________________
છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૨
રપs
બહુશ્રુત હોવા અને ઓછામાં ઓછા આચારાંગ, નિશીથને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા હોવા જોઈએ. મતિ ભ્રમથી કરવામાં આવતા અર્થ માનવામાં આવે તો આ સૂત્ર વિધાન નિરર્થક થઈ જાય. કેમ કે તેના અનુસાર તો ત્રણ વર્ષ પછી આચારાંગ, નિશીથ ભણાવવું જોઈએ, ત્યારે તે ઉપાધ્યાય પદ માટે કયારે યોગ્ય થાય??? માટે સત્ય અર્થનો સ્વીકાર કરીને શ્રુત અધ્યયનની મહત્ત્વપૂર્ણ પ્રણાલીને વિકસિત રાખવી જોઈએ. ફક | પ્રકરણ-૨૮ઃ પૂર્વ જ્ઞાન વિના એકલવિહારઃ પ્રમાણ
ભિક્ષુ પડિયા માટે પરંપરાથી એવું કથન પ્રચલિત છે કે નવ પૂર્વનું જ્ઞાન ધારણ કરનારા ભિક્ષુ જ બાર પડિયા ધારણ કરી શકે છે.
અંતગડ સૂત્રમાં વર્ણિત અનેક(૩૧) એવા શ્રમણોએ ભિક્ષુ પડિમાનું પાલન કર્યુ જેઓએ પૂર્વોનું જ્ઞાન હાંસલ(અધ્યયન) કર્યું ન હતું પરંતુ તેઓએ ફક્ત અગિયાર અંગ શાસ્ત્રોનું જ અધ્યયન કરેલ હતું.
કોઈપણ આગમમાં એવું નથી કહેલ કે પૂર્વજ્ઞાનધારી જ પડિમા ધારણ કરે પરંતુ વગર પૂર્વજ્ઞાને કેટલાય મુનિઓના પડિમા ધારણ કરવાનું વર્ણન શાસ્ત્રોમાં છે. માટે પ્રચલિત પરંપરા આગમ સંમત નથી અને આગમ કથિત પણ નથી. સાર – ભિક્ષુ પડિમાને માટે પૂર્વોનું જ્ઞાન આવશ્યક નથી અને કોઈપણ આગમમાં તેવો ઉલ્લેખ નથી તથા વગર પૂર્વજ્ઞાને ભિક્ષુની બાર પડિમા ધારણ કરનાર અનેક શ્રમણોનું વર્ણન આગમમાં છે.
ભિક્ષની બાર પડિકામાં એકલ વિહાર પણ આવશ્યક છે. માટે સામાન્ય એકલ વિહાર માટે પણ પૂર્વ જ્ઞાનનો આગ્રહનું કથન કરવું તે સ્પષ્ટ જ આગમ વિપરીત પ્રરૂપણા છે. કેટલાક પોતાને જૈન વિદ્વાન માનનારા આ વાતને સમજતા જ નથી અને ઉત્સુત્ર પ્રરૂપણામાં જ સંતોષ માને છે.
ત્રણ વર્ષની દીક્ષા પહેલાં જ આચારાંગ નિશીથનું અર્થ સહિત કંઠસ્થ અધ્યયન પૂર્ણ કરી દેવું જોઈએ. આ તત્ત્વને સાચી રીતે સમજીને અવધારણ કરવામાં પણ ઉપેક્ષા થાય છે, તે પણ સુધારવાની અને આગમ પ્રમાણથી સમજવાની બાબત છે.
E
|| છેદ સુત્ર પરિશિષ્ટ ખડ-ર સંપૂર્ણll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org