________________
[ ૯૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૨ જો :
(અગ્નિ)ને અડકતો નથી, તે પણ તે કુમાર કહેવાય છે, તે આશ્ચર્ય છે. હિમ(બરફ)ના સમૂહ જેવી ઉજવળ (ત) તેની કીર્તિ કોઈ પણ રીતે તે પ્રકારે પ્રવતી, કે જેમાં અનેક ચંદ્ર ઊગ્યા હોય તેવા આકાશની શોભાને ઢાંકી દે છે. તે મહાત્મા એક જ છે તે પણ બુદ્ધિમાન મનુષ્યએ અનેક પ્રકારે ભર્યો છે, તે આ પ્રમાણે-દાનમાં કર્ણ અને બલિરાજા જેવો, અને સત્યવડે દ્રોણાચાર્ય જેવો વિગેરે. આવા પ્રકારનો તે રાજપુત્ર કઈ દિવસ કેટલાક પ્રધાન પુરુષની સાથે અશ્વક્રીડા કરવા માટે નગરીમાંથી નીકળ્યો. જૂદા જૂદા શ્રેષ્ઠ અશ્વ ઉપર વાહન કરતા તેનું કપાળ પરિશ્રમથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિંદુઓવડે વ્યાપ્ત થયું, તેથી વિશ્રાંતિ લેવા માટે નવા ઉલ્લાસ પામેલા મોટા પલ્લવ(પાંદડા)વડે જેની શાખાનો સમૂહ શણગાર્યો હતે, એવા કંકેલી વૃક્ષને તળીયે બેઠો. તે વખતે ત્યાં જ તેણે પ્રથમથી બેઠેલા, દૂર દેશથી આવવાવડે ક્ષીણ શરીરવાળા અને વૈવનને ઉલ્લંઘન કરેલા (વૃદ્ધ) એક પુરુષને છે. તે પુરુષ હર્ષથી વિકસ્વર નેત્રવાળો બનીને તાડપત્રમાં લખેલું કાંઈક આદર સહિત વાંચતે હતો. તે જોઈ રાજપુત્રે કૌતુકથી તેને પૂછ્યું કે-“હે પુરુષ! તું શું વાંચે છે ?” ત્યારે તે બોલ્યો કે-“બંગ દેશના અધિપતિ ચંદ્રકાંત નામના મહારાજાનું આ કાંઇક લેશમાત્ર ગુણકીર્તન છે.” ત્યારે રાજપુત્ર પિતાના હાથવડે તે ગ્રહણ કરીને વાંચવા લાગ્યું. “ઠેકાણે ઠેકાણે રૂપવાળા, યશવાળા, ત્યાગી(દાની), ભેગી અને પિતાના બાહુબળના ગર્વવડે બીજાથી ન જીતી શકાય તેવા ઘણુ રાજાઓ છે, પરંતુ બંગનાથને વિષે જેવો મટે મહિમા વિકસ્વર છે, તેવો બીજા કોઈ પણ રાજામાં દેખાતે નથી તથા કહેવા પણ નથી, એમ હું માનું છું. ઇંદ્રને હણાયેલા વિક્રમવાળો કરીને તેના ઐરાવણ હાથીને કણ લાવી શકે? તથા પંચાલ દેશના રાજાને કોણ વનવાસી કરે? અંગ દેશના રાજાએ કપટવડે ગ્રહણ કરેલી રૂપવતી નામની પુત્રીને તે રાજાને જીતીને બંગ દેશના રાજા સિવાય બીજો કોણ ગ્રહણ કરે? પ્રલય કાળના અગ્નિની જેવા ઉત્કટ મોટા કુંડવાળા પાતાલમાં રહેલી અતિ રૂપવાળી દેવતાની પાસે ઝંપાખંતપૂર્વક બંગ દેશના રાજા સિવાય બીજો કણ જાય? તથા ચંડસિંહને સારી રીતે સાધીને તેને બંગ દેશના રાજા વિના બીજે કેણ સર્વદા સહાય કરે ? તેથી કરીને આ જગતમાં તેને તુલ્ય કે છે?” આ પ્રમાણે વાંચીને તે રાજપુત્રનું મન મોટા કૌતુકથી વ્યાપ્ત થયું. અને આદર સહિત વિકસ્વર નેત્રને તે પુરુષ ઉપર નાંખીને તથા કપૂરના સમૂહવાળું તાંબલનું બીડું પિતાના હાથવડે તે પરદેશી પુરુષને આપીને આ પ્રમાણે તે રાજપુત્ર કહેવા લાગ્યું
હે મુસાફર! તું સર્વથા સત્ય કહે કે-આ બંગ દેશને નાથ કોણ છે? તેણે શી રીતે ઇંદ્રને જીત્યો? અથવા એરાવણ હાથી શી રીતે ગ્રહણ કર્યો ? અથવા પંચાલ દેશના રાજાને શી રીતે વનવાસી કર્યો? અથવા તેની પુત્રીને અંગદેશના રાજાએ શી રીતે હરણ કરી? ફરીને પણ શી રીતે પાછી આણ? અગ્નિકુંડમાં રહેલી દેવતા પાસે શી રીતે ગયો? તથા વેતાળને શી રીતે સહાયકારક કર્યો?” ત્યારે તે મુસાફરે કહ્યું કે-“સાંભળે