________________
૩૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
પાંચમા ઉદ્દેશકનો સારાંશ
:
સૂત્ર-૧-૧૧ ઃ જે મુનિ વૃક્ષ સ્કંધની આસપાસ સચિત્ત પૃથ્વી પર ઊભા રહે, બેસે, સૂએ, આહાર કરે, મળ ત્યાગ કરે, સ્વાધ્યાય કરે વગેરે. સૂત્ર-૧૨ : પોતાની ચાદર આદિ ગૃહસ્થની પાસે સિવડાવે. સૂત્ર-૧૩ : નાની ચાદરને બાંધવાની દોરીયો લાંબી કરે. સૂત્ર-૧૪ : લીમડા આદિના અચિત્ત પાંદડાઓને પાણીથી ધોઈને ખાય. સૂત્ર-૧૫-૨૨ : શય્યાતરના અથવા અન્ય ગૃહસ્થના પગ લૂછવાના ઉપકરણ અને દંડ આદિ નિર્દિષ્ટ(બતાવેલા) સમય પર પાછા ન આપે.
સૂત્ર-૨૩ : ગૃહસ્થને ત્યાંથી લઈ આવેલ શય્યા-સંસ્તારક ઉપાશ્રયમાં છોડી દીધા પછી ફરી આજ્ઞા લીધા વિના ઉપયોગમાં લે.
સૂત્ર-૨૪ : ઊન-સૂતર આદિ કાંતે.
સૂત્ર-૨૫-૩૦ : સચિત્ત, રંગીન તથા અનેક રંગોથી આકર્ષક દંડ બનાવે કે રાખે. સૂત્ર-૩૧-૩૨ : નવા વસેલા ગ્રામાદિમાં તથા નવી ખાણોમાં(ત્યાં વસેલા ઘરોમાં) ગોચરી માટે જાય.
સૂત્ર-૩૩-૩૫ : મુખ આદિથી વીણા બનાવવી કે વગાડે તથા અન્ય વાજિંત્રો વગાડે. સૂત્ર-૩૬-૩૮ : ઔદેશિક(સાધુના નિમિત્તથી બનાવેલા) સપ્રામૃત(સાધુના માટે સમય પરિવર્તન કરીને બનાવેલ) પરિકર્મ(સુધારા કરીને બનાવેલ) શય્યામાં પ્રવેશ કરે યા રહે.
સૂત્ર-૩૯ : સંભોગ પ્રત્યયિક ક્રિયાનો નિષેધ કરવો.
સૂત્ર-૪૦-૪૧ : ઉપયોગમાં આવે તેવા પાત્રને ફોડીને તથા ઉપયોગમાં આવે તેવા વસ્ત્ર કંબલ પાદપૂછણ આદિના ટુકડા કરીને પરઠે. સૂત્ર-૪૨ : દંડ-લાકડીના ટુકડા કરીને પરઠે.
સૂત્ર-૪૩-૫૨ : રજોહરણ પ્રમાણથી મોટો બનાવે. ફલિઓ(દેશીઓ) સૂક્ષ્મ બનાવે, લિઓને એકબીજા સાથે બાંધે, અવિધિથી બાંધીને રાખવી. અનાવશ્યક એક પણ બંધ કરે, આવશ્યક હોવા છતાં ત્રણથી અધિક બંધન બાંધે.
સૂત્ર-૫૩ : પાંચ પ્રકાર સિવાયની જાતના રજોહરણ બનાવે, પોતાનાથી દૂર રાખે, પગની નીચે રાખે, માથાની નીચે રાખે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૧૦ : જે મુનિ કુશીલ સેવન માટે સ્ત્રીને નિવેદન કરે અથવા કુશીલનું સેવન કરે, તે માટે હસ્ત કર્મ કરે, અંગાદાનનું સંચાલન આદિ પ્રવૃત્તિકરે, યાવત્ શુક્રપાત કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org