________________
[ ૧૩૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
22
આનદ કરનાર તમારા પુત્ર જિનેશ્વર થશે. આવા પ્રકારના ચોદે સ્વપ્ન તીર્થંકર અને ચક્રવતીની માતા જુએ છે, આનાથી અર્ધા (સાત) સ્વપ્નને જોનારી ભરતા ના સ્વામી( વાસુદેવ )રૂપ પુત્રનેા જન્મ આપે છે. તથા હૈ દેવ ! ખળદેવની માતાએ આમાંનાં ચાર સ્વપ્ન જુએ છે, બાકીના સામાન્ય રાજાઓની માતાએ આમાંનાં એક એક સ્વપ્નને જુએ છે. આ પ્રમાણે સાંભળીને અત્યંત હર્ષના પ્રક( સમૂહ )વડે ન્યાસ થયેલ રાજાએ આ સર્વ વૃત્તાંત તુચિત્તવાળી દેવીને કહ્યો. “ હે દેવી ! નિમિત્તિયાનું કહેલું આ વચન સત્ય છે, ફરીથી પશુ કહું છું' કે સત્ય છે, અને કેવળીના વચનની જેમ અવિતથ (સત્ય) છે. તેથી તું જરા પણ શંકા કરીશ નહીં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ તે નિમિત્તિયાઓની પૂજા કરીને મનેાહર વાણીવડે વિદાય કર્યો, ત્યારે તે પાતપેાતાને સ્થાને ગયા. આ પ્રમાણે મેાટા આનંદથી ભરપૂર થયેલી વામાદેવી અત્યંત સુખે કરીને ગર્ભને વહન કરવા લાગી. પછી જિનના પક્ષપાતી ઇંદ્રના વચનથી વૈશ્રમણ યક્ષે આજ્ઞા આપેલા તિય ન્તુ ભક દેવાએ તે રાજાના ભવનમાં કરાડા સુવણૅઅેના ઢગલા, મણિ, માતી, પ્રવાલ, કર્ક તક અને નીલમણિ વગેરે રત્નાના સમૂહ, ચીન, ૩અચીન અને દેખ્ય વિગેરે શ્રેષ્ઠ વસ્રોના વિસ્તાર ( સમૂહ ) તથા ખીજા સર્વ ભાગના ંગ ( પદાર્થ ) નાંખ્યા. તથા વાયુકુમાર દેવાએ તૃણુ અને કચરા વિગેરે અસાર અને દુર્ગંધી પુદ્ગલા દૂર કર્યા. મેઘકુમાર વગેરે દેવાએ પણ ગર્ભમાં ભગવાન ઉત્પન્ન થવાથી અત્યંત આનંદ પામીને સુગંધી જળની વૃષ્ટિ કરી. ઋતુદેવતાએ પણ અત્યંત વિકસ્વર મદાર અને પારિજાતની મંજરી સહિત અને રણરણુ શબ્દ કરતા ભમરાના સમૂહૂધાળા વિવિધ પ્રકારના પુષ્પના સમૂહ વિખેર્યા ( નાંખ્યા ). જિનેશ્વરના મેાટા પુણ્યના પ્રકથી પ્રેરણા કરાયેલી કેટલીક દેવીએ દણુ દેખાડવા લાગી, કેટલીક સ્તુતિ કરવા લાગી, કેટલીક મનવાંછિત વસ્તુ આપવા લાગી, કેટલીએક જય, જીવ, આનંદ પામ વિગેરે આશીર્વાદ ખાલવા લાગી, તથા કેટલીએક સ ંતાષ, પુષ્ટિ, ક્રાંતિ અને લાવણ્ય કરનારા ઉત્તરકુરુ દેશમાં નીપજેલા આહાર લાવીને આપવા લાગી. ઘણું કહેવાથી શું?
ܕܕ
વામાદેવીની પાસે રહેલી મનહર આલાપને કરતી અને અત્યંત વિનયથી નમતી દેવીએ કિંકરીની જેમ ( દાસીની જેમ ) તેની સેવા કરતી હતી. પૂર્વે સારી રીતે આચરેલા પુણ્યને કાંઇપણુ અસાધ્ય નથી, અન્યથા સુરાંગનાએ। મનુષ્ય સ્ત્રીની દાસી કેમ થાય?
આ પ્રમાણે માટા પ્રભાવવાળી તે વામાદેવી દેવાની અંગનાવડે સેવાતી હતી, મનુષ્યની સ્ત્રીઆવડે અતિ મનેાહર વાણીએ કરીને લાઘા કરાતી હતી, મધુર કંઠવર્ડ મનહર કિન્નરની સ્ત્રીએવર્ડ ગાયન કરાતી હતી, ખદીજનેાવર્ડ દરેક ક્ષણે શ્લેાકેાથી સ્તુતિ કરાતી હતી, તથા હર્ષિત અંગવાળા બધુ અને મિત્રજનેાવર્ડ આનંદ પમાડાતી હતી, આ
૧. ચક્રવર્તીની માતા આ સ્વપ્ના કાંઇક ઝાંખા જુએ છે. ૨ રેશમી, ૩. અ રેશમી .