________________
ર૪૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ससि वा खुब्बगंसि, सयंसि वा पाणिसि ।
અહીં આહારના પાત્રને માટે ડિશપ્તિ શબ્દ છે. માત્રકને માટે પત્તાસનસિ શબ્દ છે અને પાણીનાં પાત્રને માટે મંડસ શબ્દ છે. આ પાઠથી પણ અનેક પ્રકારનાં પાત્ર હોવાનું કથન સ્પષ્ટ છે.
(૩) ભગવતી સૂત્ર શ.ર ઉ.પ માં ગૌતમ સ્વામીને ગૌચરી જવાના વર્ણનમાં તેના અનેક પાત્રોનું વર્ણન છે– તળ તે ભાવ જોયમે છંદુત્વમળવારળત્તિ નાવ भायणाई वत्थाई पडिलेहेइ, भायणाईं वत्थाई पडिलेहित्ता भायणाई पमज्जइ, भायणाई पमज्जित्ता भायणाई उग्गहेइ, भायणाई उग्गहेत्ता जेणेव समणे भगवं महावीरे जाव भिक्खायरियं अडइ जाव एसणं असणं आलोएइ आलोएत्ता મત્ત, પાળ પકિવંસેફ ।
આ વર્ણનમાં બતાવેલ છે કે ગૌતમસ્વામીએ ઘણા પાત્રોનું પ્રતિલેખન પ્રમાર્જન કર્યું તથા ગૌચરીમાં લાવેલ આહાર તથા પાણી બંને ભગવાનને દેખાડયા. અહીં ગૌતમસ્વામીને પાસે ઘણા પાત્રો હોવાનું વર્ણન સ્પષ્ટ છે.
(૪) ભગવતી સૂત્ર શ.૨૫ ઉ.૭માં ઉપકરણ ઉણોદરીનું વર્ણન આ રીતે છે– સે किं तं उवगरणोमोयरिया ? उवगरणोमोयरिया एगे वत्थे, एगे पाऐ, चियत्तोवगरण-स [-સાફ′ળયા । અહીં એક વસ્ત્ર(પછેડી) તેમજ એક પાત્ર રાખવાથી ઉણોદરી તપ હોવાનું કથન છે. તેનાથી એકથી વધારે વસ્ત્ર તેમજ એકથી વધારે પાત્ર રાખવાનું સ્પષ્ટ સિદ્ધ થાય છે. કેમ કે ઘણા વસ્ત્ર-પાત્ર કલ્પતા હોય ત્યારે જ એક વસ્ત્ર કે પાત્ર રાખવાથી ઉણોદરી તપ થઈ શકે છે.
(૫) પ્રશ્નવ્યાકરણ સૂત્ર થ્રુ.ર અ.પ માં પાત્રના ઉપકરણોમાં ‘પટલ’ની સંખ્યા ત્રણ કહી છે. પટલનો ઉપયોગ પાત્રોને બાંધીને રાખવાના સમયે પટ(અસ્તાન) લગાવવામાં કરાય છે. પાત્રાની વચમાં રાખવાના કારણે તેને ‘પટલ’ (અસ્તાન) કહેલ છે. તેની સંખ્યા ત્રણ કહી છે. માટે પાત્ર ત્રણથી વધારે હોવાનું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. એક કે બે પાત્રને માટે ત્રણ પટલની આવશ્યકતા હોતી નથી. વ્યાખ્યાકારોએ પટલનો ઉપયોગ ગોચરીમાં ભ્રમણ કરતી વખતે ઝોળી યુક્ત આહારના પાત્રોને ઢાંકવા માટે બતાવેલ છે તથા પાંચ-સાત પટલ રાખવાનું અને ઢાંકવાનું પણ કહેલ છે. પરંતુ આગમમાં આહારના પાત્રાઓને ઢાંકવાને માટે ઝોળી તેમજ પાણીના માટે રજસ્ત્રાણ ઉપકરણ જુદા કહેલ છે; માટે પટલનો ઉપયોગ પાત્રોની વચ્ચે રાખવાનો જ ઉચિત છે.
(૯) આચારાંગ સૂત્ર થ્રુ.૨, અ.માં પાત્ર સંબંધી પાઠ આ પ્રમાણે છે.— સે મનવુ वा भिक्खूणी वा अभिकखेज्जा पायं एसित्तए, से जं पुण पायं जाणेज्जा तंजहा- अलाउपायं वा दारुपायं वा मट्टिया पायं वा तहप्पगारं पायं जे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org