________________
પ્રસ્તાવ ર જો,
>
વિદ્યાધર કિરણવેગ અને સર્પ એ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું, તે હાલમાં કહેવાય છે, તેને તમે શાંત મનવાળા થઈને સાંભળેા. ( ૧ )—આ જ જ બૂઢીપ નામના દ્વીપને વિષે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરના શ્રૃંગારના આકારવડે મેટા સુચ્છ નામના વિજયમાં પતાકા ( ધ્વજા ) જેવા અને વિવિધ પ્રકારના પ્રભાવવાળા રત્નાવર્ડ વ્યાપ્ત એવા મેટા વૈતાઢ્ય પર્વત ઉપર તિલકપુર નામનું નગર છે. તેમાં રમ્યતાના ગુણુવડે રાગી થયેલા દેવતાએ નિવાસ કરવાને ઇચ્છે છે, રાસડા લેવામાં ઉલ્લાસ પામેલી સ્ત્રીઓના રણુરણુ ( શબ્દ ) કરતા વલયેાવડે તેની વિભૂતિના પ્રભાવ પ્રગટ દેખાય છે, દયા, દાક્ષિણ્ય, સત્ય અને સારા હિતેચ્છુપણું વિગેરે ગુણુાવડે અત્યત પૂજવા લાયક મહાપુરૂષાવડે તે ગારવવાળુ છે. સૂર્યના કિરણેાના સમૂહનાં સ્પર્શથી ઉછળતા અગ્નિના કણીયાવડે અનુમાન કરાતા સ્ફટિક મણના થાંભલામાં રહેલી પુતળીવડે અને તેારણેાવડે શાંભતા પ્રાસાદા તેમાં છે, અને સ` નગરાના સમૂહના કપાળમાં રહેલા તિલક સમાન તે નગર છે. વળી તે નગરમાં કપાળને વિષે અલિક ( કપાળ ) કહેવાય છે, કમળના વનને વિષે રાય( ચકલી )ના વિરાગ છે, સ્ત્રીઓના કપડાને વિષે નીવી( નાડી )ના ભંગના વિભ્રમ છે, સરાવરાની શ્રેણિમાં નાલિય ( કમલના નાળવા )ના વિકાસ છે, તથા શમી વૃક્ષેાને વિષે સંગર (યુદ્ધ—પરસ્પર અથડાવું) સભવે છે, પરંતુ તે નગરના લેાકેાને વિષે તે નથી ( અલિક એટલે અસત્ય, રાવિરાગ એટલે રાન્ત ઉપર વૈરાગ્ય, નીવી એટલે મૂળ ધન, નાલિયુલ્લાસ એટલે અજ્ઞાનના ઉલ્લાસ, અને સગર એટલે યુદ્ધ આટલાવાના મનુષ્યમાં નથી. ) પરંતુ માત્ર એક જ દોષ છે કે રાત્રિને વિષે નગરની સ્ત્રીઓના ભૂષણેાની કાંતિવડે પ્રગટ માર્ગવાળા તે નગરમાં ચારની વાંછા સફળ થતી નથી. તે નગરને યુદ્ધના વ્યાપારમાં સજ્જ એવા વિદ્યુતિ નામના વિદ્યાધર રાજા રક્ષણ કરે છે, તે રાજા ઇંદ્ર જેવા માહાત્મ્યવડે શત્રુને હણનાર છે. વક્ષ:સ્થળમાં વિશ્રામ પામેલી ( રહેલી ) અને વ્યાકુળતા રહિત ( સ્થિર ) રાજલક્ષ્મીના વિલાસવડે મનેાહર છે, તેના ચરણના નખની કાંતિરૂપી સરાવરમાં ઘણા વિદ્યાધરાના મણિમય મુગટાના માણિકયરૂપી મગરી રહેલા છે, તથા સમગ્ર વખાણવા લાયક ( શ્રેષ્ઠ ) રાજાના લક્ષણાવડે તેનુ શરીર સુશેાભિત છે. વળી તે રાજા કેાપવડે યમરાજ જેવા છે, સમૃદ્ધિના વિસ્તારવડે કુબેર જેવા છે, દાન આપવામાં અલિરાજા જેવા છે અને રૂપવડે
દ