________________
જ પ્રભુને બીજો ભવ : બંને વણિક પુત્રને મુનિરાજે બતાવેલ બાર ભાવનાનું સ્વરૂપ. [ ૫૫ ]
લઈ જતે જીવ નાની સ્થિતિવાળાને મોટી સ્થિતિવાળું, મંદ રસવાળાને તીવ્ર રસવાળું અને થોડા પ્રદેશવાળાને ઘણા પ્રદેશવાળું કરતો તે (જીવ) અનંત સંસારરૂપી વનમાં ભટકે છે. આ પ્રમાણે અનર્થ ફળવાળી સાતમી આશ્રવ ભાવના છે. (૭). ત્યાર પછી હમણું કહેલી (આશ્રવ) ભાવનાની પ્રતિપક્ષ(શત્રુ રૂપ સંવર ભાવના ભાવવી. તે આ પ્રમાણે સ્વભાવથી જ પાપ આશ્રવમાં તત્પર છતાં પણ આ જીવ મિથ્યાત્વને આચ્છાદન (નાશ ) કરવાથી, પ્રાણાતિપાતાદિ (જીવહિંસાદિ) પાપનાં સ્થાનના વિરામ પામવાથી, ઇંદ્રિયરૂપી સૈન્યનો પરાજય કરવાથી, ગર્વવડે ઉદ્ધત ક્રોધાદિના સમૂહને સ્કૂલના પમાડવાથી (અટકાવવાથી), પ્રચંડ ત્રિદંડરૂપી આડંબરના રૂંધવાથી, સર્વ દ્વારેના ઢાંકવાવડે નિર્ભય કમાડવાળા પ્રાસાદની જેવી ચતરફથી ઝરતી પોતાની પાપરૂપી સર્વ રજને સંવર કરવી (રૂંધી દેવી). તેવા પ્રકારને વૃદ્ધિ પામતો શુભ ભાવ પણ પૂર્વે બાંધેલી અવસ્થાવાળી શુભ કર્મ પ્રકૃતિ હસ્વ સ્થિતિવાળી હોય તેને દીર્ધ સ્થિતિવાળી કરે છે, મંદ રસવાળીને તીવ્ર રસવાળી કરે છે, અને અલ્પ પ્રદેશવાળીને ઘણા પ્રદેશવાળી કરે છે. આ પ્રમાણે આઠમી સંવર ભાવના છે. (૮). ત્યારપછી નિર્જરા ભાવના છે અને તે અનશનાદિક વિચિત્ર તપક્રિયા કરવાવડે અશુભ એવા આઠે કર્મોની ગ્રંથિ(ગાંઠ)ને છોડી નાંખનારા લક્ષણવાળી છે. જેમ કે પુરુષ તેવા પ્રકારની (મેટી) વ્યાધિથી દુષ્કી થયેલ હોવાથી તીખા, કડવા અને કષાયેલા ઔષધવડે, પથ્ય અને અ૫ ભેજનવડે તથા પરિમિત જળપાનાદિકવડે રેગની પીડાનો નાશ કરી અનુક્રમે સર્વ શરીરની બાધા રહિત થાય છે, તેમ જીવ પણ સંવેગના સારભૂત છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે મોટા તપવડે પૂર્વે બાંધેલા અને નિકાચિત કરેલા અશુભ કર્મને ખપાવી મોટા આરોચના આનંદને પ્રાપ્ત કરે છે. આ નવમી નિર્જરા ભાવના છે. (૯). હવે લેક ભાવના આવી. તેમાં પ્રથમ દ્રવ્યાદિક ચાર ભેદવાળા લેકનું સ્વરૂપ ભાવવું. તેમાં દ્રવ્યથી (દ્રવ્ય લક) જીવાદિક પાંચ અસ્તિકાયરૂપ, ક્ષેત્રથી ચૌદ રાજ (રજજુ) પ્રમાણુ ક્ષેત્રના લક્ષણવાળો ક્ષેત્રલેક છે, કાળથી અનાદિ અનંત છે, તથા ભાવથી ઉત્પાદ (ઉત્પત્તિ), વિગમ (નાશ) અને ધ્રુવ (નિચળ) સ્વભાવવાળો છે. અથવા વિચિત્ર સંસ્થાનવડે રહે છે. ઘણું શું કહેવું? અલેકમાં સાત નરક પૃથ્વી છે, તે નિરંતર બળવું, શસ્ત્રથી હણાવું વિગેરે મેટા દુઃખાવડે તપેલા નારકી જીવની સાત વસતિ (પૃથ્વીઓ) છે. તિર્થંકલેક બમણું બમણા વિસ્તારવાળો અસંખ્ય દ્વીપ અને સમુદ્ર તથા સૂર્ય, ચંદ્ર વિગેરે તિના સમૂહ રૂપ છે, તથા ઊર્વક સૌધર્માદિક બાર દેવક, તેના ઉપર નવ વેયક, તેના ઉપર પાંચ અનુત્તર વિમાન અને ત્યાર પછી (તેની ઉપર) લેકાગ્રમાં રહેલ સિદ્ધક્ષેત્ર છે, એમ ભાવના ભાવવી. આવી ભાવના કરવાથી (વૈશાખ સ્થાને રહેલા ) કેડ ઉપર રાખેલા બે હાથવાળા મનુષ્યના આકારવાળા લેકની ભાવના ભાવી જ હોય છે. આ પ્રમાણે દશમી લેકસ્વરૂપ ભાવના છે. (૧૦). હવે બેધિદુર્લભતાની ભાવના છે. તે આ પ્રમાણે-અહીં દુર્જનની
૧ મનદંડ, વચનદંડ અને કાયદંડ.