________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર
णिग्गंथे तरुणे जाव थिरसंघयणे, से एगं पायं धारेज्जा, णो बीयं । અર્થ :- ભિક્ષુ કે ભિક્ષુણી પાત્રની ગવેષણા કરવા ઇચ્છે તો ત્યારે તે એવું જાણે કે આ તુંબડીનું પાત્ર, કાષ્ઠનું પાત્ર કે માટીનું પાત્ર છે. તેમાંથી જે નિગ્રંથ તરુણ (યુવાન) યાવત્ સ્થિર સંહનન(સંઘયણ)વાળા છે તે એક જ પ્રકારનું પાત્ર ગ્રહણ કરે, બીજા પ્રકારનું નહીં.
ર૪૮
ફક્ત એક પાત્ર રાખવાની કલ્પના અનાગમિક :
અહીં ત્રણ જાતિનાં પાત્રોની વાત કરીને એકને ગ્રહણ કરવાનું જે વિધાન છે તે એક જાતિની અપેક્ષાથી છે, એવું સ્પષ્ટ છે અને એવો અર્થ કરવો તે આગમ સંમત છે. જો સંબંધ મેળવ્યા વિના એવું સમજી લેવામાં આવે કે સંખ્યામાં એક પાત્ર ભિક્ષુને કલ્પે છે અનેક નહીં, તો આ અર્થ ઉપરોક્ત અનેક આગમોના પાઠોથી વિરૂદ્ધ છે. કેમ કે ગણધર ગૌતમ સ્વામી તેમજ પારિહારિક તપ કરવા-વાળા સાધુને તથા વિશિષ્ટ પ્રતિજ્ઞાધારી સાધુઓને પણ ઘણાં પાત્ર હોવાનું ઉપર બતાવેલ આગમ પ્રમાણોથી સ્પષ્ટ છે.
જો તરુણ(યુવાન) સ્વસ્થ સાધુને એક જ પાત્ર કલ્પતું હોય તો અનેક પાત્ર રાખવા તે કમજોરી તેમજ અપવાદ માર્ગ સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં પાત્રની ઉણોદરી કરવાનું કોઈ પ્રયોજન જ નથી રહેતું. જ્યારે ભગવતી વગેરે સૂત્રોમાં પાત્ર ઉણોદરી તપનો પાઠ સ્પષ્ટ મળે છે, તથા તેની વ્યાખ્યા પણ મળે છે. માટે આચારાંગના આ પાઠમાં એક જાતિનાં પાત્ર જ યુવાન સાધુને કલ્પે છે; આ અર્થ કરવો નિરાબાધ છે, તેમજ આગમ સંમત છે. આ રીતથી સાધુએ એકથી વધારે પાત્ર રાખવાનો નિર્ણય તો શાસ્ત્રપાઠોથી થઈ જાય છે પરંતુ કેટલા પાત્ર રાખવા તે નિર્ણય થતો નથી. ત્રણ પટલ(પડલા)નાં પાઠથી જઘન્ય ૪ પાત્ર રાખવા તો સ્પષ્ટ છે. તેનાથી અતિરિક્ત માત્રક(ભાજન) ત્રણ પ્રકારનાં કહેલ છે– (૧) ઉચ્ચાર માત્રક(વડીનીત માટેનું) (૨) પ્રસવણ માત્રક(લઘુનીત કરવાને માટે) (૩) ખેલ માત્રક(કફ વગેરે માટે). તેમાં પ્રસવણ માત્રક તો બધાને જરૂરી હોય છે. પરંતુ ખેલ માત્રક અને (ઉચ્ચારમાત્રક) વડીનીતનું ભાજન, વિશેષ કારણથી કોઈ-કોઈને જરૂરી હોય છે.
આચારાંગના આ પાઠથી કે અન્ય કોઈ કારણથી ભાષ્ય ટીકાકારોએ પાત્ર સંખ્યાની ચર્ચા કરતાં એક પાત્ર કે એક માત્રક રાખવાને કલ્પનીય સિદ્ધ કર્યુ છે. જેમાં માત્રકનું વિધાન આર્યરક્ષિતે કરેલ છે, તેમ બતાવેલ છે. અન્યત્ર પણ આ વિષયક વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં કરેલ છે. જેનું ઉપરોક્ત આગમ પ્રમાણોની સામે કોઈપણ મહત્ત્વ રહેતું નથી. એક કે બે પાત્ર રાખવાની કોઈ પરંપરા પણ પ્રચલિત નથી. એક પાત્રની પ્રરૂપણાના લક્ષ્યમાં ભાષ્યકાર વગેરે પાત્રાની આગમ સંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org