________________
રપ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત,
[૧૩] ૩ર અસ્વાધ્યાયનું સ્પષ્ટીકરણ
દિવસમાં તથા રાત્રિમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં પણ આગમોમાં અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ પણ કરેલ છે. તે અસ્વાધ્યાય કાળનું સદા ધ્યાન રાખવું જોઈએ. આગમોમાં અસ્વાધ્યાય સ્થાનોનું વર્ણન આ પ્રમાણે છે(૧) ઠાણાંગ સૂત્ર અ૪માં– ૪ પ્રતિપદાઓ(એકમ) અને ૪ સંધ્યાઓમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨) ઠાણાંગસૂત્ર અ.૧૦માં– ૧૦ આકાશીય અસ્વાધ્યાય અને ૧૦ દારિક અસ્વાધ્યાય કહ્યા છે. (૩) નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ માં– ૪ મહામહોત્સવ, ૪ પ્રતિપદા અને ૪ સંધ્યામાં સ્વાધ્યાય કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૪) વ્યવહાર સૂત્ર ઉ.૭ માં- સ્વ શરીર સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે.
આ બધા નિષેધ સ્થાનોનો સંગ્રહ કરવાથી કુલ ૩ર અસ્વાધ્યાય સ્થાન થાય છે, જેમ કે આકાશ સંબંધી–૧૦, ઔદારિક સંબંધી–૧૦, મહોત્સવ તેમજ પ્રતિપદા સંબંધી-૮, સંધ્યાકાળ વગેરેથી સંબંધિત-૪ = કુલ ૩ર. આકાશીય આસ્વાધ્યાયઃ(૧) ઉલ્કાપાત - તારાનું તૂટવું અર્થાત્ તારા વિમાનનું ચલિત થવું, સ્થાનાન્તરિત થવું. તારા વિમાનના તીરછા ગમન કરવા પર કે દેવની વિફર્વણા વગેરે કરવા પર આકાશમાં તારા તૂટવા જેવું દશ્ય દેખાય છે. ક્યારેક લાંબી રેખાયુક્ત પડતા દેખાય છે, ક્યારેક પ્રકાશયુક્ત પડતા દેખાય છે, તેને જ વ્યવહારમાં તારા તૂટવાનું કહેવાય છે. સામાન્ય રીતે આકાશમાં તારા તૂટતા લગભગ રોજ જોવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ પ્રકાશ કરતા થકા કે પ્રકાશ રેખા ખેંચાતા થકા તારા તૂટે તો જ તેનો અસ્વાધ્યાય સમજવો જોઈએ. તેનો એક પહોર સુધી અસ્વાધ્યાય હોય છે. (૨) દિગ્દાહ – સ્વાભાવિક જ પુદ્ગલ પરિણમનથી એક કે અનેક દિશાઓમાં આકાશમાં કોઈ મહાનગરના બળવા જેવું દશ્ય દેખાય તેને “
દિગ્દાહ' સમજવું જોઈએ. ભૂમિથી કાંઈક ઉપર દેખાય છે. તેનો એક પહોરનો અસ્વાધ્યાય હોય છે. (૩) ગર્જન - વાદળાઓની ધ્વનિ. તેનો બે પહોરનો અસ્વાધ્યાય થતો નથી. પરંતુ આદ્રનક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી વર્ષાના-નક્ષત્રોમાં અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org