________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ગાથા ૭૦૭ તેમજ ૭૧૦ પણ ટીકા સહિત જુએ.(આ બંન્ને ગાથાઓ આગળના પાનામાં આપેલ છે.)
૨૩
આ સ્થળોમાં ૬ માસથી વધારે દીક્ષા છેદ કરવાના પ્રાયશ્ચિત્તનો નિષેધ છે, સાથે જ દીક્ષા છેદ કરવાનું પ્રાયશ્ચિત્ત કેવા દોષવાળાને દેવામાં આવે છે અને કોને દેવાતું નથી, એ સ્પષ્ટ કરવામાં આવેલ છે. તોપણ અનેક આચાર્યો તેમજ ગચ્છ પ્રમુખ વગર વિચાર્યે હર કોઈને પ્રવાહ માત્રથી દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત આપી દે છે, તે પણ છ માસનું ઉલ્લંઘન કરીને વર્ષ, બે વર્ષ યાવત્ દસ વર્ષનું પ્રાયશ્ચિત્ત ઘોષિત કરી દે છે, તે સર્વથા અનુચિત તેમજ આગમ નિરપેક્ષ છે. સાર ઃ- છેદ સૂત્રોનાં અર્થ પરમાર્થના જાણપણાવાળા(વિશેષજ્ઞ) જ બહુશ્રુત (ગીતાર્થ) કહેવામાં આવે છે અને તેવા બહુશ્રુતને જ– ગુરુ કે આચાર્ય અથવા ગચ્છપ્રમુખ તેમજ પદવીધર બનાવવા જોઈએ.
અબહુશ્રુતોને ગુરુ આદિ બનાવવા આગમ આજ્ઞાની અવહેલના કરવા બરાબર છે. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવાવાળા સ્વયં ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તના ભાગી બને છે. જુઓ— નિશીથ ઉદ્દેશક–૧૦ સૂત્ર ૧૫ થી ૧૮.
૨ [૧૫]
સેવા કરનારાને વિચિત્ર પ્રાયશ્ચિત્ત
આગમમાં યક્ષાવિષ્ટ પાગલ વગેરે અનેક પ્રકારના રુગ્ણ(રોગી) ભિક્ષુઓની સેવા કરવી તે પરમ કર્તવ્ય બતાવેલ છે અને તેને ગચ્છમાંથી કાઢવાનો નિષેધ કરેલ છે. તેની સેવા પણ અન્ય સેવાથી વિશેષ પ્રકારની હોય છે. પાગલ તેમજ યક્ષાવિષ્ટ વ્યક્તિની સાથે અનેક પ્રકારનો વ્યવહાર વિવેકપૂર્વક કરવામાં આવે છે.
એવી બધી સ્થિતિઓથી યુક્ત શ્રમણની સેવા કરનારાને તેમની સંયમ સ્ખલનાઓ માટે આગમમાં ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન છે. અન્ય પણ બધા પ્રકારની સેવા કરનારા સાધુઓને તેમજ સેવામાં વિહાર કરી જનારા સાધુને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત દેવાનું આગમોમાં વિધાન છે. એવું સ્પષ્ટ આગમ પ્રમાણ ઉપલબ્ધ હોવા છતાં પણ આજના પ્રાયશ્ચિત્ત આપનારા નિઃસ્વાર્થભાવથી સેવા કરનારને નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રાયશ્ચિત્ત કે તેનાથી પણ આગળ વધીને છેદ પ્રાયશ્ચિત્ત પણ દઈ દે છે. આ સર્વથા ગુરુ અનુચિત છે અને શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન છે.
વ્યવહારસૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહન કરનારા પારિહારિક સાધુને સેવામાં મોકલવાનું વર્ણન છે. તે જો માર્ગમાં સ્વેચ્છાથી પોતાની કોઈ કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કરે અને આચાર્યને ખબર પડે તો પણ તેને સેવાનું કાર્ય પૂર્ણ થઈ જવા પર જ નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન છે. આ સેવા કાર્યનું સન્માન છે કે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org