________________
પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન
[ ૧૩].
પાટિયાને કકડો, કે જે જૂદા જૂદા (ઉપરાઉપરી) ઉછળતા જળના કોલરૂપી હાથવડે પ્રાપ્ત કર્યો હોય તેમ તેને અતિ પ્રયત્નવડે ગ્રહણ કરીને કેટલેક દિવસે મોટા સમુદ્રથી ઉતરી ગઈ. જાણે તે જ દિવસે પિતાને જન્મ થયો હોય એમ માનતી તે આમ તેમ ફરવા લાગી, તે વખતે તેણે એક મહાદ્વીપ જે. તે દ્વીપ તાલ, તમાલ, શાલ, હિંતાલ, સહલકી, મહલ, કંકેલી, કદલી, જંબુ, જંબીર, આમ્ર, નિબ, અશોક, પનસ અને ફલિની વિગેરે વૃક્ષોના વનવડે શોભિત હતો. ઉડતા અને પડતા ઘણા કીર (પિપટ ), કુરર, ચકર, કારડવ, ભારંડ, કપિંજલ અને જીવંજીવક વિગેરે લાખે પક્ષીઓ વડે વ્યાપ્ત એવો તે દ્વીપ જાણે તુલક્ષ્મીનું ક્રીડાભવન હોય, જાણે કામદેવને વિશ્રામ કરવાનું સ્થાન હાય, અને જાણે દેવદ્વીપનું પ્રતિબિંબ હોય, તેમ તે દ્વીપ ચોતરફ ઉછળતા સમુદ્રના તરંગોની પરંપરીવડે વ્યાપ્ત હતા. ત્યારપછી તે જીવિતને પામેલી પ્રિય મિત્રો કેમળ અને મીઠા ફળને ખાવાવડે આજીવિકા કરતી હરણની સ્ત્રીઓને વિષે સ્વજનની બુદ્ધિ રાખીને ત્યાં રહી. વળી સિંહના શબ્દના અને રિછ તથા ચિત્રના ભયથી અત્યંત ભમતા ચિનવાળી તે ગરીબડી સો સો વર્ષ જેવડા દિવસોને નિર્ગમન કરવા લાગી. પછી કાળના ક્રમે કરીને તેણીને પુત્ર જન્મ્ય અને અનુક્રમે વૃદ્ધિ પામતે તે નીવાર (એક જાતની વનસ્પતિ) કંદ, મૂળ વિગેરેવડે તૃપ્ત થ યુવાવસ્થાને પામ્યા ત્યાર પછી પતિના વિનાશનું સ્મરણ થવાથી ઉત્પન્ન થતા સંતાપવડે તેણીના સર્વ અંગે તપવા લાગ્યા, અને બીજા રતિના વિનોદને નહીં પામતી તે આર્તધ્યાનમાં મગ્ન થઈ. તથા વનપણને લીધે ઉલાસ પામતા કામદેવરૂપી મહા ગ્રહવડે મથન કરાઈ (પીડા પામી), તેથી “હવે હું કયાં જાઉં ? અથવા શું કરું? અથવા શું પ્રવજ્યા લઉં?” ઈત્યાદિ મોટા સંકલ્પરૂપી પવનવડે તેને ચિત્તરૂપી સમુદ્ર ક્ષોભ પામે. અત્યંત ચપળ ઇંદ્રિરૂપી અશ્વને દુઃખે કરીને દમન કરી • શકાય તેથી બરફ, ચંદ્ર અને ચંદન રસને પણ અત્યંત અગ્નિની જેવા માનતી તે મૂઢ
મતિવાળીને પિતાના પુત્ર ઉપર પણ અત્યંત પતિની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ તેને ઘણી રીતે સમજાવ્યું કે-“હે ભદ્ર! તું મારો પતિ છે. હું તારી ભાર્થી છું, તેથી કરીને આપણે મેળાપ યોગ્ય છે. હે સારા શરીરવાળા! આ બાબત તું સ્વપ્નમાં પણ થોડી પણ શંકા કરીશ મા, બીજા મનુષે ઘણી રીતે તેને પૂછે, તે તું બીજું કાંઈ પણ કહીશ નહીં. ” આ પ્રમાણે તેણીએ તથા પ્રકારે કોઈ પણ રીતે સમજાવ્યો, કે જે પ્રકારે શંકાને ત્યાગ કરીને પતિની જેમ તેની સાથે તે ભેગ ભેગવવા પ્રવર્યો. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી એક દિવસે તે દ્વીપમાં તેણીના જ પાસેના સગા સંબંધીઓ સમુદ્રના સામા કાંઠાથી વહાણવડે પાછા ફર્યા. તે વખતે પાણી પીવાને માટે નાના વહાણમાં બેસીને ત્યાં આવ્યા. તેણીને જોઈ, અને તેણીને ઓળખી જવાથી તે બેલ્યા કે-“હે ભદ્રા! તું પ્રિય મિત્રા છે?” ત્યારે તેણીએ કહ્યું કે-“હા, એ જ હું છું” પછી તેણીએ વહાણ ભાંગવાને વૃત્તાંત કહ્યો. ત્યારે સ્વજનોએ કહ્યું કે-“આ બાળક કોણ છે?તેણીએ