________________
[ ૧૧૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જે ?
તેઓએ સારી રીતે નિશ્ચય કરીને લાંઘણ કરવાનું અને અત્યંત ગુપ્ત ગૃહમાં રહેવાનું કહ્યું. રાજાએ તે અંગીકાર કર્યું, અને તે જ દિવસથી લાંઘણુ કરવા તે પ્રવર્યો. મદનકંદલી પણ માયાના સ્વભાવથી જાણે પિતાના અત્યંત ગાઢ પ્રેમના સંબંધને પ્રકાશ કરતી હોય તેમ દેવ ભેજન નહીં કરે ત્યાં સુધી હું પણ નહીં કરું એમ વિચારીને લાંઘણમાં રહી. અને તે વાત રાજાને જણાવી. તે વખતે “અહમારા ઉપર આને નિશ્ચિત સનેહ છે” એમ વિચારીને તેણીના પ્રેમથી આકર્ષણ કરાયેલ રાજાએ તેણીને ભોજન કરાવવા માટે પ્રધાન પુરૂષને મોકલ્યા. તેઓએ ઘણા વાણીના વિસ્તારવડે તેણીને સમજાવી. તે વખતે “જીવન, મરણ, ભજન, લાંઘણ, તથા સુખ દુઃખ આ સર્વ દેવની સાથે જ છે.” એમ કહીને તે મદનકંદલી મૌન રહી પરંતુ રાત્રિએ એકાંતમાં થોડું અને પચ્ચે માત્રનું ભજન કરવા લાગી. ત્યાર પછી કેટલાક લંઘન કરવાથી રોગનો નાશ થયો ત્યારે રાજાએ ભજન કર્યુંતે વખતે દેવીએ ભેજન કર્યું. પછી “અહો! આને મારા ઉપર કે પ્રેમ છે?” એમ વિચારીને રાજાએ તેણીને સર્વ અંત:પુરીમાં મુખ્યપણે સ્થાપના કરી. પછી એક વખત અવસર પામીને તેણીએ પાનબીડામાં વિષ નાંખ્યું. તે પાનનું બીડું શંકા રહિત ચિત્તવાળા રાજાએ ખાધું અને તરત જ મરણ પામે, તથા આર્તધ્યાનના વશથી તે ભાખંડ પક્ષીપણે ઉત્પન્ન થયે. તે પંચશેલ દ્વીપને વિષે ફરવા લાગ્યા. કેઈક દિવસ જિનદત્ત નામનો શ્રાવક સમુદ્રમાં વહાણ ભાંગવાથી કઈ પણ પ્રકારે દેવના દુર્વિલાસના વશથી પાટિયાને એક કકડો પામીને પંચશલ દ્વીપમાં આવ્યું, અને તે દ્વીપને મળે ફરવા લાગ્યું. તે વખતે એક પ્રદેશને વિષે શૂળ ઉપર નંખાયેલ અને દુઃખથી સ્વનિત (રૂદનના) શબ્દને કરતે એક સુંદર આકારવાળે પુરુષ છે. તે જોઈ ભયથી કંપતા શરીરવાળા જિનદત્ત તેને પૂછયું, કે-હે મહાપુરૂષ ! આવી અવસ્થાવાળા તને મારે જે પૂછવું તે અતિ અગ્ય છે, તો પણ ભયથી વ્યાકુલ થયેલ હું કંઈક પૂછું છું કે આ પ્રદેશ ક્યાં છે ? તને આવી રીતે શુલિકા ઉપર કે ચડાવ્યા ? અથવા તેં શું કાંઈ વિનાશ કર્યું છે? ” ત્યારે તેણે કહ્યું, કે-“આ પંચશેલ નામને દ્વીપ છે, આ દ્વીપની કોપ પામેલી દેવીએ મને શલિકા ઉપર નાંખે છે, મેં તેની આજ્ઞાનો ભંગ કર્યો તે મારે અપરાધ છે, અથવા આ પણ પારમાર્થિક (સત્ય) નથી.
કાંઈ પણ નિમિત્ત માત્રને પામીને પાપ કરનારી અને વૈરવાળી આ દેવી કાળ રાત્રિની જેમ ઘણું માણસને પાડી દે છે. હે ભાઈ ! શું તું નથી દેખતા ? કેટલાકને વૃક્ષની શાખા ઉપર લટકાવ્યા છે, કેટલાકને પૃથ્વી ઉપર તરફ લેઢાના ખીલાવડે ખોડ્યા છે, ભૂતના બલિદાનની જેમ કેટલાકના શરીરના કકડા કરીને સર્વ દિશાઓમાં પક્ષીઓ વડે ખવાતા નાંખ્યા છે, કેટલાકને કુંભમાં પકાવ્યા છે, કેટલાકના નવ ખંડ કરીને તેરણ તરીકે બાંધ્યા છે, અને કેટલાકને અગ્નિવડે બાળ્યા છે. આ પ્રમાણે નરકના જેવી તેની મોટી વિડમ્બના (પીડા) જોઈને જીવિતને અથી ક્યો મનુષ્ય અહીં એક ક્ષણ માત્ર પણ