________________
[ ૧૨ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૧ લે :
વાત કહેવી શું યોગ્ય છે? જે સાક્ષાત્ જોયા છતાં પણ યુક્તિપૂર્વક કહા છતાં પણ ઘટતું નથી, તે કુશળ જનેને પ્રિય માણસની પાસે પણ બેલિવું ઘટે નહીં. તેથી કરીને સુંદર શરીરવાળી ! આપણા ઘરમાં તે મુખ્ય છે, અને સ્વજનના નેત્રરૂપ છે તે પણ તું આવા પ્રકારનું અઘટિત બેલે છે, તો પછી અમારે શું કહેવું? હું જાણું છું કે વિધાતા(કમ)ના વિલાસ અઘટિતને પણ ઘટિત કરે છે (મેળવે છે), તે પણ પિતાની જેવા કમઠને વિષે આ અત્યંત અનુચિત છે. જે આ કમઠ પણ આવા પ્રકારના દુષ્ટ વિલાસને વિષે પ્રવૃત્તિ કરે, તો અખલિત પ્રચારવાળો કલિયુગ જગતમાં કેને કલુષિત ન કરે ? ભલે સાચા ન (નીતિ)ની વાર્તા પ્રવાસ કરો (જતી રહે), કુલીનપણું અપયશને પામે, લજજા દૂર જતી રહે, અને મર્યાદા પણ ત્યાગ કરાઓ, તે પણ મારા ભાઈની જેવો બીજો કોઈ પણું સદગુણવાળો દેખાતો નથી, તેથી હવે પછી મારી પાસે આવા પ્રકારનું અનુચિત વૃત્તાંત કહીશ નહીં. જે માણસ ગુરૂજનના પાપને બોલે છે, તે માણસ તે પાપથી લેપાય છે, અને તે ખરાબ વાણીને જે સાંભળે છે, તે તેના કરતાં પણ અધિક પાપથી લેપાય છે.” આ પ્રમાણે તેણે (મરૂભૂતિએ) કેઈ પણ પ્રકારે નેહભરેલી મનહર વાણુ વડે તેણુને કહ્યું, કે જેથી કરીને તે લજજાવડે નેત્રને બંધ કરીને ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી આ વૃત્તાંત અત્યંત ગુપ્ત કર્યા છતાં પણ અને સનેહ સહિત મરૂભૂતિના નિષેધને સાંભળવાથી વરૂણા કેવળ મન રહ્યા છતાં પણ સૂર્યમંડળથી ઉછળેલી ઘણી પ્રજાના સમૂહની જેમ અને યુગને અંતે ક્ષોભ પામેલા તીક્ષણ (મોટા) વાયુવડે ઉડેલા રજના સમૂહની જેમ સર્વ ઠેકાણે અકાર્ય કરવાથી ઉત્પન્ન થયેલ કમઠને અવર્ણવાદ વિરતાર પામ્યું. ત્યારપછી ફરીથી પણ વરૂણાએ મરૂભૂતિને કહ્યું કે-“હે વત્સ! લોકપ્રવાદ સાંભળે? અહીં પણ શું હું પ્રગટ કરવાના સ્વભાવવાળી છું? આ સર્વ લેક ભગવાન સર્વજ્ઞ જેવો જ છે, તે અન્યથા (અસત્ય) બેલે જ નહીં. તેથી કરીને સર્વ પ્રકારે અત્યંત મૂઢપણાનું અવલંબન કરીને દ્વીપજાત નરની જેમ આ પ્રમાણે તું પરમાર્થના વિચાર રહિત કેમ થાય છે?” ત્યારે મરૂભૂતિએ કહ્યું કે-“હે ભાભી ! આ દ્વીપજાત પુરૂષ કોણ છે?” ત્યારે તેણીએ કહ્યું કે “સાંભળો
શત્રુના સિન્યના આવવાથી ઉત્પન્ન થતા દુખે કરીને રહિત મહાપા નામની નગરી છે. તેમાં જિતારિ નામનો મોટે રાજા છે. તેમાં વસંતક નામનો રાજપુત્ર છે. તે ધનને મેળવવા માટે મોટા મૂલ્યવાળા કરિયાણુ સહિત વહાણમાં ચઢીને ગર્ભવાળી પ્રિય મિત્રા નામની પિતાની ભાર્યાને સાથે લઈને સારા તિથિમુહૂર્તને વિષે સ્વજનવર્ગની રજા લઈને કટાહ નામના દ્વિપ તરફ જવા લાગ્યું. ત્યાં જઈને ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પિતાની નગરી તરફ પાછા ચાલ્યા. તેવામાં સમુદ્રની મધ્યે મોટા વાયુથી ઉછળતા વહાણને ભાગી જવાથી પરિજન સહિત તે વસંતક મરણ પામ્યો. માત્ર કોઈ પણ પ્રકારે ભવિતવ્યતાના વશથી, કર્મના પરિણામનું અચિંત્યપણું હોવાથી અને આયુષ્ય કમેન સામર્થ્યથી તે પ્રિય મિત્રા બુડવું અને બહાર નીકળવું કરતી પૂર્વે ભાંગેલા વહાણને એક