વૃક્ષે જાજવલ્યમાન થયા હતા, તથા વિકસ્વર કંદ(વેત કમળ)ની મરદ્રત કળીઓ)ને ઉઘાડવામાં કુશળ દક્ષિણ દિશાને પવન પ્રસરવા લાગ્યા, તાલ, તમાલ અને શાલ વિગેરે વૃક્ષાના વને નવા ઉત્પન્ન થયેલા અકરાવડે વિદ્રમ(પરવાળા)ની શોભાનો નાશ કરનારા થયાં, ચેતરફ મોટા શૃંગારવડે મનોહર સ્ત્રીઓની રાસક્રીડા પ્રગટ થઈ, અને કામદેવના મંદિરમાં મહત્સવનો પ્રારંભ થયા. તે વખતે ત્યાં ગર્જનપુરને રાજા વસંતસેનને કુવલયચંદ્ર નામને યુવરાજ મોટા વિસ્તારવડે આવ્યું. તે વખતે વાજી2 વાગવાપૂર્વક ઘણું પ્રપંચના વિસ્તારથી સજજ થયેલી અને પંચમ સ્વરના ઉદ્દગારને સત્ય કરતી મૃગાક્ષી સ્ત્રીઓનું નૃત્ય થવા લાગ્યું. તે જેઈને સર્વ લેકે જાણે તંભિત થયા હોય, જાણે લેપના બનાવેલા હોય, અને જાણે પથ્થર માં કેતર્યા હોય તેમ અત્યંત સ્તબ્ધ (સ્થિર) થઈ ગયા, અને રાજપુત્ર કુવલયચંદ્ર વિશેષે કરીને સ્તબ્ધ થયે.
આ અવસરે પિતાના તેજવડે સૂર્યમંડળને પણ પરાભવ કરતે, સમગ્ર સુભટના સમૂહને તૃણની જેમ અવગણના કરતા, તથા “ રે રે! અધમ રાજપુત્ર! પૃથ્વીવલયને વિનાશ કરવાના કારણભૂત! કુવલયચંદ્રના નામ માત્રવડે તુષ્ટ થયેલા ! હે દુષ્ટ ! તું મારી સામે આવ, અથવા મારા ચરણમાં નમવાનું અંગીકાર કર. અન્યથા (એમ ન કરે તે) તારે મેક્ષ નથી.” આ પ્રમાણે બોલતે એક મનુષ્ય ત્યાં પેઠે, અને યમરાજની જિવા જેવા ભયંકર અને ખેંચીને તેને પ્રહાર કરવા સજજ થયો. તે વખતે રંગ ઉત્સવન) ભંગ થયે, રાજા ક્ષેભ પામે, રાજલક ખળભળે, જેવા આવેલા માણસને સમૂહ નાશી ગયે. અત્યંત સંક્ષેભના વશથી ખર્શને નહીં સંભારતે કુવલયચંદ્ર તેની સન્મુખ ઊભો રહ્યો. તે બંનેનું પરસ્પર મોટું યુદ્ધ પ્રવર્યું. તે વખતે તથા પ્રકારના સહાય રહિત તે રાજપુત્રને જોઈને દયાહ્ન મનવાળા કૌતુક જેવાને માટે આવેલા જયમંગળ રાજપુત્રે વિચાર કર્યો કે– “આ અત્યંત અગ્ય છે, કે જેથી આટલા બધા લેકે માંથી કોઈ પણ કાંઈ પણ ઉચિત બોલતો નથી, તે આ ક ન્યાય માર્ગ છે કે જેથી આ રાજપુત્ર લેકના સમૂહમાં રહેલે છતાં પણ આવી વિડંબનાને પામે છે? અથવા આ વિચારવડે શું? હું જ પરાભવ પામતા આ રાજપુત્રને પ્રથમ માત્ર મધ્યસ્થ વચનવડે જ આનંદ પમાડું.” એમ વિચારીને તે બંનેની વચ્ચે જઈને જયમંગળ કહ્યું કે–“હે! હે! તમે બને મારું વચન સાંભળો.
દેવ ભવનની યાત્રાને વિષે વિશેષ કરીને ઘણા લકેવડે વ્યાપ્ત થયેલા આવા સ્થાનમાં આવા પ્રકારની પ્રવૃત્તિ ઉત્તમ પુરુષને યેગ્ય નથી. જે ઉચિત સ્થાનના વિષયવાળું હોય તે જ શૂરવીરપણું કહેવાય છે, પરંતુ તે જો અન્યથા પ્રકારે કરાય, તે તે પ્રગટ રીતે ગામડીયાપણું ઉત્પન્ન કરે છે. મોટું કોપનું કારણ હોય તે પણ ગુણવાન માણસે પ્રસ્તાવ (પ્રસંગ) અને અપ્રસ્તાવ જાણું જોઈએ, તેથી આ સ્થાનને વિષે તમે સર્વથા પ્રકારે