________________
પ્રભુનો બીજો ભવ : અને શ્રુતસાગર મુનિએ કિરણોને આપેલા ઉપદેશ.
[૫]
પણે વિવેકી માણસને વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, તે પછી હૃદયમાં નિરંતર રહેતે આ સર્વ કારણોને સમૂહ વૈરાગ્ય ઉત્પન્ન કરે, તેમાં શું કહેવું? તેથી કરીને હે રાજા ! મેં નિર્દોષ પ્રવજ્યા અંગીકાર કરી છે. જે આટલા બધા કારણે સંભવ છતાં પણ વૈરાગ્ય ઉત્પન્ન ન થાય, તે કરોડો જન્મને વિષે પણ હું તેને અત્યંત અસંભવ માનું છું. આ પ્રમાણે હે રાજા. પ્રવજ્યા લેવાનું કારણ મેં તેને કહ્યું, તું પણ તેને ધારણ કરીને તેમાં ઉદ્યમવાળો થા.” આ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે તે વિદ્યાધરેવર હર્ષ સહિત આ પ્રમાણે કહેવા લાગ્ય–
હે ભગવાન (પૂજ્ય)! આપે સર્વ સત્ય કહ્યું છે. અને હું પણ આ આપનું વચન કરત, પરંતુ કોઈ વિશેષ કારણે અહીં હોવું જોઈએ, તેથી મારા પર અનુગ્રહ કરીને આપ તે કારણ કહે.” ત્યારે ગુરુ બોલ્યા કે-“હે મોટા રાજા ! તારો આગ્રહ હોય, તે સાવધાન ચિત્તવાળો થઈને તું સાંભળ.–આ ભવથી પૂર્વના નવમા ભવને વિષે આ જ ભરત ક્ષેત્રમાં કૈલાંબી નગરીમાં વિજયધમ નામને ગૃહપતિ હતા, અને તેને ના ભાઈ ધનધર્મ નામે હતો. પરસ્પર પ્રીતિના પ્રધાનપણુએ કરીને તે બને ધનને ઉપાર્જન કરવું વિગેરે વ્યાપારમાં નિવૃત્તિ પામ્યા હતા, પૂર્વ પુરુષની મર્યાદામાં વર્તતા હતા, અને સર્વ દુર્વિલાસ દુઇ ચેષ્ટા)ને ત્યાગ કર્યો હતો, તે પણ તથા પ્રકારની ભવિતવ્યતાના વશથી તેના ધનનો સમૂહ ક્ષીણ થઈ ગયે. તેથી તે બન્નેના ચિત્તમાં માટે સંતાપ થયો, અને નગરજનોના પરાભવનું સ્થાન પામ્યા. એક દિવસ રાત્રિના પાછલા સમયે તે બનેને ચિંતા ઉત્પન્ન થઈ, કે-“આ કુટુંબને ભાર કેવી રીતે વહન કરે?” ત્યારપછી ધનધમે મોટા ભાઈને પૂછયું કે-“હે ભાઈ! હવે શી રીતે નિર્વાહ કરે?” ત્યારે મોટાભાઈએ કહ્યું, કે-“હે વત્સ ! કેમ તું વ્યાકુળ થાય છે? વિક્રમરૂપી વ્યાપારના ધનવાળા પુરુષોને ધન ઉપાર્જન કરવું તે કેટલું માત્ર છે? અથવા શું દુઃસાધ્ય છે? અથવા શું દૂર છે? અથવા શું દુઃખે કરીને આરહણ કરાય તેવું છે?” ત્યારે ધમધમેં કહ્યું. “જે એમ છે, તે ઉદ્યમ રહિત આપણે કેમ કાળ ગુમાવવો જોઈએ ?” ત્યારે વિજયધમેં કહ્યું-“હે વત્સ! તું તૈયાર થા, કેઈ પણ ઠેકાણેથી કાંઈ પણ ભાંડ (કરીયાણું) ગ્રહણ કર, અને ભાતુ ગ્રહણ કર.” તે સાંભળીને “જેમ તમે આજ્ઞા આપે તેમ હું કરું છું” એમ કહી અહીંથી તહીંથી (કોઈપણ ઠેકાણેથી) સ્વજન અને મિત્ર વિગેરે પાસેથી કાંઈક ધન ગ્રહણ કરીને, સર્વ સામગ્રી તૈયાર કરીને ધનધર્મ તથા બીજે (વિજયધર્મ) તે બને ઉત્તરાપથ નામના દેશ તરફ ચાલ્યા, અને નિરંતર પ્રયાણ કરવાવડે ગર્જનપુર નામના નગરને પામ્યા. ત્યાં વેપાર કરવા લાગ્યા. તે વખતે લાભાંતરાયના ક્ષપશમના વશથી અને ક્ષેત્ર તથા કાળ વિગેરેના સામર્થ્યથી કેટલીક સંપદા ઉપાર્જન કરી. પછી “ઘણી વ્યાકુળતાની અપેક્ષાવાળે નગરનો નિવાસ છે.” એમ જાણીને તે નગરનો ત્યાગ કરી જેમાં પાણી અને ઇંધણ સુલભ છે એવા એક ગામમાં