________________
[૧૬]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે :
પૂર્વે કરેલા ઉપકારને એકદમ જ ભૂલી ગયેલા મારા અધમ (નીચ) ભાઈને ચાંડાળની જે વ્યાપાર જુઓ. કેટલાક મનુષ્ય પોતાના માથા ઉપર રહેલા નાના તૃણને પણ દૂર કરનાર માણસને માટે ઉપકાર માને છે, અને બીજા માણસો સેંકડો ઉપકાર કર્યા છતાં પણ આધીન થતા નથી. તેથી કરીને કર્યો તે શુભ દિવસ આવશે ? કે જે દિવસે આવા અતિ અનર્થ કરનારા તેને હું મારા હાથથી જ મારી નાંખું ? ” આ પ્રમાણે ક્રોધને ધારણ કરતા અને રાજાના ભયથી અત્યંત કંપતા શરીરવાળે તે શીધ્રપણે એક મોટા વનમાં પ્રાપ્ત થયે. તે વનમાં વિવિધ જાતિના પક્ષીઓ શબ્દ કરતા હતા, તેના સ્થાને મોટા વૃક્ષેના સમૂહથી સુશોભિત હતા, તાપસોએ કરેલા અગ્નિ હેમથી ઉછળતા ધૂમાડાવડે સર્વ દિશાઓ વ્યાપ્ત થઈ હતી. ભમરાઓના રણરણાટ શબ્દના મિષ વડે જાણે શ્રેષ્ઠ ગાયનને પ્રારંભ કર્યો હોય, વાયુવડે ચલાયમાન થયેલા વૃક્ષની શાખારૂપી બાવડે જાણે તે નૃત્ય કરતું હોય, અતિ તીક્ષણ વાયુવડે કંપેલા મોટા વૃક્ષે ઉપરથી પડતા પુના મિષથી જાણે મેટા હર્ષવડે સાક્ષાત જલદીથી અર્થ આપતું હોય, તે વનખંડમાં રહેલા મેરે મૂકેલા મધુર કેકારવ શબ્દના મિષવડે જાણે કે પ્રતિશબ્દવડે પૂરાયેલી દિશાવાળું તે વન સ્વાગત(ભલે પધારે એવી) વાણીને બાલતું હોય એવું દેખાતું હતું. આવા પ્રકારના તે વનનિકુંજમાં ક્ષેત્રના સુંદરપણુથી, કષાયને ક્ષપશમ પ્રાપ્ત થવાથી અને નિયતિવાદ(નશીબ--કર્મ )નું સ્વરૂપ ન જાણી શકાય તેવું હોવાથી કમઠને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. પછી ત્યાં રહેલા જવલનશર્મા નામના કુલપતિને જોઈને તેને આદર સહિત પ્રણામ કરી તેની પાસે બેઠો. ત્યારે કુળપતિએ તેને કહ્યું કે-“હે વત્સ ! તું ક્યાંથી આવ્યું છે ? કયાં જવાનો છે ? અને ખેદ પામેલા જે કેમ દેખાય છે ? ” ત્યારે કમઠ બે કે હે ભગવાન ! હું પિતનપુર નગરથી આવ્યો છું, હમણું તે ક્યાંઈ પણ જવું નથી, અને મારા ભાઈને પરાભવ મારા ખેદનું કારણ છે.” ત્યારે કુળપતિએ કહ્યું કે-“હે વત્સ! એમ જ છે. કેમકે ક્ષમાવાળે પુરૂષ પણ ભાઈથી થયેલા પરાભવને સહન કરી શકતો નથી. એવું શાસ્ત્રનું વચન છે, જો કે એમ છે, તે પણ બુદ્ધિમાન પુરૂષે પરમાર્થની ગવેષણ (વિચારણા કરવી જોઈએ.
પૂર્વે તેવા પ્રકારનું કયું કર્મ નથી કર્યું ? કે જેથી બીજે કઈ પણ બાધા ન કરે ? હમણાં કેપ કરવાથી શું ફળ ? પિતાથી બીજે કેઈ અપરાધી નથી. પથ્થરવડે મરાયે કુતર કેપ પામીને તે પથ્થરને જ કરડે છે, પરંતુ સન્મુખ જ રહેલા પથ્થર નાંખનાર માણસની ભાવના કરતો નથી. તેથી કરીને હે ભદ્ર! કુતરાને વ્યવહારનો ત્યાગ કરીને સિંહની ચેષ્ટાને ધારણ કરી કેમકે કપ પામેલ સિંહ બાણુ તરફ દેડતો નથી પણ બાણને ફેંકનાર તરફ જ દડે છે. બુદ્ધિમાન પુરૂષોનો ક્રોધ પૂર્વે કરેલા પાપના વિલાસ
૧. જ્યાં ત્રણ માર્ગ એકઠા થાય તે ત્રિક. ૨. જ્યાં ચાર માર્ગ એકઠા થાય તે ચતુષ્ક (ચોક). ૩. સીધા માર્ગ તે ચત્વર (ચૌટું ).