________________
[ ૧૨૮]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ કે જે :
હવે આ તરફ આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે દક્ષિણાઈ ભરતક્ષેત્રના તિલકરૂપ, ધન ધાન્યની સમૃદ્ધિવાળા કેવડે વ્યાસ અને પરચક્ર( શત્રુ સેન્ય), ચટ, ભટ અને ભેજક(ભુવા)થી ઉત્પન્ન થયેલા ક્ષુદ્ર ઉપદ્રવે નથી દેખ્યા જેણે એવા કાશી નામના દેશને વિષે સર્વ નગરીના અલંકાર જેવી, મોટા પ્રાકારની પરિક્ષેપ( વીંટાવા)ને લીધે લાખે શત્રુઆવડે પણ ક્ષોભ ન પમાડી શકાય તેવી, વાયુએ ઉછાળેલ સુરસક્તિ(ગંગાનદી)ના જળકણવડે સીંચેલા સિનગ્ધ વિવિધ પ્રકારના વનખંડવર્ડ જેનો પરિસર (પાસેને ભૂમિભાગ) સુશોભિત છે તેવી. કલિકાલના વિલાસવડે તિરસ્કાર નહીં પામેલી, ભૂત અને પિશાચાદિકે ઉત્પન્ન કરેલા દેવડે પરાભવને નહીં પામેલી, કુતીથિકની કુવાસનારૂપી પરાગ(ધૂળ)વડે આલિંગન નહીં કરાયેલી, ઇંદ્રની પુરીની જેમ ઘણા બુધ કેવડે અધિષિત, રત્નાકર (સમુદ્ર)ની વેળાની જેવી નાના પ્રકારના રત્ન, શંખ, છીપલી, પ્રવાળા, મોતી અને પર્વના સમૂહવડે સુશોભિત તથા પૃથ્વીની જેમ કુલપર્વત જેવા મોટા દેવાલયવડે શોભતી વાણારસી નામની નગરી છે. વળી તે નગરીમાં હાથીને વિષે જ મલિનપણું( શ્યામતા) છે, પણ પુરુષના ચરિત્રને વિષે મલિનપણું નથી, ભવનના કલહંસ પક્ષીને વિષે જ સુખરાગ છે, પણ વિશેષ પ્રકારના કેવિકારને વિષે નથી, તૃણના અગ્રભાગ ઉપર લાગેલા જળબિંદુને વિષે જ ચંચળપણું છે, પણ પ્રારંભેલા કાર્યને વિષે નથી, કલમ, અઠ્ઠ, રિટ્ટ વિગેરે પક્ષીઓને વિષે જ પક્ષપાત(પાંખને પાત’) છે, પણ વિવાદને વિષે પક્ષપાત નથી, તથા વૃદ્ધાવસ્થાની પ્રાપિવડે જ મુખને ભંગ થાય છે, પણ કેપના
અભિમાનવડે મુખભંગ થતો નથી. આવા પ્રકારના ગણો વડે મનોહર એવી તે નગરીને વિષે સૂર્યની જેમ વૃદ્ધિ પામતા ઉદયવડે શોભતે, ઐરાવણ હાથીની જેમ નિરંતર દાનને માટે ઉંચા કરવાળો, પિતાના પ્રતાપથી વશ થયેલા નમતા સામંત રાજાઓની મુગટમાળાવડે પૂજાતાં ચરણકમળવાળે અને ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના લલાટના તિલક સમાન અશ્વસેન નામનો રાજા છે. તથા સમગ્ર વિબુધ(વિદ્વાન)ના વર્ગને શીતળ છતાં પણ વેરીસમૂહને મોટા સંતાપને કરનાર, સ્થિર છતાં પણ સર્વ દિશાના સમૂહને વ્યાપ્ત કરવાના સ્વભાવવાળા અને ચંદ્રમંડળની જેવા ઉજવળ છતાં પણ શત્રુની સ્ત્રીઓના મુખમંડળને શ્યામ કરનારા જે રાજાના યશવડે બ્રહ્માંડરૂપી ભાંડ(વાસણ)ને મધ્ય ભાગ ભૂષિત થયેલ છે. તથા જેને વિષે રાજલક્ષ્મી મનહર લાવણ્ય વડે પરિપૂર્ણ હસ્તકમળવડે શોભતી, ભાર્યાની જેમ અન્ય પુરુષના સંગના વ્યતિકર રહિત, અત્યંત નિશ્ચળ અને વિશ્વ રહિત નિરંતર આલિંગનના સુખને પામેલી છે. તથા જેમ સમુદ્રને વેલા નામની ભાર્યા છે, સીરપાણિને વનમાલા નામની છે, કલ્પવૃક્ષને શાખા નામની છે, અને ચંદ્રને જેના નામની છે, તેમ તે રાજાને સર્વ અંતઃપુરમાં પ્રધાન અને
૧. સુંઠ અથવા હાથ. ૨. બળદેવ.