________________
[ ૩૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૧ લેા ઃ
વ્યાપ્ત શરીરવાળા હું શું કરું ? કયાં જાઉં ? અથવા કેાનું શરણુ પામું ? અથવા શું કરવાવડે આ અતિ દુ:ખથી ભરી શકાય તેવા પાપી શરીરના વિનાશને હું પાસું ?” આ પ્રમાણે ચિંતાના કલ્લેાલાવડે વ્યાકુળ હૃદયવાળા તે હાથી પાતાના આત્માડે જ પેાતાને સ્થાપન ( સ્થિર )કરવા પ્રત્યે —
or
હે મૂઢ જીવ! અનુચિત અને નિષ્ફળ કેમ ચિંતવે છે ? કેમકે માત્ર ચિંતા કરવાવડે જ ઇચ્છિત વસ્તુ સિદ્ધ થતી નથી, એ પ્રગટ જ છે. એવી રીતે પણ (ચિંતા કરવાથી) જો વાંછિતની સિદ્ધિ થતી હાય, તેા તપ, દાન, શીલ, ભાવના અને પરાપકાર વિગેરે સમગ્ર ધ કાર્યો નિષ્ફળ ગણાશે. તેથી કરીને ચિંતાની પરપરાને છેડીને તું ધર્મને વિષે એક મનવાળા (તન્મય) થા; કેમકે ચિ ંતાથી શરીર જ ક્ષીણ થાય છે, પણ પૂર્વ ના દુચરિત્ર (પાપ) કાંઇ ક્ષીણ થતા નથી. હે જીવ! હજી પણ તુ ધન્ય છે, કે જેથી ગરીબ માણસને જેમ સુવર્ણ સિદ્ધિ થાય તેમ તને આ ભવમાં જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ થઈ છે. અન્યથા (જો એમ ન હેાય તે) માટા અરણ્યરૂપી ભયંકર લતાગૃહને વિષે ફરનારા તને ચિંતામણિ જેવા મહામુનિરાજના દર્શીત કેમ થાય? તેમ છતાં પણુ (દર્શન થયા છતાં પણ) તેમનું વચન સાંભળવાથી જાતિસ્મરણને પામેલા તને અમૃતબિંદુની જેવી સુંદર ધર્મકથા સાંભળવાની ઇચ્છા કેમ થાય ? તેમ છતાં પણ (ઇચ્છા થયા છતાં પણ) યાગ્ય પ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર ઉગ્ર (મેાટા) વૈરાગ્ય કેમ થાય ? આ પ્રમાણે થવાથી ઉદ્યમ કરનારા તને જે થાય તે ભલે થાએ. આમ છતાં પણ હે જીવ! જે તું મરણુને ઇચ્છે છે, તે યુક્તિયુક્ત (યુક્તિવાળું) નથી. કેમકે માત્ર જીવ જવાથી જ દુઃખના મેક્ષ (ત્યાગ) સંભવતા નથી; પરંતુ વિવેકના વિકાસથી પ્રાપ્ત થયેલ સંયમના ઉદ્યમવડે આ ભવમાં જ કલ્યાણની સિદ્ધિને કરનાર પ્રયત્ન કરવા ચેાગ્ય છે. તપ, શીલ, અને સંયમવાળા તથા એકાંતપણે પ્રમાદ રહિત એવા મનુષ્યાનું ધર્મના સમૂહને ઉપાર્જન કરવાના કારણરૂપ દીર્ઘ આયુષ્ય વખણાય છે. તેથી કરીને નિષ્ફળ ચિંતાના કલ્લોલના વાચાળપણાએ કરીને (અથવા વ્યાકુળ પણાએ કરીને) હા હા (ખસ ખસ-સ સ ), હવે તા અરવિંદ મુનિરાજે કહેલા ધર્મો જ મારું માટું શરણુ હા. ” આ પ્રમાણે નિશ્ચય કરીને મનરૂપી મંદિર(ઘર)ને વિષે નિશ્ર્ચળ દેદીપ્યમાન જ્ઞાનરૂપી દીપકવાળા તે મેટા પ્રભાવવાળા શ્રેષ્ઠ હાથી ધર્મધ્યાન કરવા લાગ્યા.
હવે આ તરફ તે કમઠ પરિવ્રાજક તથાપ્રકારના વિનયવડે નમ્ર અને વારંવાર ખમાવતા એવા પેાતાના ભાઇ મરુભૂતિ ઉપર માટી શિલા નાંખવાવડે મસ્તકના ચૂરેચૂરા થઈને તે મરણ પામ્યા છતાં પણ શાંત કષાયવાળા થયા નહીં, ઊલટા અત્યંત અધિક આરૌદ્ર ધ્યાનમાં પ્રવચ, સહેાદર(ભાઇ)ને મારવાથી લાકના અપવાદ પામ્યા હતા, તાપસ લેાકેાએ તેના તિરસ્કાર કર્યાં હતા, મધ્યસ્થ લાકોએ તેની ઉપેક્ષા કરી હતી, અને ગુરુવડે પણ ભાષણ કરાયેા નહાતા, તેથી મરેલાના જેવા તે કેટલાક દિવસે શેષ