________________
[ ૧૦૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો ઃ
માને વિષે પ્રગટ સરભવાળા થઇને પ્રવંતા ન હાય ? સત્પુરૂષાનુ વૃદ્ધિ પામેલુ જીવિત અને મરણ પણુ વખણાય છે, તેથી આ સ્વાધીન હાવાથી શા માટે પ્રમાદ કરવા જોઇએ ? ” આ પ્રમાણે વિચાર કરીને કનકબાહુ પુત્રને લાવીને અશ્રુના પ્રવાહવર્ડ આર્દ્ર થયેલા નેત્રનેકમળવાળા રાજાએ તેને સ્નેહપૂર્વક કહ્યુ કે “ હે પુત્ર ! સ ગુણ્ણાએ કરીને તું મારાથી પશુ માટે છે. તેથી તુ રાજ્યને અ ંગીકાર કર, અને હું તારી અનુજ્ઞાથી સુગુરૂની પાસે સÖવિરતિ ગ્રહણ કરીને વિવિધ પ્રકારના તપમાં તપર થઇને પોતાના જન્મ અને જીવિતના દુર્લČભ ફળને ગ્રહણ કરૂ. ” તે સાંભળીને દુ:ખે કરીને સહન કરી શકાય તેવા થનારા પિતાના વિયેાગના શાકથી તેના નેત્રમાં જળ ઉછળવા લાગ્યું અને “ હવે ઇચ્છા પ્રમાણે ચાલવાની ક્રીડાને આ જલાંજલિ આપું છું. ” એમ વિચારતા તે કુમારસિ ંહે પિતાને આ પ્રમાણે કહ્યું કે-“ હે પિતા ! તમારા પ્રસાદથી નિશ્ચિત થયેલા મને તમે ચિંતાવાળા ન કરી. તમાએ ત્યાગ કરેલા હું બીજાને અનુસરવાવડે દુ:ખી થઇશ. અને હૃદયમાં રહેલા દુ:ખને હું કાની પાસે કહીશ? ” આ પ્રમાણે વાર વાર અશ્રુના પ્રવાહવડે ચલાયમાન નેત્રકમળવાળા અને શાકના ભારથી ફુલેલા ગળારૂપી નીકના રૂંધાવાવર્ડ સ્ખલના પામતા અક્ષરવાળી વાણીવડે ખેલતાં તે કુમારને પેાતાના ખેાળામાં બેસાડીને ઘણા કાળ સુધી પ્રેમભરેલા વચનાવડે શિખામણ આપીને ભૃકુટિના માત્ર દેખાડવાવડે જ દોડેલા પ્રધાન પુરૂષોએ આણેલા ‘સુવર્ણ કુંભના મુખમાંથી નીકળતા મેટા તીર્થાંમાં ઉત્પન્ન થયેલા જળવડે નહીં ઇચ્છતાં પણ તે રાજપુત્રને અભિષેક કર્યો અને સર્વ રાજાઓથી પરિવરેલા તે રાજાએ તેને પ્રણામ કર્યા, તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું. તથા મણુિના સમૂહવડે શેાલતા કંઠે અને ઘુઘરીના સમૂહવડે ઉજવળ મનેાહર ચામર તેના ઉપર ઢાળવા લાગ્યા તથા “તમે ચિરકાળ સુધી જય પામેા જીવા અને આનંદ પામેા. ” એમ ઉચ્ચાર કરવામાં ખદીજનાના,સમૂહના મુખ વાચાળ થયા. પાંચ વર્ષોંના રત્નાના કિરણેાવડે ઇંદ્રના ધનુષ્યના વિસ્તારને કાપી નાંખનારા સિંહા સન ઉપર બેઠેલા, સુભટ, લેાજક અને અંગરક્ષકેાવડે ચૈતરફથી પરિવરેલા, ઉદયાચળ પર્વતના શિખર ઉપર રહેલા સૂર્યની જેવા શેાલતા એવા તેને જોઇને માટો ભાર ઉતાર્યાં છે, એવા ભારવાહકની જેમ હૃદયમાં અત્યંત ને પામેલ તે વખાડું રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હે વત્સ ! રાજ્યને અંગીકાર કરનારા તારે સદા તે પ્રકારે માણસાની સાથે વર્તવું, કે જે પ્રકારે તુ અને હું... આપણે બન્ને લાલાને લાયક થઈએ, શું તે પણ પુત્ર કહેવાય ? કે જેની લેાકેાત્તર કીર્તિ વડે અત્યત ભરેલું ભવન કરેલા હાસ્યની જેમ શાલતુ ન હેાય ? વળી હે પુત્ર! તે ક્રીતિ પેાતાનું પવિત્ર વ્રત પાળવાથી પ્રાસ થાય છે, અને તેનુ પાલન સમગ્ર દુનીતિના ત્યાગથી જ થાય છે. વળી તેના ત્યાગ હુંમેશાં સદ્ગુરુની પાસે સારા શાસ્ત્રના શ્રવણુવડે થાય છે, અને તેનું શ્રવણુ શિકાર, જુગાર વિગેરે વ્યસનના ત્યાગ કરવાથી થાય છે. વળી તેના ત્યાગ પાપી મિત્રાના સંગના