________________
કનકબાહુ ચક્રવર્તીને પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન અને છ ખંડનું સાધવું.
[૧૧૭]
ઠેકાણે ઠેકાણે હર્ષ પામેલા અને ક્રીડા કરતા નટના નાટક સંબંધી તાલ વગાડનારા માણસના સમૂહવડે મનહર તથા આનંદવાળા બંદીના સમૂહે કરેલી જય જયારવની આઘાષણ વડે વૃદ્ધિ પામતા મોટા કોલાહલવાળું વધામણું મોટી સમૃદ્ધિના વિસ્તારથી કર્યું. આ પ્રમાણે કનકબાહુ રાજા દેવલોકમાં ઇંદ્રની જેમ અને પાતાળમાં નાગરાજની જેમ પૂર્વે કરેલા સુકૃતવડે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરતે અને પદ્દમા નામની મુખ્ય રાણુની સાથે વિષયસુખને ભેગવતો કેટલાક લાંબા કાળને નિગમન કરતો હતો. તે વખતે આયુધશાળામાં નીમેલા મુખ્ય પુરૂષે આવીને રાજાને વધામણ આપી કે-“હે દેવ સ્કુરાયમાન વિજળીની છટાની પ્રજાના સમૂહના આરોપવાળા આયુધની શાળાને વિષે વિવિધ પ્રકારના મણિબંડવડે મંડિત હજાર આરાવડે શોભતું, સારભૂત, શત્રુના સમૂહના વધને વિષે દેવો અને અસુરે વડે પણ જેને પ્રસાર અટકાવી ન શકાય તેવું અને ઘણું પુણ્યથી પામી શકાય તેવું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળીને ઉલ્લાસ પામતા હર્ષવાળે કનકબાહુ રાજા પિતે રાજલક સહિત આયુધશાળામાં ગયે, અને મોટા વિસ્તાર થી ચક્રરત્નને આઠ દિવસને મહત્સવ કરાવ્યો. તે અવસરે ચક્રવતીની સમાન મોટા વિક્રમવાળું, શત્રુઓને ક્ષોભ પમાડવામાં નિપુણે અને નિર્મળ બુદ્ધિવાળું સેનાપતિ રત્ન પણ ઉત્પન્ન થયું, ખેતી કર્મ કરવામાં પ્રગટ બુદ્ધિના પ્રસારવાળો ગાથાપતિ, શાંતિકર્મ - કરવામાં અત્યંત દક્ષ અને સર્વ શાસ્ત્રને જાણનાર પુરોહિત, ગુજરત્ન, અશ્વરત્ન, વાધેકિ. રત્ન અને મોટી કળાવાળું, સુખ સ્પર્શવાળું અને બીજી સર્વ સ્ત્રીઓમાં પ્રધાન સ્ત્રીરત્ન,
એક હજાર ને આઠ સળીવાળું, વામ ભાગે વિસ્તારવાળું છત્રરન, બે રયણ (હાથ) વિસ્તારવાળું મનોહર ચામર રત્ન, સૂર્યમંડળની પ્રભા જેવા વિસ્તારવાળું, ચાર આંગળના પ્રમાણુવાળું મણિરત્ન, વળી ચાર આગળ લાંબું સુવર્ણનું શ્રેષ્ઠ કાંકિણિરત્ન, બત્રીશ આંગળ લાંબું અસિરત્ન, તથા શત્રુને દુઃસહ અને વામ ભાગે લાંબું દંડરત્ન, આ પ્રમાણે સર્વે (ચૌદ) રને ઉત્પન્ન થયાં. તે અવસરે હજાર યક્ષેવિડે આશિત ચક્રરતના પૂર્વદિશાની સન્મુખ ચાલ્યું, તેની પાછળના માર્ગ સર્વ સૈન્ય અને વાહન સહિત ચક્રવતી ચાલે. તે ચક્રરત્ન પૂર્વ દિશામાં માગધતીર્થાધિપતિ દેવની પાસે જઈને રહ્યું. ત્યારે ચક્રવત્તીએ ત્રણ રાત્રિના ઉપવાસ (અઠમ) કરીને ધનુષ્યને કાન સુધી ખેંચીને માગધાધિપતે ઉદ્દેશીને પિતાના નામના ચિહ્નવાળું બાણ મૂકયું. ત્યારે પિતાના અનેક દેવોથી પરિવરેલે, સભામંડપમાં બેઠેલે તે દેવ પિતાના પગની પાસે પડેલા તે બાણને જોઈને ઉત્પન્ન થયેલા કેપના આવેગવાળો અને ચડાવેલી ભૂકુટિના ભંગવડે ભયંકર મુખવાળે થઈને બોલવા લાગ્યો, કે-“ દુષ્ટ હીન લક્ષણવાળો અને મરવાની ઈચ્છાવાળો આ કેણુ છે? કે જે મારી સભામાં સુવર્ણના પંખવાળું બાણ મૂકે છે ? અત્યંત ગર્વવાળા વિદ્યાધર કે દેવ કે ગંધર્વ એમાંથી કેણ આ સંભવે છે? કે જેણે અત્યંત અનુચિતપણે બાણને ફેંકયું ?” એ પ્રમાણે મેટા કાપવાળો તે જોવામાં તે બાણને હાથમાં લઈને