________________
[ ૫૦ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૨ જો :
w
પુરુષને વાંછિત પદાર્થો પ્રાપ્ત થતા નથી, તેથી કરીને સુકૃત ઉપાર્જન કરવામાં વિમુખ થયેલા ડાહ્યા પુરુષો શા માટે કલેશ કરે છે? તેથી કરીને કોઈ પણ દુષ્કર દીક્ષા ગ્રહણ કરીને અને એકાંતમાં પંચાગ્નિ તપને તપીને અમે શું પરલોકના કાર્યને સાધીએ? અથવા ભયંકર પડવાવડે (ભૃગુ પાતવડે) અંગ અને ઉપાંગને ભંગ (ચર્ણ કરીને પિતાના કાર્યને સિદ્ધ કરવામાં સજજ (તૈયાર) થા. તેનું ફળ ફેગટ નહીં થાય. તે પણ પ્રારંભ કરેલા પદાર્થને (કાર્યને) ત્યાગ કરી બીજું કાર્ય સાધવું તે પુરુષનું લક્ષણ નથી. એમ વિચારીને આત્માને આત્માવડે જ સ્થિર કરીને કાંઈ પણ સામા કરીયાણાને ગ્રહણ કરી ગજેનપુરના માર્ગે ચાલ્યા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરવાથી ઉત્પન્ન થયેલા મોટા અભિમાનવાળા તે બને નિરંતર પ્રયાણ કરવાવડે પૂર્વે કહેલી અટવીમાં પહોંચ્યા, ત્યાં પૂર્વે કહેલા વનનિકુંજની પાસે નિવાસ કર્યો. પછી ભેજનને વ્યાપાર કરીને પાછલા પહેરને સમયે તે જ વનનિકુંજમાં કીડા કરવા માટે ગયા. તે જ વખતે ત્યાં કાર્યોત્સર્ગે રહેલા એક ચારણ મુનિને જોયા, તે મુનિએ એક ચરણ ઉપર આખા શરીરને ભાર મૂક્યું હતું, સૂર્યના બિબની સન્મુખ મટકા વિનાના ઉઘાડેલા નેત્રકમળ સ્થાપન કર્યા હતાં, જીર્ણ અને મલિન વસ્ત્ર પહેર્યું હતું, પરિપૂર્ણ અવધિજ્ઞાનવડે સમગ્ર લેકને વ્યાપાર જાણતા હતા, તથા સમગ્ર ઇંદ્રિયોનો વ્યાપાર રૂપે હતું, તે મહાત્માને જોઈને તે બનને અતિ સંતેષ પામ્યા અને “ અહે આનું રૂ૫? અહો ! આની સૌમ્યતા? અહ! નિઃસંગતા? અહો ! ધીરતા? અને અહો ! દુચર તપના અનુષ્ઠાનમાં તત્પરતા ? કેવી આશ્ચર્યકારક છે ?” એમ વારંવાર પ્રશંસા કરતા તે બને મુનિના ચરણમાં પડ્યા (નમ્યા) અને બહુ માનપૂર્વક કહેવા લાગ્યા કે— - “અમે જ અવશ્ય ધન્ય (ભાગ્યશાળી) છીએ, કે જે મને દુર્લભ અને પ્રિય ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિના દ્વાર જેવા આપના ચરણકમળના દર્શન થયા. અપુણ્યવાન જનની દષ્ટિરૂપી માર્ગમાં પણ આવા શ્રેષ્ઠ મુનિ આવતા નથી, તેથી કરીને ધન્ય પુરુષોને સ્વપ્નમાં પણ ચિંતામણિ રત્નને લાભ થાય છે. ચિંતામણિ રત્નને અને કલ્પવૃક્ષને નીચે કરનારા અહીં રહેલા આ ઉત્તમ મુનિ મહારાજવડે આ અટવી પણ સ્વર્ગ જેવી દેખાય છે. આજે અવશ્ય કોઈ પણ વાંછિતની પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે આવા ઉત્તમ મુનિરાજનું દર્શન નિષ્ફળ ન થાય, એ પ્રગટ જ છે. આ પ્રમાણે ઘણા પ્રકારે ચારણમુનિના ગુણેની સ્તુતિ કરીને આમ તેમ ફરતા તે બન્ને ભાઈઓ કઈ પણ દેવગથી જોવામાં પૂર સ્થાપન કરેલા નિધિને સ્થાને ગયા, તેટલામાં તત્કાળ ક્ષેત્રના પ્રભાવથી તેમને પરસ્પર વધ કરવાને પરિણામ (વિચાર) થે, તેથી તેમના કપાળ ચડાવેલી ભૂકુટિના ભગવડે ભયંકર થયા, કેપના વશથી એક ફરકવા લાગ્યા, યમરાજાની જિહ્વા જેવી છરી તૈયાર કરી, અને પ્રચંડ ભુજારૂપી દંડને નચાવવા લાગ્યા. આ પ્રમાણે જેટલામાં તે બને પરસ્પર ઘાત કરવા માટે તૈયાર થયા, તેટલામાં દયાના પૂર(સમૂહ)વડે ભરાયેલા મનવાળા અને અવધિજ્ઞાનના બળવડે જેણે પૂર્વને સર્વ ધન સંબંધી દુષ્ટ વ્યાપાર જાણ્યા છે એવા તે