________________
[ ૧૪૨ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૩ જો :
અને મનહર મણિના લટકતા દામને જોયે. તેથી પોતાની નિર્મળ બુદ્ધિના વૈભવથી જાણેલ ઇ કરેલ જિનેશ્વરને વિશેષ સત્કાર જોઈને વિશેષ હર્ષ પામી. ત્યારપછી હર્ષ સહિત શીધ્ર દેડતી પ્રિયંકરા નામની દાસીએ અશ્વસેન રાજા પાસે જઈને તેને ત્રણ ભુવનના અભ્યદયના કારણરૂપ પુત્રજન્મની વધામણ આપી. તે સાંભળીને મોટા આનંદને પામેલા તે રાજાએ સાત પેઢી સુધી દારિદ્રનો નાશ કરનાર પિતાના સર્વ અંગની મુગટ સિવાય આભરણ સહિત ધનને સમૂહ અપાવીને તથા પિતાની છત્રની છાયામાં નાન કરાવીને તેનું દાસીપણું દૂર કર્યું. તથા મોટા વિરતારથી આખી નગરીમાં આ વર્યાપન પ્રવર્તાવ્યું.
- હર્ષ પામેલા રાજપુરુષોએ તે નગરીના દરવાજાના તરણને વિષે એકદમ હજાર સ્તંભ અને તેના પર હજાર ચક્ર સ્થાપન કર્યા. મેટા ધવલ મંદિર (ઘર) ઉપર, દુકાન ઉપર, દેવાલય ઉપર અને સભા ઉપર મોટા વાંસ ઉપર લટકાવેલી વંદનમાલાઓ ( ધજા) બાંધી. ઠેકાણે ઠેકાણે મનહર ઉછળતા મોટા સુગંધવાળા સળગાવેલા અગરૂ અને કપૂરથી ભરેલી મોટી ધૂપઘડીએ સ્થાપના કરી. તરફ મંચ અને અતિમંચ ઉપર બેઠેલી યુવાન સ્ત્રીઓના સુંદર નાટકવડે મનહર ચત્વર, ચતુષ્ક અને ચતુર્મુખ વિગેરે માર્ગો કર્યા. દીન, માગણ અને દુરસ્થ માણસોને તેવા પ્રકારનું કાંઈક દાન આપ્યું, કે જે પ્રકારે તેઓના દારિદ્રને સ્વમમાં પણ સંભવ થાય નહીં. કિંકરોએ વગાડેલા વાજિંત્રને શબ્દ કોઈ પણ રીતે તેવા પ્રકારે ઉછળે, કે જેથી તેના વડે પૂર્ણ થયેલું આકાશ જાણે હાસ્ય કરતું હોય તેવું દેખાવા લાગ્યું. તૃણ અને કચરાથી રહિત કરેલા રાજમાર્ગમાં પાણી છાંટયું અને પુષ્પો સમૂહ વિખેર્યો. મેટા પવનવડે ઉછળતી ભવનેની વજાઓના સમૂહથી તે નગરી રમણીય થઈ. તુષ્ટમાન થયેલા જુગારી અને કાષ્ટહારી જનેએ મોટી સારી વસ્તુઓ ગ્રહણ કરી, દરેક ઘેર નૃત્ય કરતી યુવાન સ્ત્રીઓનો મોટો કોલાહલ થવા લાગ્યા. દેવના મંદિરોમાં વિવિધ પ્રકારની પૂજા અને બલિદાન સહિત શાંતિ કર્મ કરાવ્યું. આ પ્રમાણે રાજાના સુખને વૃદ્ધિ કરનાર વધુપન આખી નગરીમાં કરાવ્યું. પરિમિત (થોડા) પ્રધાન પુરુવડે અનુસરાતો રાજા પણ ભુવનને ઉલંઘન કરનારા ગુણેના સમૂહવાળા અને નમેલા દેવેંદ્રોના સમૂહવડે સર્વ આદરપૂર્વક સેવા કરાતા જિનેશ્વરને જોવા માટે વૃદ્ધિ પામતી મેટી ઉત્કંઠાવાળો થવાથી પ્રતિહારીએ દેખાડેલા માર્ગ વડે અંત:પુર તરફ ચાલ્યો. અનુક્રમે જલદી જલદી જતો તે રાજા વિવિધ પ્રકારની રક્ષાનો પ્રક્ષેપ કરાતા પાંચ વર્ણને પુષ્પના સમૂહથી મનેહર, દ્વાર દેશમાં સ્થાપન કરેલ મુશલ અને યૂપવાળા, શ્રેષ્ઠ વંદનમાલામાં રહેલા કુસુંબી અને રક્ત વસ્ત્રવડે શોભતા સૂતિકાગૃહે પહોંચ્યા. ત્યાં આગળ ચાલનાર પુરુષે રાજાનું આગમન નિવેદન કરવાથી દેવી તરત જ તેની સન્મુખ ઊભી થઈ. તે વખતે “હે દેવી ! સંભ્રમે ( આદરે) કરીને સર્યું સર્યું” એમ બેલતો રાજા દાસીએ આપેલા આસન ઉપર બેઠો. પછી સંજમના સમૂહથી વિકસ્વર નેત્રવાળા રાજાએ પોતાના