________________
[ ૪૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ . .
સમૂહને તે પોતાની તીક્ષ્ણ દાઢાના સમૂહવડે ફાડી નાંખતા હતા. ( નાશ કરતા હતા ), અને તૃણ( શ્વાસ ) ખાતા તે કોઇ વખત તે જ વનનિકુંજમાં આવ્યેા. તેને તે હરણે જોયા, અને વિચાર્યું કે આ દુરાચારી કેમ અહીં આવ્યે છે ? ” એમ વિચારીને મેટા ક્રોધવાળા તે પેાતાના શરીરના ખળની અપેક્ષા રાખ્યા વિના જ શીંગડાને નચાવતા તે ભુંડની સન્મુખ ઊભું રહ્યો, તે ભુંડ પણ ભયંકર નાસિકાર્ડ ઉછાળેલા કાંકરાના સમૂહના મિષવડે જાણે કપરૂપી પુષ્પની કળીઓના સમૂહને વિખેરતા( ઉછાળતા ) હાય તેમ તે પેાતાના શીંગડાના ઘાતને નહીં ગણકારતા માટી દાઢવડે તે હરણુના ચરણુને છેદવા પ્રવર્ત્યોં. તે વખતે છેદાયેલા ચરણવાળા તે હરણ માટા દુ:ખના મનવડે દીન મુખવાળા વિનાશ પામ્યા. ભુંડ પણ તે જ વખતે પૂર્વના ધનની આસક્તિરૂપ બંધનથી બંધાયેલા જેટલામાં ત્યાં જ રહ્યો, તેટલામાં—
ત્યાં ક્રીડાથી ઉછાળેલ લાંખા નખરૂપી ખાણુવડે હાથીના કુલસ્થળને ભેદનાર, અત્યંત પહેાળી કરેલી મુખરૂપી ગુફાને વિષે કુટિલ અને મજબૂત પ્રગટ થયેલી દાઢાવાળા, પૂછડારૂપી લતાવર્ડ તાડન કરેલા પૃથ્વતળના તડતડાટ શબ્દાવડે ભયંકર, તથા જેના ગુંજારવ શબ્દના સાંભળવાવડે સસલા, હરણ અને વાઘ વિગેરે નાશી જતા હતા એવા સિંહું ત્યાં આવ્યા. તે ક્રોધાયમાન થયેલા સિંહૈ પેાતાના હાથના ચપેટા( લપાટ )વડે પીઠ ઉપર મારેલા તે ભુંડ તરત જ યમરાજાના મંદિરમાં ગયા( મરી ગયા ). આ પ્રમાણે તે બન્ને મરીને કોકિર નામના નગરમાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે શરીરવડે અને દીનતાના દુઃખના સમૂહવડે વૃદ્ધિ પામ્યા. કેટલેક કાળ ગયે સતે દુષ્ટ શીળપણાએ કરીને નિર ંતર કજીયેા કરતા, સર્વ માણસોને અસતાષ ( દુ:ખ ) કરનારા તેવી રીતે વર્તવા લાગ્યા કે જેવી રીતે પગલે પગલે( ઠેકાણે ઠેકાણે ) માટા વિરોધ થયા, સ્થાને સ્થાને ઉપાલંભના લાભ થયા, અને ઘેર ઘેર દુચ્ચારિત્રનુ કીર્તન થયું. આ પ્રમાણે હુંમેશાં તેમના નવા નવા દુ:ખથી અતિ દુ:ખિત થયેલા માતાપિતાએ તરત જ પેાતાનું હ્રદય સ્નેહ રહિત કરીને “દુર્દશારૂપી પ્રચંડ ગંડસ્થળ ઉપર થયેલા ફાડલાની જેવા તે આ શ્રુત( શાસ્ત્ર )ના લાભ અનર્થ કરનાર છે, તેથી આનાવડે સર્યું.... ” એમ વિચારીને લાકડીવર્ડ, મુડીવડે અને ઢેફાવડે તે બન્નેને મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા, અને “ હવે ફરીથી અહીં આવશે નહીં ” એમ કહ્યું. તે વખતે માતાપિતાએ કરેલા મેટા અપમાનવર્ડ મોટા દુ:ખથી અતિ દુભાયેલા અને કરમાયેલા કમળની જેમ મીંચાઈ ગયેલા નેત્રવાળા તે મને જલદીથી નીકળી ગયા. સમાન દુ:ખવાળા હાવાથી પરસ્પર પ્રેમના પ્રધાનપણુાએ કરીને વતા તે બન્ને “હવે ફરીથી અહીં આવશે। નહીં. ” એ પ્રમાણે આપણને કહ્યું છે, તેા પછી આપણે ઘર તરફે કેમ જવું?” એમ નિશ્ચય કરીને માબાપ ઉપર ક્રોધ પામેલા તે અને ઉત્તર દિશાની સન્મુખ ચાલ્યા. તે વખતે માર્ગોમાં એક સાથ વાહે તેમને જોયા, અને પૂછ્યું કે-“ અરે ! તમે કયાં જાઓ