________________
છે
.
પ્રભુનો ત્રીજો ભવ : સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવું.
[ ૩૯ ].
હોય તેમ તે સમ્યક્ પ્રકારે એકાગ્ર મનવાળો તે નવકારમંત્રનું સ્મરણ કરતો અશુભ લેશ્યાથી મુક્ત થયેલ તે મહાશ્રદ્ધાવાળો વનહસ્તી મરીને સહસ્ત્રાર કલ્પને વિષે સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયા. તે વખતે ત્યાં અખંડ રનના કુંડલવડે શોભતા ગંડસ્થળે કરીને મને. હર મુખવાળી, ચરણમાં લાગેલા (પહેરેલા) ઝણઝણાટ કરતા મંજીર (ઝાંઝર)વડે શોભતી, વિલાસ સહિત ઉછાળેલા હાથરૂપી લતાવડે સ્તનને પ્રગટ કરતી, લાંછન વિનાના પૂર્ણિમાના ચંદ્ર જેવા નિર્મળ મુખવાળી, કમળના સરખા નેત્રવાળી નક્ષત્રોની શ્રેણિની શંકાને કરનાર મોતીના હારવડે વ્યાપ્ત કંઠવાળી, નિર્મળ અને અતુલ્ય કાંચળી અને દેવદુષ્ય વઢવડે શોભતા શરીરવાળી, શૃંગારના ગૌરવપણને અત્યંત વહન કરી, તથા હાસ્ય અને પ્રીતિવડે વિશેષે કરીને મોટા કામદેવને વૃદ્ધિ પમાડતી એવી દેવીઓ આ પ્રમાણે બોલવા લાગી-“હે ભદ્ર! તમે જય પામે, આનંદ પામે, જય પામો, જય પામો, વિજયને પામે, અમારા ઉપર પ્રસન્ન થાઓ, નાથ રહિત અમારા નાથપણને જે તમે પામ્યા છો. આજે પુણ્યનો દિવસ થયો, આજે મંગળ થયું, આજે સુકૃતનો (પુણ્યનો) સમાગમ થયે, આજે જ સ્વર્ગ વસે છે, કે જેથી હે નાથ ! તમે અહીં ઉત્પન્ન થયા.” આ પ્રમાણે કેટલીક દેવીઓ બોલવા લાગી, કેટલીક દર્પણ ધારણ કરીને ઊભી રહી, કેટલીક બે ચામર ઢળવા લાગી. કેટલીક પુષ્પની માળાને અને કેટલીક વેત છત્રને ધારણ કરીને રહી. તથા તે સમયને ઉચિત કાર્યના વિસ્તારને જલદી કરવા લાગી. આવા પ્રકારની દેવીઓથી પરિવરેલો તે દેવ મનોહર ભેગને ભેગવવા લાગ્યા. તથા નંદીશ્વર દ્વીપમાં જઈને સારા વિકસ્વર (વિલાસવાળા) નૃત્ય, ગીત અને પૂજાવડે મનહર અતિભક્તિ સહિત અષ્ટાબ્લિકા મહોત્સવ કરતો હતો. યક્ષ (કુબેર), ઇંદ્ર, ખેચર (વિદ્યાધર), નર અને કિન્નરવડે જેના ચરણકમળની સ્તુતિ કરતા હતા એવા વિદેહાદિક ક્ષેત્રને વિષે સાક્ષાત વિહાર કરતા અરિહં તેને વંદના કરતો હતે. સંસારરૂપી ગંભીર મહાસાગરમાં પડતા જીવોને બચાવવામાં વહાણ સમાન તે અરિહંતની પાસે સદ્ધર્મના સર્વસ્વને (સારને) સારી રીતે સાંભળતો હતો. શાસ્ત્રશ્રવણની ઈરછામાં આસક્ત મનવાળો તે કીડા માત્રથી જ ગ્રહણ કરેલા સર્વ શાસ્ત્રના પરમાર્થના વિસ્તારવાળા મુનિઓની ભક્તિવડે પર્ય પાસના (સેવા) કરતો હતો. કોઈક વખત રંભાના જેવી મનહર દેવીઓના કટાક્ષ તરફ પિતાના નેત્રને ઉછાળતો તે નંદન ઉદ્યાન(વન)માં રહેલી વાવડીમાં ક્રીડાને આરંભ કરતો હતો. કેઈક વખત (પ્રભુના) જન્મોત્સવને વિષે મળેલા ઇદ્રો અને દેના સમુદાયની સાથે મેરુપર્વત ઉપર રહેલા જિનેશ્વરને સુવર્ણ કળશના જળવડે સ્નાત્ર કરતે હતો. કોઈક વખત પોતે એકલો જ ભક્તિવડે મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ કિલ્લાવાળા અને છત્રાદિકવડે મને હર જિનેશ્વરના સમવસરણને કરતો હતો. તેમ જ કોઈ વખત કમળ, માલતી, કેતકી અને મંદાર પુષની માળાના સમૂહવડે પિતાને હાથે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરતો હતો. આ પ્રમાણે તે વનહસ્તીને જીવ દેવપણાને પામેલે મોટા વૈભવવાળો પાંચ પ્રકારના વિષયસુખને ભેગવત કાળને નિર્ગમન કરવા લાગ્યો.