________________
[ કર ] - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ : કામદેવ જેવો છે, આ પ્રમાણે તે રાજા એક જ છતાં પણ અનેક રૂપપણને વહન (ધારણ) કરનાર છે.
વળી તે રાજા મોટા શત્રુરૂપી પર્વતના મસ્તકરૂપી શિખરને પાડી નાંખવામાં મોટા પ્રભાવવાળો છે. વીજળીના પડવાની જેમ તે કોના હૃદયને ભયથી વ્યાકુળ કરતું નથી ? તે રાજા શત્રુના કુળને એકાંત રહિત છતાં પણ એકાંતમાં રહેલું કરે છે. કુમાર સહિત છતાં પણ કુમાર રહિત કરે છે. બળવાન છતાં પણ જલદીથી બળ સહિત સ્કુટ રીતે કરે છે. તે રાજાને જેમ સૂર્યને રયણ નામની રાણું છે તેમ સમગ્ર અંતઃપુરમાં પ્રધાન (મુખ્ય) અને સૌભાગ્યવડે રતિ અને રંભાના અભિમાનને નાશ કરનારી તિલકાવતી નામની પટરાણી છે. તેની સાથે ત્રણ (ધર્મ, અર્થ અને કામ ) વર્ગના સારભૂત સંસારના સુખને અનુભવતા તે રાજાના દિવસે જવા લાગ્યા. પછી કે એક દિવસે સારા સ્વવડે પિતાના અવતારને જણાવતે તે વનસ્તીને જીવ સહસાર સ્વર્ગને દેવ ત્યાંથી આવીને તિલકાવતી રાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે, અને યોગ્ય કાળે તેનો જન્મ થયો, તેનું વધામણું થયું, નગરના લોકો ખુશી થયા. પાંચ ધાવમાતાને સેપેલ તે કુમાર પર્વતની ગુફામાં રહેલા કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો, તે રાજપુત્રનું કિરણગ નામ પાડયું. પૂર્વે કરેલા સુકૃત(પુણ્ય)ના સમૂહવડે રૂપ, લાવણ્ય અને કળાની કુશળતા વિગેરે ગુણવડે તે- સર્વ અંગમાં આલિંગન કરાયે, અને ક્રમે કરીને સર્વ લેકના લોચનને લભ પમાડતો તે યુવાવસ્થાને પામ્યા. તે વખતે “ચાર સમુદ્રના વલયરૂપી મેખલા(કંદરા)વાળી પૃથ્વીરૂપી સ્ત્રીને આ પતિ થવો જોઈએ” એમ ધારીને તે વિદ્યાધર રાજા અત્યંત ખુશી થે. કુમાર પણ ચિરકાળથી દર્શન કરવામાં ઉત્સુક થયેલી વહાલી પત્નીઓ વડે જેમ પરિવરે તેમ આકાશગામિની અને પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ વડે પરિવેર્યો. પછી ઉચિત સમયે મોટા સામંત રાજાના કુળમાં ઉત્પન્ન થયેલી પદ્માવતી નામની કન્યા સાથે મોટી વિભૂતિવડે તેને પરણાવ્યું. પાણગ્રહણ(લગ્ન) થયા પછી તેણીની સાથે વિવિધ પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરતે તે કુમાર કાળને નિર્ગમન કરવા લાગ્યો. ત્યાર પછી કઈ એક દિવસે તે વિદ્ગતિ વિદ્યાધરને રાજા હાથીના સકંધ ઉપર ચડ્યો, અને કેટલાક પ્રધાન, મંત્રી, સામંત રાજા, સુભટ અને સૈન્ય સહિત રાજપાટીને માટે નગરમાંથી નીકળ્યો. અને આમ તેમ ફરતે ફરતે તે કુસુમાવતંસ નામના ઉદ્યાનમાં પૈઠે. તે ઉદ્યાન કેવું છે? તે કહે છે.—કઈ ઠેકાણે નવમાલિકા અને માલતીવડે શોભિત હતું, કેઈ ઠેકાણે નવી કેતકીના સમૂહવડે વ્યાપ્ત હતું, કોઈ ઠેકાણે પુનાગ અને નાગાવળીથી વ્યાપ્ત હતું, કેઈ ઠેકાણે ઘણી સુગંધને લીધે એકઠા થયેલા ભમરાઓ વડે વ્યાપ્ત હતું, કેઈ ઠેકાણે વિકસ્વર સહકાર(આંબા)ની શાખાઓવડે ઉદ્ઘસાયમાન હતું, કેઈ ઠેકાણે શતપત્રિકા અને મલવડે
૧ બળ એટલે સૈન્ય પણ કહી શકાય.