________________
પરમાત્માની દેશના અને ગણધરપદની સ્થાપના.
[ ૧૮૯ ]
રૂપ, ૫ ધન ધાન્યાક્રિકને વિષે ઇચ્છા પ્રમાણે પરિમાણુ કરવું, ૬ દિશાનું પરિમાણુ કરવુ, ૭ પોતાની શક્તિ પ્રમાણે ભાગ અને ઉપલેગના સક્ષેપ કરવા, તથા ૮ અનદ ડનું વિરમણ કરવુ, હું ઉચિત રીતે સામાયિક કરવુ, ૧૦ દેશાવકાશિક કરવુ, ૧૧ પૌષધ કરવા, તથા તે પૌષધ પારીને ૧૨ અતિથિદાન કરવુ. આ પ્રમાણે સમ્યક્ત્વ ગુણુ સહિત ( ખાર પ્રકારના ) ગૃહીધમ કહેવાય છે. અતિચારરૂપી કલંકથી રહિત આ વ્રતને એક દિવસ પણ પાળીને શુદ્ધ દેશચારિત્રવાળા ગૃહસ્થા પણ અનુક્રમે માક્ષને પામે છે. આ ધર્મને વિષે વિત્ત( ધન )ને વાપરનારા, ચિત્તની સ્ખલના રહિત ( સ્થિર ચિત્તવાળા ), નિરંતર સારા ઉદ્યમવાળા, એકાંતપણે સદ્ગુરુને વિષે ભક્તિવાળા, અને જિનપૂજાને વિષે આસકત, સત્ત્વવાળા, તત્ત્વને સારી રીતે જાણનારા, વિશુદ્ધ ( શ્રેષ્ઠ ) ધાર્મિક જનેાની વાર્તા કરનારા અને સને વિષે મમતાના ત્યાગ કરનારા ગૃહસ્થા પણ સાંસારના અંતને પામ્યા છે. સારું' કુળ અને સારું દેવપણું વિગેરે ક્રમે કરીને શુદ્ધ ચારિત્રને પામેલા ગૃહસ્થા આ ધર્મના પ્રભાવથી પરપરાએ કરીને ( અનુક્રમે ) મેાક્ષને મેળવે છે. ધન્ય થવાને આ ગૃહસ્થધર્મ પ્રાપ્ત થાય છે, તે જ તેના અંતને પામે છે, તેના અંતને પામીને શીવ્રપણે દુઃખના અંતને પણુ પામે છે. ” આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને સર્વ પ્રાણીઓને સાધારણુ વાણીવર્ડ સ` સુર, અસુર, નરપતિ ( રાજા ), તિર્યંચ અને મનુષ્યવડે ભ્યાસ થયેલી સભાને વિષે અમૃતના જળની વૃષ્ટિ જેવી, મેાટા ઉત્સવના કારણભૂત અને સાક્ષાત્ કલ્યાણુ સિદ્ધિના જેવી સુખ દેનારી સદ્ધ દેશના કહી. આ ધર્માંદેશના સાંભળીને તત્કાળ ગાઢ મેહરૂપી નિગડ ( એડી ) નાશ પામવાથી મોટા આનંદના સમૂહવડે વિકસ્વર નેત્રવાળા, માટા અભ્યુદયને પામેલા પેાતાના આત્માને માનતા, ઘાસના પૂળાની જેમ, ઘર, સ્ત્રી, પુત્ર અને મિત્રજનના સયાગને આસપાસ (ફ્રાગટ-તુચ્છ ) જાણીને, વીજળીની જેવા સંચળ આયુષ્યને જાણીને, અને માટી વિષવલ્લીના વિલાસની જેવા કડવા પરિણામવાળા વિષયના સંગને જાણીને કેટલાક મહાનુભાવ મુખ્ય રાજપુત્રાદિકે સ'સારથી વિરક્ત મનવાળા થઈને ચિત્તની વૃત્તિ જરા પણ ચલાયમાન ન થવાથી ચારિત્ર અંગીકાર કર્યું . તથા તેવા પ્રકારના પુત્રાદિકના પ્રેમના અનુષધરૂપી ખ'ધનથી ખંધાયેલા અને ચારિત્રાવરણ ક વડે માહ પામેલી બુદ્ધિવાળા ખીજા કેટલાકે સંસારવાસના સંગ પરિણામે ભયંકર છે એમ જાણતા છતાં પણુ, જરા, મરણ, રોગ અને ાકરૂપી અગ્નિની હજારા વાળાએવરે વ્યાસ જગતને જોતાં છતાં પણુ, નિરંતર આવી પડતી આપદાના સમૂહવડે વ્યાપ્ત આયુષ્યને જાણતા છતાં પણ સમ્યગ્દર્શનને અને દેશવિરતિને અંગીકાર કરી, તથા જે રાજપુત્રાએ પૂર્વે ચારિત્રના અતિશયની સંખ્યા પ્રાપ્ત કરી હતી, તેઓએ પણ જિનેશ્વરની સાક્ષીએ ક્રીથી સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કર્યું.
આ અવસરે વીશ વર્ષની વયવાળા, અનુપમ રૂપને ધારણ કરનારા, શરીરના અનુ પુમ લાવણ્યવાળા, વઋષભનારાચ સાંયણવાળા, સમચતુરસ્ર સંસ્થાનમાં રહેલા, મોટા