________________
પાર્શ્વકુમાર પાસે કલિંગરાજનું આગમન.
[ ૧૫૧ ]
કાર્યમાં નિપુણ પુરુષ “આ કેણ છે? અથવા હું કેણ છું?” એમ પિતાનું અને બીજાનું આંતરું જાણીને પ્રવર્તે અથવા પાછા ફરે. અગ્નિને ઓળંગવા માટે તત્પર થયેલ પતંગીયાના સમૂહની જેમ તેજસ્વી પુરૂષનું આક્રમણ કરવાને પ્રવતેલે પુરૂષ ક્ષયને પામે છે, તેમાં શું આશ્ચર્ય ? ભુવનના સ્વામીને વિષે આસકત થયેલી સિંહણની જેવી પ્રભાવતીની ઈચ્છા કરતા તમે અવશ્ય શિયાળની જેમ નાશ પામશે. જેની પાસે સુર અસુર સહિત સમગ્ર ત્રણ જગત પદાતિ તુલ્ય (જેવું) છે, તેવા ત્રણ લોકોને પૂજવા લાયક આ પ્રભુની સાથે તમારે વિરોધ કેમ હોય? તેથી અકસ્માત પિતાના કુળને નાશ કરવા માટે કેમ પ્રાપ્ત થયા છે ? કેમકે સિંહની સાથે મૃગલાનું યુદ્ધ યોગ્ય નથી.” આ પ્રમાણે તે દૂતે કહ્યું ત્યારે કોપથી રક્ત થયેલા બન્ને નેત્રવાળ કલિંગ રાજા વિગેરે શત્રુને સમૂહ બલવા લાગ્યા. “હું દૂત છું એમ બેલનાર તું હણવા યોગ્ય નથી. અન્યથા તું હણવા ગ્ય જ છે, કે જેથી અમારી પાસે પણ તું અત્યંત અગ્ય બે છે.” ત્યારે દૂતે કહ્યું કે “હજુ પણ તમે દુઃશિક્ષિત (મૂખ) છે, તેથી અમારા સ્વામીના ત્રણ ભુવન નમાં પ્રચંડ પરાક્રમને તમે જાણતા નથી.” એમ કહીને દૂત પાછો ફર્યો. અને અત્યંત ક્રોધને ધારણ કરતા તેઓએ દુખે કરીને વારી શકાય એવું ચતુરંગ સૈન્ય તૈયાર કર્યું દૂતે પણ જઈને ભુવનના સ્વામી પાર્વને સર્વ વૃત્તાંત કહ્યું. ત્યાર પછી પ્રભાકર મંત્રીએ કલિંગરાજ વિગેરે શત્રુ રાજાઓને કહ્યું કે-“અરે રે! રાજાઓ! યેગ્ય બોલનાર દૂતને પણ તિરસ્કાર કરીને પિતાના આત્માને પ્રમાણ કરતા તમે કેમ આવું નિસાર જેમ તેમ બેલ્યા? શું તમે આ પણ નથી જાણતા કે ચૌદ મહાસ્વપ્નવડે જેને અવતાર સૂચવાયે છે, જેના ચરણકમળ સર્વે સુર અસુરને વાંદવા લાયક થયાં છે, જેના જન્મ થયા પછી તરત જ શ્રમણ નામના યક્ષરાજે નાંખેલા સુવર્ણના નિધાનવડે નગરીના સર્વે લોકોને દારિદ્રરહિત કર્યા છે, તથા જેણે સમગ્ર રેગ અને શોક દૂરથી નાશ કર્યા છે, એવા આ પાશ્વકુમાર છે. (તે શું તમે નથી જાણતા ?) આ હકીકત મને ગુપ્તચરે કહી છે, કે-“ઇ માતલિ સારથિ સહિત અને અનેક દિવ્ય આયુધોથી પરિપૂર્ણ પિતાને વિજય રથ આ કુમારને યુદ્ધ સમયે આરહણ કરવા માટે મેક છે. ” તેથી કરીને તમે પોતાના આત્માનું રક્ષણ કરો. અકસ્માત જ દુર્નયરૂપી પવનથી પ્રેરાયેલા તમે પતંગીયાની જેમ તેના કપરૂપી અગ્નિને વિષે કેમ પડે છે ? ત્રણ લેકને પૂજવા લાયક આ કુમારની સેવા કરનારા તમને લઘુપણાનું કલંક નહીં લાગે, કેમકે તે ત્રણ જગતના બંધુરૂપ છે. તેથી તેની સેવાને પામેલા જીને બને ભવ સંબંધી અર્થની પ્રાપ્તિ હતાળમાં જ રહેલી છે.” આ પ્રમાણે સાંભળીને તત્કાળ ભયથી ક્ષોભ પામેલા તેઓ યથાવસ્થિત (સત્ય) અર્થનો વિચાર કરી કહેવા લાગ્યા, કે-“હે શ્રેષ્ઠ મંત્રી ! અમે કાર્ય અકાર્યને વિચાર કર્યા વિના અગ્ય કાર્યનું આચરણ કર્યું, પરંતુ હવે તે અમને યથાસ્થિત અર્થના વિસ્તારવડે સારી રીતે પ્રતિબંધ કર્યો છે, તેથી તું કહે કે અમારે તે