________________
[૧૬]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૩ જો :
*
||
ખરાબ સ્થિતિને દૂર કરનાર, પ્રગટ કરેલા સાત નવડે નિપુણ અને મને હર વ્યવસ્થાવાળા અને મોક્ષપુરના માર્ગને દેખાડનાર તીર્થને હવે પ્રવર્તાવે.”
આ પ્રમાણે ઘણુ વાણીના સમૂહવડે વિનંતિ કરીને વિનયથી નમ્ર થયેલા તે દેવે પ્રભુના પાદને પ્રણામ કરીને તરત જ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. ભુવનના નાથ ભગવાન પણ દરેક સમયે સંવેગની વૃદ્ધિ પામ્યા, એટલે ત્યાંથી નીકળીને પિતાના ધવલગ્રહ ને મહેલમાં આવ્યા. ત્યાં પાંચ વિષયના સુખ સહિત મિત્રજનેનો ત્યાગ કરીને ભવથી અત્યંત વિરક્ત થયેલા ભગવાન ધર્મધ્યાનમાં લીન થયા. આ સમયે મિત્રમંડળને વિષે વિરક્ત થયેલા વિકબંધુને જોઈને જ જાણે તેજ રહિત થયો હોય તેમ સૂર્ય અસ્તગિરિના શિખર ઉપર ગયે. અને ત્રણ જગતને પ્રકાશ કરનાર પ્રભુની પાસે પરિમિત (થોડા) પ્રકાશવાળો હું શા હિસાબમાં છું? એવા નિર્વેદ(ખેદ) વડે જાણે પશ્ચિમ સમુદ્રના જળને વિષે પડ્યો હોય તેમ તે તેમાં પડ્યો. પદ્દમાના અનુરાગને ત્યાગ કરનાર જગદગુરુને જાણીને કમળલક્ષમીએ વિકાસરૂપી હાસ્યનો ત્યાગ કર્યો. જ્યારે નાથ વિરાગને પામ્યા ત્યારે મારે રાગને સમય શું છે? એમ જાણે દુઃખ પામી હોય તેમ સંધ્યાએ પણ વિરક્તપણું પ્રાપ્ત કર્યું. કરને (દાણ) ગ્રહણ કરવાપૂર્વક આ જગદગુરુએ અમારો ઉપગ કર્યો નથી, એમ ધારીને જાણે શોક પામી હોય તેમ દિશાઓ શ્યામ મુખવાળી થઈ. હવે મહાપ્રભુના વિરહવાળી થયેલી હું શી રીતે રહીશ? એમ જાણને જાણે મૂછવડે મીંચાયેલા નેત્રવાળી થઈ હોય તેમ પૃથ્વી અંધકારમાં નિમગ્ન થયેલી દેખાવા લાગી. પછી દુઃખે કરીને વહન કરી શકાય તેવા સંયમના ભારના વહનરૂપ પ્રવજ્યા લેવાની ઇચ્છાવાળા ભગવાનને જાણે મંગળપૂર્ણ કલશ હાય તેમ ચંદ્ર પ્રગટ થયે, અને જગદગુરુના મને રથની શ્રેણીની જેમ ચંદ્રિકાની શ્રેણિ પ્રસાર પામી. પછી પ્રદોષ સમયનું કાર્ય કરીને તે જ વખતે તૈયાર કરેલી સ્ફટિકમણિ જેવા ઉજવળ વસ્ત્રની કાંતિવાળી, મોટા મૂલ્યવાળા હંસના રૂની તળાઈવડે મનહર અને બે તરફ મૂકેલા ઓશીકાવાળી સુખશવ્યાને વિષે શમારોહણના મંગળ વાજિંત્ર વાગવાપૂર્વક શય્યાપાલ પુરુષના ભુજદંડ ઉપર પિતાને હસ્ત સ્થાપન કરીને જગબંધુ બેઠા.
તે વખતે શા ઉપર લીન થયેલા ભગવાન સિદ્ધિવધૂ ઉપર આસક્ત થયા, તેથી અવકાશને નહીં પામેલ કામદેવ દૂર જતો રહ્યો. પ્રિયતમાના પ્રેમરૂપી મજબૂત બેડી નીકળી જવાથી તત્કાળ પ્રભુને વિકાર કરવા માટે અંગારાદિક રસો સમર્થ ન થયા. પરમાર્થ બુદ્ધિથી કામદેવના વિવિધ પ્રકારના વિલાસને દુષ્ટ-અસાર જાણનારા પ્રિય બંધુ, મિત્ર, સ્ત્રી અને સ્વજનાદિકને વિષે તૂટેલા નેહવાળા, એકાંત (ઉત્તમ) તત્વને વિષે નિશ્ચળ સ્થાપન કરેલ નિર્મળ વિવેકવાળા તે પ્રભુને અત્યંત અનિત્યાદિક