________________
[ ૧૭૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ કે જે :
-~
નિરંતર દૂર દેશથી આવેલા ભક્તિવાળા પ્રાણીઓ વડે પૂજાતી તે પ્રતિમા તરત જ મનવાંછિતને આપે છે. વરની ઈરછાવાળી કન્યાને કામદેવની જેવા મહર શ્રેષ્ઠ વરને આપે છે, વંધ્યા સ્ત્રીને લેકના મન અને નેત્રને આનંદ આપનાર પુત્રને આપે છે. અત્યંત ભક્તિ સારવડે પૂજેલી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ધનના અથી પુરુષને અક્ષય, અને બીજા ન ક૯પી શકે તેવું ધન આપે છે. વળી રાજ્યના અથીને મોટા વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી આપે છે. ભૂત, શાકિની, શત્રુ અને મરકી વિગેરેના સર્વ ભયને નાશ કરે છે. દુષ્ટ, મોટા સર્પ, હાથી અને સિંહના સમૂહવાળા વિઘનો નાશ કરે છે, અગ્નિ, જળ, વ્યાધિ અને તસ્કરથી ઉત્પન્ન થતા દુઃખને શાંત કરે છે. તે પાર્શ્વનાથની પ્રતિમાનું ભક્તિથી સ્મરણ કરનારને દુઃખ આવ્યું હોય, તે પણ સારા સ્વમથી સંભવતા વાંછિત પદાર્થને આપે છે. કલિગિરિ અને કુંડ સરોવરની સમીપે વર્તવાથી શ્રી પાર્શ્વનાથ પણ કલિડ એવા નામથી મંત્રાક્ષને વિષે પણ પ્રસિદ્ધિને પામ્યા. આથી કરીને જ મંત્ર અને સ્તુતિને વિષે ભગવાનના કલિકુંડ-દંડવિહત ઈત્યાદિ વિશેષણે ઘણી વાર ગવાય છે. આ પ્રસંગવડે સર્યું. હવે ભગવાન પાર્શ્વનાથ તે પ્રદેશથી વનચરાદિકવડે કલિકુંડ એવા નામે કીર્તન કરાતા, નગરે નગરે રાજાઓના સમૂહવડે વંદન કરાતા, દર્શન કરવામાં ઉત્સુક થઇને આવેલા નગરના રાજાઓ વડે પૂજા કરાતા, ભક્તિથી નમેલા રોગના સમૂહથી વ્યાકુલ થયેલા અનેક લોકોને દર્શન માત્રથી જ નીરોગી કરતા તથા ભૂત, પિશાચાદિક શુદ્ધ ઉપદ્રનો નાશ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. પૂર્વે કહેલ વનને હાથી પણ અનશન કરીને ત્રણે જગતને પ્રકાશિત કરનાર પાર્શ્વનાથ જિનેશ્વરનું
સ્મરણ કરતે મરણ પામીને ત્યાં જ કલિકુંડ નામના જિનાલયને વિષે પ્રતિહારિકને કરનારે (દ્વારપાળ ) વ્યંતર થયે. ત્યારપછી ત્રણ જગતવડે પૂજેલા ચરણુવાળા પાર્શ્વનાથ પ્રભુ જ્ઞાનવડે દશે દિશાઓને પ્રકાશિત કરતા, ભવ્ય પ્રાણુઓની આશાને પૂર્ણ કરતા લેકમાં પ્રસિદ્ધ એવી શિવનગરીએ પહોંચ્યા. ત્યાં બહાર કૌશાંબ નામના વનમાં પ્રતિમા ધારણ કરીને ભુજ રૂપી પરિઘને લાંબા કરી નિશ્ચળતાવડે મેરુપર્વતને જીતનાર તે પ્રભુ રહ્યા. તેવામાં ભગવાને પૂર્વે કરેલા ઉપકારના સ્મરણવડે સંતુષ્ટ થયેલ ધરણે નાગકુમારદેવના સમૂહથી પરિવરેલ જિનેશ્વરના દર્શન કરવા માટે ત્યાં આવ્યો. ત્યાર પછી પ્રભુના ચરણની પૂજા કરી ગીત અને નૃત્યને ઉપચાર પ્રગટ કરવાથી જીવલેકને વિમય પમાડ્યો. ઘણુ કાળ સુધી ભગવાનના સાચા ગુણની સ્તુતિને વિસ્તાર કરીને વિચાર કરવા લાગે, કે “અહો ! આ દુસહ સૂર્યના કિરણોને સમૂહ, ભગવાનના મસ્તક ઉપર કેવો પડે છે? અહીં સ્વામી અને સેવકનો શે વિશેષ છે?” આ પ્રમાણે વિચારીને તે ઉત્સાહ પામે, અને પ્રભુની ઉપર ત્રણ રાત્રિ સુધી છત્ર ધારણ કર્યું. ત્યાર પછી સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી તે નગરી પૃથ્વીતલને વિષે અહિચ્છત્રા નામે પ્રસિદ્ધિને પામી.
ત્યારપછી ભગવાન અનુક્રમે વિહાર કરતા રાજપુર નગરમાં આવ્યા. ત્યાં શાલ