Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 272
________________ છંદશાસ્ત્ર જૈન એક્તાને : સુઝાવ જૈન એક્તા માટે સુઝાવ (૧) ઋષિ પંચમીના દિવસે જ સંવત્સરી કરવી. (૨) પખવાડિયાના છેલ્લે દિવસે જ પાખી કરવી. (૩) કોઈ પણ એક પંચાંગને સર્વે ય મળીને સ્વીકારવું. અસ્તતિથિ અને ઘડી-પલનો આગ્રહ મનઃકલ્પિત એટલે આગમાધાર રહિત છે. પૂર્વાચાર્યોના નિર્ણયથી વિપરીત છે. માટે તેના આગ્રહને દૂર કરી નિર્ણય કરેલા એક લૌકિક પંચાંગથી પર્વ તિથિઓ અને સંવત્સરી કરવી. = નોંધ :- પૂર્વાચાર્યોએ તે જમાનામાં (આજથી ૧૨૦૦ વર્ષ પૂર્વે) સર્વ સમ્મતિથી લૌકિક પંચાંગને આગમ સમ્મત સ્વીકાર કર્યું હતું. પ્રમાણ-ઉદ્ધરણ ભાષ્ય ગાથા ૨૦૨ विसमे समय विसेसे, करणग्गह चार वार रिक्खाणं । पव्व तिहीण य सम्मं, पसाहगं विगलियं सुतं ॥१॥ तो पव्वाई विरोहं नाऊण, सव्वेहिं गीयसूरीहिं । आगम मूलमिणं पिय, तो लोइय टिप्पणयं पगयं ॥२॥ ગાથાર્થ :કાલની વિષમતાને લીધે, કરણ અને ગ્રહોની ગતિ, નક્ષત્રોના યોગ વગેરે પર્વ તિથિઓના નિર્ણાયક જૈન જ્યોતિષ ગણિત વ્યવચ્છિન(અપૂર્ણ) થઈ જવા પામેલ છે માટે જૈન જ્યોતિષ ગણિતથી પર્વ આદિ નિકાળતાં વિરોધ થવાથી સર્વ ગીતાર્થ આચાર્યોએ નિર્ણય કરી લૌકિક પંચાંગને આગમમૂલક એટલે આગમ સંમત સ્વીકાર કર્યું છે. આ ગાથાઓમાં લૌકિક પંચાંગને સર્વ રીતે આગમ સમ્મત સ્વીકાર કરી તદનુસાર પર્વ-તિથિઓને સ્વીકારવાનો નિર્ણય કરેલ છે. તેથી તેના વિશે હવે કોઈને ઘડી-પલ કે અસ્ત તિથિની ફસાવટ ઘુસાડવાનો અધિકાર રહેતો નથી.[કોઈ પંચાંગના પ્રેસદોષ વગેરેનું નિવારણ કરવા અન્ય પંચાંગથી સોધી લેવું, નિરાબાધ છે. આ રીતની સમજણને ધ્યાનમાં લઈને આખા ય જૈન સમાજને લૌકિક પંચાગમાં લખેલી તિથિઓના દિવસે જ પર્વ દિવસો મનાવવા અને તે સંબંધી વ્રત-ઉપવાસ આદિ કરવા જોઈએ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274