________________
છે
“પ્રભુને પાંચમે ભવ-રાજાએ કુમાર તેમજ રાણીને કરેલ પ્રતિબંધ.
[ ૧૦૧ ]
ત્યાગ કરવાથી થાય છે, અને તેને ત્યાગ પણ પરલોકના ભયથી સંભવે છે, તથા પર લકનો ભય મેટી કલ્યાણરૂપી વેલડીએ કરીને સહિત એવા અને સદ્દગતિરૂપી શ્રેષ્ઠ સ્ત્રી (દેવી)એ મોકલેલાની જેમ કેઈકને જ થાય છે. આ પ્રમાણે હે વત્સ! ઉત્તરોત્તર (આગળ આગળ) ગુણના મહત્વનું સ્થાન પામવાથી તેવું બીજું કાંઈ પણ નથી, કે જે સિદ્ધ ન થાય, તો પછી આ રાજ્ય તે કેટલું માત્ર છે?” આ પ્રમાણે કનકબાહને સારી રીતે ઉપદેશ આપીને પછી રાજા પરિજનથકી સુદર્શને રાણીને માટે સંતાપ સાંભળીને તેને સંતાપ દૂર કરવા માટે અંતઃપુરમાં ગયો. તેને જોઈ સુદર્શને ઊભી થઈ. ત્યાં સુખાસન ઉપર બેસીને તે રાજા કહેવા લાગે કે-“હે દેવી ! તારા પુત્રને રાજ્યનો ભાર સંપવાથી અમે હર્ષ પામ્યા છીએ, પરંતુ તારી અસમાધિ સાંભળવાવડે કાંઈક અન્યથા પણ છે, તેં હે દેવી ! મનમાં સંતાપ થવાનું શું કારણ છે? તે હું સાંભળવા ઈચ્છું છું.” ત્યારે દેવીએ કહ્યું કે-“ હે દેવ ! ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ છે. તે જે પિતાપિતાના સમય વિના કરવામાં આવે તે સુખકારક થતા નથી, તેથી જે આ ધર્માર્થ તમે અયોગ્ય કાળે આરંભે છે, તે જ હે દેવ ! મારા મોટા સંતાપનું કારણ છે.” ત્યારે રાજાએ કહ્યું કે-“હે દેવી! ધર્મને એગ્ય કાળ કર્યો હોય તે તું કહે ” ત્યારે તેણીએ કહ્યું કે-“વૃદ્ધાવસ્થામાં અને ઇંદ્રિયો શાંત થાય ત્યારે ધર્મને યોગ્ય કાળ છે.” ત્યારે કાંઈક હસીને રાજાએ કહ્યું કે “હે દેવી! આ તારું વચન અગ્ય છે. જર્જર અંગવાળા મનુષ્ય ધર્મ કરવાને શી રીતે શક્તિમાન થાય? કેમકે તપ, નિયમ, વિનય, સંયમ અને જ્ઞાનને અભ્યાસ સાધવા લાયક છે. અને તે વૃદ્ધાવસ્થામાં સમગ્ર શક્તિ રહિત થયેલાને સંભવતા નથી. જેમ અવિકલ (પરિપૂર્ણ ) દેહપણું હોય ત્યારે અર્થ અને કામ પ્રાપ્ત કરી શકાય છે, તે જ પ્રમાણે ધર્માર્થ પણ પ્રાપ્ત કરી શકાય છે, તેથી વૃદ્ધપણું અયુક્ત છે. વળી ધર્મને સાધવામાં ઇદ્રિનું ઉપશાંતપણું જ કારણ છે, તે સત્ય છે; પરંતુ ઇન્દ્રિયોનો ઉપશમ વૃદ્ધપણાની કે બીજાની ( યુવાનપણાની) અપેક્ષા કરતો નથી, કેમકે કેટલાક વૃદ્ધો પણ ઇન્દ્રિયને નિગ્રહ કરતા નથી, અને કેટલાક યુવાન પણ નિગ્રહ કરે છે. તેથી અહીં વિવેક જ કારણ છે એમ ગ્ય છે. તે નિગ્રહને સંભવત કાળ કે અકાળ અવિવેકી માણસને ઘટતું નથી. તથા વૃદ્ધપણું પ્રાપ્ત થશે કે નહીં ? તે પણ કહ્યું જાણે છે ? જેમ પાકેલા અને કાચા પણું ફળો વૃક્ષ ઉપરથી પડે છે, તેમ વૃદ્ધ અને બાળક પણ મરણ પામે છે. તેમાં નિયમને પરિણામ શું છે? મૃત્યુ અનિયમિત છે, તથા દેહ, રૂપ અને વૈભવ નાશવંત છે, તથા વિષયેનું સુખ પણ પરિણામે ભયંકર (દુઃખરૂપ) છેતેથી તેમાં આગ્રહ શું કરે? જે કાર્ય વૃદ્ધપણામાં કરવા લાયક છે, તે કાર્ય હમણાં કેમ ન કરાય? કેમકે કલ્યાણના પ્રજનવાળા કાર્યો ઘણા વિશ્વવાળા હોય છે, તે તું શું નથી જાણતી ?” આ પ્રમાણે રાજાએ સુદર્શના દેવીને તેવા પ્રકારે કોઈપણ રીતે પ્રતિબોધ કર્યો, કે જે પ્રકારે સંવેગને પામેલી તેણીને જાતિસ્મરણ જ્ઞાન