________________
[ ૧૪૪ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃઃ પ્રસ્તાવ ૩ જો ઃ
અને સવપ્નમાં પણ સપને જે હતું, તેથી ભગવાનનું પાશ્વ એવું યથાર્થ નામ પાડયું. નામની સ્થાપના કર્યા પછી ભગવાન પિતાના અંગુઠામાં દેવતાએ સંક્રમાવેલા મોટા અમૃત રસને પીવાવડે શરીરના પિષણનું કાર્ય કરતા હતા, અને પાંચ ધાત્રીવડે લાલનપાલન કરાતા તે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરવા લાગ્યા. ત્યારપછી દેવતાએ આપેલા ઉત્તરકુરના શ્રેષ્ઠ કલ્પવૃક્ષના ફળના રસના આહારવડે અનુપમ લાવણ્ય, વર્ણ અને દેહના અવયની વિશેષ વૃદ્ધિ થવાથી સર્વ લેકેના લેચનને અત્યંત આનંદ ઉત્પન્ન કરનારા યોવનના આરંભવડે દેદીપ્યમાન ભગવાન વિશેષ શોભાને પામ્યા. તે આ પ્રમાણે–
અતિ નિગ્ધ અને કુટિલ કેશવડે શોભતું તે ભગવાનનું ઉત્તમાંગ(મસ્તક) તેના મુખકમળમાં આસક્ત થયેલા હોવાથી જાણે આવી પડતા મુગ્ધ ભમરાવડે સહિત થયું હોય તેમ શેભે છે. નાસિકારૂપી વંશ સહિત તેનું ભાલપટ્ટ(કપાળ) ત્રણ જગતને જીતનારી નેત્રકમળની લક્ષમીવડે શ્યામ છત્રની શેભાને ધારણ કરતું હોય તેમ શોભે છે. તેના શ્રોત્રયુગલ અનુપમ, સુંદર અને મોટી કાંતિના વિસ્તારરૂપી મનોહર લકમીને કીડા કરવાને હીંડોળે જાણે કર્યો હોય તેમ શોભે છે. લાવણ્યને સમુદ્રરૂપ તેના મુખને મનેહર અધર(એઇ) જાણે કેમળ અને કાંતિવાળો પ્રથમ ઊગેલે વિદ્રુમને પલ્લવ હોય તેમ શોભે છે. તેને સુંદર દાંતમાંથી ઉછળતી અતિ વેત કાંતિને સમૂહ જાણે કારુણ્યરૂપી મોટા સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ તેના બાહરૂપી મોટા અશોક વૃક્ષની બે લતા આકાશની કાંતિરૂપી પુષ્પવાળા હસ્તતળરૂપી નવા ૫૯લવની જેવી પ્રગટ દેખાય છે (શાભે છે). તેના વક્ષસ્થળમાં રહેલ શ્રીવત્સનું લાંછન આ સર્વને શોભાવે છે, અન્યથા તે શકુનના વાંછિત ફળને શી રીતે આપે ? અતિ ઊંચા કટીતટ તથા પહોળા અને જાડા વક્ષસ્થળ વડે શોભતા અને કૃશ ઉદરવાળા તે પ્રભુ સિંહના બાળકની શોભાને અત્યંત ધારણ કરે છે. અત્યંત મોટી ભૂમિકાવડે દેદીપ્યમાન સદ્ધર્મરૂપી મનોહર મહેલના જાણે બે થાંભલા હોય તેમ તેની પુષ્ટ બે જંઘા દેખાય છે. (શેભે છે). મયૂરના ચૂડામણિ જેવા નમતા નર, અમર અને ઇન્દ્રોના શોભતા મુગટમણિઆવડે તેના પદયુગલને, તેના નખની કાંતિના લાભને માટે જાણે સેવતા કેય, તેમ નિરંતર સેવે છે.
ઘણું કહેવાથી શું ? પર્વત, મગર, ભંગાર, અશ્વ, હાથી વિગેરે એક હજાર ને આઠ લક્ષણવડે તેના અંગ અને પ્રત્યંગ શોભતા હતા, દેવભવના સમયે ઉત્પન્ન થયેલ અવવિજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી ત્રણ નેત્રને અનુસરનારા હતા, સર્વ લોકોની લાચનને આનંદ કરનારા હતા, અતિશય ગુણના સમૂહવડે જાણે પ્રાપ્ત કરેલી હોય તેવી સર્વ કળાઓ પિોતે જ તેને અનુસરતી હતી, કુમારને ગ્ય વિશેષ અભ્યાસ કરવાથી મોટા અર્થવાળા શાસૂસમૂહનું રહસ્ય પ્રગટ કરવાવડે મહાશાસ્ત્રના પારગામી વિદ્વાનોને પણ વિરમય પમાડતા હતા. સમગ્ર ભાષાવિશેષને જાણવામાં નિપુણ હતા, પ્રસ્તાવને યોગ્ય