________________
-
- -
-
[ ૧૬૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જો :
~~
~
~
~
~
ભુવનગુરુ વનના મધ્ય ભાગમાં પઠા. અને ત્યાં તેણે એક મોટું વનભવન(મહેલ) જોયું. તેની મણિમય મટી ભીંતમાં લેકના મુખકમળનું પ્રતિબિંબ પડતું હતું, તેના મોટા ઉજવળ શિખરના અગ્રભાગવડે આકાશમાં જવાને ભાગ રૂંધાય હતે, પવનવડે ઊડતી વજાના પટ વિષે શબ્દ કરતી ઘુઘરીના શબ્દવડે સૂર્યના રથના અો ત્રાસ પામતા હતા, પાંચ વર્ણના રત્નના કિરણ વડે ચારે દિશામાં ઇંદ્રધનુષની ક૯૫ના થતી હતી, વનદેવતાએ પિતાના હાથવડે સુગંધી પુપેનો સમૂહ વિસ્તાર્યો હતે, સેવા કરવા આવેલી દેવની સ્ત્રીઓએ મોટી નિર્મળ શમ્યા રચી હતી, એક ઠેકાણે બેઠેલા કિનરોના મિથુનેએ ગાયનના શબ્દને પ્રારંભ કર્યો હતો, તથા યક્ષરાજની સ્ત્રીઓએ બળતા મંગળ દીવા સ્થાપન કર્યા હતાં. પછી સમગ્ર પ્રાણીઓના સમૂહને સુખ આપનારા તે ભવનમાં આવીને સ્વામી સુવર્ણના આસન ઉપર બેઠા. તેના અત્યંત રમણીયપણાએ કરીને આક્ષિત ચિત્તવાળા ભુવનપ્રભુ ભવનના ભીંતના ભાગને જોવા લાગ્યા. તેમાં–
અત્યંત કુશળ ચિતારાઓએ ચિતરેલા વિવિધ પ્રકારના પક્ષી, દેવ, અને તિર્યંચના રૂપે તથા બીજા પર્વત અને નગર વિગેરેને જેટલામાં જોવા લાગ્યા તેટલામાં સોરઠ નામના મોટા અને શ્રેષ્ઠ દેશમાં રહેલી, પૃથ્વીરૂપી સ્ત્રીના કંઠમાં રહેલી મણિની કંઠી જેવી દ્વારકા નગરી જઈ, કે જેને ઉછળતા કલોલરૂપી બાહવડે પિતાના બંધુની જેવા સમુદ્ર નિરંતર આલિંગન કર્યું છે. વાવ, ઉદ્યાન અને સ્ત્રીઓ વડે શોભતી, રત્નના પ્રાસાદવડે દેદીપ્યમાન. દેવની નગરીની જેમ મનને મોહ ઉત્પન્ન કરનારી, અને જગતમાં પ્રસિદ્ધ નામવાળી તે નગરી જોઈ. તેમાં સુરેન્દ્રની ઉપમાવાળા અને ભૂષવડે દેવના કલ્પદ્રુમને જીતનારા દશ દશાર રાજાઓને તથા ફુરાયમાન મણિના પુરવાળું અને અત્યંત સુંદર રૂપવાળું અંત:પુર ભીંતના ચિત્રમાં ચિતરેલ-રહેલ જોયું. રૂપાદિક ગુણવડે શોભતા વાસુદેવ, બલરામ, સાંબ, પ્રદ્યુમ્ન, સાગર, નભસેન, જરા પુત્ર અને દુર્વક નામના રાજપુત્ર ચિત્રમાં રહેલા પાર્શ્વનાથે જેયા. તથા ઉગ્રસેન રાજાની પુત્રી પ્રસિદ્ધ, સતી અને અતિ બાંધેલા અનુરાગવાળી રાજિમતીને ત્યાગ કરી દીક્ષાને અંગીકાર કરેલા, ઊંચાઈવડે પર્વતને જીતનારા એવા નેમિનાથ જિનેશ્વરને જોયા. આ પ્રમાણે ત્રણ જ્ઞાનરૂપી નેત્રવાળા, કામદેવને જીતનાર, સ્થિરતાને ધારણ કરનાર અને સંયમમાં એકાગ્ર મનવાળા નેમિનાથ જિનેશ્વરના ચરિત્રને પોતાની પાસે જોઈને ભુવનના એક (અદ્વિતીય) પ્રભુ ભગવાન પાર્શ્વકુમાર સંવેગને વેગ પ્રાપ્ત થવાથી તત્કાળ વિચારવા લાગ્યા કે અહો! કામદેવના બાણના પ્રહારથી થતા પરાભવને નહીં જાણતા આ ભગવાન નેમિકુમારનો અખંડ અને કિંડિરના પિંડ જેવો ઉજવળ યશ આ પૃથ્વીમંડળમાં પ્રસર્યો છે, કે જેણે પ્રેમવાળી અને ક્રોધ પામેલી સ્ત્રીના તીક્ષણ કટાક્ષવડે વિસ્તાર પામેલા દુઃખના સમૂહને જાર્યો નથી. પરંતુ બીજા અનેક પ્રાણીઓ કામદેવરૂપી સુભટવડે નાચે કરાતા, ઠેકાણે ઠેકાણે આવી પડતી મૉટી આપદાના સુમૂહવડે ચૂર્ણ કરાતા અને પરમ તત્વના બોધને નહીં જેનારા ખેદ(કેદ)ખાનામાં