________________
રકપ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
એટલા માટે મહિનાથી આગળ છેદ(દીક્ષા કટ) પ્રાયશ્ચિત્ત આવતું નથી એવું બતાવેલ છે.ll૭૦૭ી.
दुविहो य होइ छेदो, देसच्छेदो य सव्वछेदो य । मूलाणवठ्ठप्प चरिमा, सव्वच्छेओ अतो सत्त ॥७१०॥
इह छेदो द्विविधो भवति देशच्छेदश्च सर्वच्छेदश्च । पंचकादिकः षण्मासपर्यन्तो देशच्छेदः मूलग्नवस्थाप्य-पारंचिकादि पुनर्देशोनपूर्व- कोटिप्रमाणस्यापि पर्यायस्य युगपत् छेदकत्वात् सर्वच्छेदः । एष द्विविधोऽपि सामान्यतश्छेदशब्देन ग्रह्यते इति विवक्षया सप्तविधं प्रायश्चित्तम् ॥ ७१० ॥ ભાવાર્થ – અપેક્ષાથી પ્રાયશ્ચિત્તનાં સાત પ્રકાર કહેલ છે. સાતમો છેદ પ્રાયશ્ચિત્ત છે, તેના બે ભેદ છે. (૧) દેશ છેદ (૨) સર્વ છે. પહેલો દેશ છેદ પ્રાયશ્ચિત્ત પાંચ દિવસથી લઈને ઉત્કૃષ્ટ ૬ મહિનાનું હોય છે. સર્વ છેદ પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર છે. (૧) મૂળ(નવી દીક્ષા) પ્રાયશ્ચિત્ત (ર) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત (૩) પારંચિક પ્રાયશ્ચિત્ત. આ ત્રણે પ્રાયશ્ચિત્તમાં એક વારમાં જ સંપૂર્ણ દીક્ષા પર્યાયનું છેદન થઈ જાય છે. – બૃહત્કલ્પ ભાષ્ય પીઠિકા ગાથા-૭૧૦. સાર:- ૬ મહિનાથી વધારે દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત હોતું નથી, તેની આગળ નવી દીક્ષા દેવા રુપ મૂળ પ્રાયશ્ચિત્ત જ હોય છે; પરંતુ આઠ માસ, દસ માસ કે વર્ષ, બે વર્ષ યાવત્ દસ વર્ષની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવામાં આવતું નથી. માટે એકલ વિહારનું કે કોઈપણ અન્યદોષનું છ મહિનાથી વધારે દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવું અજ્ઞાનદશા તેમજ અંધાનુકરણ છે. એકલ વિહારીને ઉત્કૃષ્ટ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેને તેટલા જ દિવસની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવું પણ ગાડરીયો પ્રવાહ માત્ર છે. જે કોઈપણ શાસ્ત્ર કે તેની પ્રાચીન વ્યાખ્યાઓથી પ્રમાણિત કરી શકાતું નથી. એવું આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેનારા સ્વયં પ્રાયશ્ચિત્તને પાત્ર છે. નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૦
એવું આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત કોઈ આચાર્ય આપે તો તેને ગ્રહણ ન કરવું જોઈએ, સ્વીકાર કરવો જોઈએ નહીં; ઈન્કાર કરી દેવો જોઈએ. આ વાતની પુષ્ટી માટે જુઓ–બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૪, સૂત્ર–૩૦ નો મૂળ પાઠ તેમજ વિવેચન.
'જૈનાગમ નવનીત-૪
-
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના
II છેદ શાસ્ત્ર સંપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org