________________
તા
પ્રભુને ચોથે ભવ-અંગરાજાના આગ્રહથી વિદ્યાધરે કરેલ વિજયાનું અપહરણ. [ ૭૯ ]
તેટલામાં ચિરકાળની સંગતવાળા એક ખેચરે(વિદ્યાધરે) આવીને તેને કહ્યું કે-“હે નરેંદ્ર! યેગીની જેમ ત્યાગ કરેલા વ્યાપારવાળા થઈને તમે કેમ આવી રીતે રહ્યા છો ? જે કાંઈ કામ હોય, તે મને કહે, આવી રીતે તમે મુંઝાઓ નહીં.આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તેની સન્મુખ જોઈને કહ્યું કે-“આ આસન છે, તેના ઉપર હે મહાભાગ્યવાન ! તમે જલદી બેસો.” તે વખતે ખેચરે તેને વારંવાર પૂછયું ત્યારે રાજાએ લજજાને ત્યાગ કરી વિજયા સંબંધી પિતાનું સર્વ વાંછિત કહ્યું. એટલે વિદ્યાધરે કહ્યું કે “હે નરનાથ! માતાપિતાએ આપેલી કન્યાને પરિગ્રહ અને અભિલાપ કરવો ગ્ય છે, એ જ સપુરુષને માર્ગ છે, તેથી કદાગ્રહને છોડી દે. અનીતિના વિરોધરૂપી દંડને ધારણ કરનારા તમારી જેવાને આવું કાર્ય અનુચિત છે.”. ત્યારે અંગરાજા બે કે- “હે મહાભાગ્યશાળી ! એમ જ છે, પરંતુ પ્રેમને પરાધીન થયેલા મારા હૃદયને ઉન્માર્ગે ગયેલા લવણસમુદ્રનાં કલની જેમ નિગ્રહ કરવાને હું શક્તિમાન નથી.” ત્યારે વિદ્યાધરે કહ્યું કે “જે આ પ્રમાણે જ હોય, તો હું તે રાજકન્યાને મારી વિદ્યાના બળવડે અહીં લાવીને તમને સંપું, પરંતુ તેણીની ઈચ્છા વિના અસત્ પ્રવૃત્તિને તમે ત્યાગ કરશે.” રાજાએ કહ્યું કે“હે પ્રિય મિત્ર! તું ચિરકાળ જીવ. એ જ પ્રમાણે કર. પ્રથમ તો તેણીનું દર્શન જ હો. બાકીનું તે તારા વચનના આગ્રહથી હું અન્યથા પ્રકારે કરીશ નહીં.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે કુવલય(પિયણ)ના પત્ર જેવા કાળા આકાશમાં તે વિદ્યાધર ઉપડ્યો, અને એક નિમેષના અર્ધવડે જ ચંદ્રકાંત રાજાના ભવનને પ્રાપ્ત થયા. તેટલામાં સંધ્યાકાળ થ, કમળના વનો કરમાઈ ગયા, ચક્રવાકના જોડલા જૂદા પડ્યા, અને કંકુના રસ વડે જાણે રંગાયું હોય તેવું આકાશતળ થયું.
સૂર્યથી રહિત થએલી દિવસરૂપી લક્ષમી પક્ષીઓના શબ્દવડે રૂદન કરતે સતે કુરલાવલિની જેમ ગળી ગયેલી અંધકારની છે શોભવા લાગી. રાતા અરુણના કર(કિરણ)વડે તાડન કરવાથી તૂટી ગયેલા હદયના હારથી પડી ગયેલા તારાઓ મોતિની જેમ શોભવા લાગ્યા. અંધકારના સમૂહરૂપી જળની રાશિવાળા અને ચંદ્રના કિરણે વડે ઉજજવળ થયેલા આકાશમાં પર્વત, વન અને કાનન સહિત આખી પૃથ્વી જાણે સાક્ષાત ડૂબી ગઈ હોય તેમ જોવામાં આવ્યું. આવી રીતે રાત્રિને સમય પ્રવર્યો ત્યારે રાજકુમારી વિજયા કેટલીક દાસચેટીથી પરિવરેલી સંધ્યાનું કાર્ય કરીને જોવામાં ઊભી થઈ, તેવામાં મશ્કરીના મિષથી કાળા વસ્ત્રવડે તેને ઢાંકીને વિદ્યારે ઊંચી કરી, અને અંગરાજાને સેંપી. તે વખતે વાંછિત અર્થ પ્રાપ્ત થયે એમ જાણીને તે રાજા અતિ સંતુષ્ટ થયો, “હવે તમારે બળાત્કારથી આનું કાંઈ પણ પ્રતિકૂળ કરવું નહીં. ” એમ સોગન દેવાપૂર્વક ખેચર નિષેધ કર્યો, પછી તે ગયે. ત્યારપછી અંગરાજા તેને અનુકૂળપણે આદરસત્કાર કરવા
* ૧. દાસ અને દાસીથી.